Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી સાથે નામાંકન પત્ર ભરવા પહોંચેલા આ વિદ્વાન છે કોણ? રામ મંદીર સાથે છે ખાસ કનેક્શન..

Who Is Ganeshwar Shashtri Dravid : PM નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતેથી પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. વડાપ્રધાને વારાણસીની આ બેઠક પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. 2014 અને 2019 બાદ PM મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડવાના છે. તેઓએ 2014...
pm મોદી સાથે નામાંકન પત્ર ભરવા પહોંચેલા આ વિદ્વાન છે કોણ  રામ મંદીર સાથે છે ખાસ કનેક્શન

Who Is Ganeshwar Shashtri Dravid : PM નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતેથી પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. વડાપ્રધાને વારાણસીની આ બેઠક પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. 2014 અને 2019 બાદ PM મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડવાના છે. તેઓએ 2014 માં પ્રથમ વખત આ બેઠક પરથી ચૂંટાયા હતા. વારાણસી લોકસભા સીટ માટે પોતાની ઉમેદવારી નોંધાવતા પહેલા PM મોદીએ સોમવારે લગભગ 4 કલાકનો રોડ શો કર્યો હતો. શ્રી કાશી વિશ્વનાથ મંદિરે પહોંચીને પૂજા અર્ચના કરી. જિલ્લા કચેરીએ પહોંચ્યા બાદ આજે તેમણે ઉમેદવારી નોંધાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અહી ઘણા દિગ્ગજો હજાર રહ્યા હતા. પરંતુ વડાપ્રધાન મોદીએ તેમના પ્રસ્તાવક અને સંત સાથે બેસીને પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. આ સંત જ્યોતિષનું નામ જ્યોતિષ ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ છે. તેમનું રામ મંદિર સાથે પણ એક ખાસ કનેક્શન છે, ચાલો જાણીએ કોણ છે જ્યોતિષ ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ..

Advertisement

કોણ છે જ્યોતિષ ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ

વડાપ્રધાન મોદી જ્યારે નામાંકન પત્ર ભરવા માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે બેઠેલ સંતને જોઇને સૌના મનમાં એ જ પ્રશ્ન આવ્યો હતો કે તેઓ છે કોણ. હવે તેમના વિષે માહિતી સામે આવી રહી છે. PM મોદી સાથે બેઠેલ એ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ જ્યોતિષ ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ છે. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડને દેશના મહાન જ્યોતિષી ગણાય આવે છે. તેઓ ગ્રહો, નક્ષત્રો અને ચૌગદીઓના મહાન વિદ્વાન છે. તેમણે જ PM મોદીના નામાંકન માટે શુભ સમય શોધી કાઢ્યો હતો. તેમણે PM મોદીના નામાંકન માટે આજે એટલે કે 14મી મેના દિવસે 11:40 મિનિટનો શુભ સમય નક્કી કર્યો હતો. આજનો દિવસ શુભ એટલે માટે છે કારણ કે, આજે ગંગા સપ્તમીનો તહેવાર છે.

Advertisement

રામ મંદિર સાથે પણ છે ખાસ કનેક્શન

ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ વિષે વાત કરીએ તો તેઓ મૂળ દક્ષિણ ભારતના છે. હાલ તેઓ વારાણસીના રામઘાટ વિસ્તારમાં ગંગા નદીના કિનારે રહે છે. પંડિત ગણેશ્વર શાસ્ત્રીની સાથે તેમના ભાઈ વિશ્વ શાસ્ત્રી પણ વારાણસીમાં સ્થાયી થયા છે. આ સાથે અન્ય અગત્યની વાત એ પણ છે કે, તેઓનું અયોધ્યાના રામ મંદિર સાથે પણ ખાસ કનેક્શન છે. તો સમગ્ર બાબત એમ છે કે, ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે રામ મંદિરના ભૂમિપૂજન અને રામ મંદિરમાં રામલલાના અભિષેક માટેનો શુભ સમય નક્કી કર્યો હતો. વધુમાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરના ઉદ્ઘાટન માટે શુભ સમય નકકી કર્યો હતો.

Advertisement

PM મોદીના 4 પ્રસ્તાવકો…

  • પંડિત ગણેશ્વર શાસ્ત્રી : તેમણે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે શુભ સમય નક્કી કર્યો હતો. તે બ્રાહ્મણ સમુદાયમાંથી છે.
  • બૈજનાથ પટેલ : તેઓ OBC સમુદાયમાંથી આવે છે અને સંઘના જૂના અને સમર્પિત કાર્યકર રહ્યા છે.
  • લાલચંદ કુશવાહા : તેઓ પણ OBC સમુદાયમાંથી છે.
  • સંજય સોનકર : તે દલિત સમુદાયમાંથી છે.

આ પણ વાંચો : Karnataka News: માતા હિરાબાની તસવીર બનાવનાર કર્ણાટકની યુવતીને વડાપ્રધાને આભાર પત્ર લખી આપ્યો

Tags :
Advertisement

.