Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રામાંથી કોણ છે વધુ ધનવાન? જાણો બંનેની કુલ સંપત્તિ વિશે

દેશના ટોપ યુટ્યુબર્સમાંના એક સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા વચ્ચે હાલ જબરદસ્ત વિવાદ ચાલી રહ્યો છે. બંને જાહેરમાં આવીને વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ થકી એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. જ્યારે બંનેના ફેન્સ પણ હવે આ લડાઈમાં કૂદયા છે...
11:59 PM Dec 22, 2023 IST | Vipul Sen

દેશના ટોપ યુટ્યુબર્સમાંના એક સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા વચ્ચે હાલ જબરદસ્ત વિવાદ ચાલી રહ્યો છે. બંને જાહેરમાં આવીને વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ થકી એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. જ્યારે બંનેના ફેન્સ પણ હવે આ લડાઈમાં કૂદયા છે અને એક-બીજા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર નિવેદન કરી રહ્યા છે. બંને યુટ્યુબરનો આ વિવાદ હાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો આવો જાણીએ કે સંદીપ મહેશ્વરી અને ડૉ. વિવેક બિંદ્રામાંથી કોણ વધુ અમીર છે?

સંદીપ મહેશ્વરીની સંપત્તિ

મોટીવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરીની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની કુલ સંપત્તિ લગભગ રૂ. 33 કરોડ છે. સંદીપ એક મહિનામાં રૂ. 30થી રૂ. 50 લાખ સુધીની કમાણી કરે છે. જ્યારે તેની વાર્ષિક કમાણી 3-4 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. જ્યારે તેમની મિલકતની કુલ કિંમત અંદાજે રૂ. 17 કરોડ છે. સંદીપનું દિલ્હીમાં ઘર અને ઑફિસ છે. તેની પાસે લક્ઝરી અને મોંઘીદાટ ગાડી પણ છે. મહેશ્વરીના તેની યુટ્યુબ ચેનલ પર 22.3 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. મહેશ્વરી સૌથી મોટી ભારતીય સ્ટોક ઈમેજ કંપની Imagesbazaar.com ના CEO અને ફાઉન્ડર પણ છે.

ડૉ. વિવેક બિંદ્રાની નેટવર્થ

ડૉ. વિવેક બિંદ્રાની વાત કરીએ તો તેઓ ખુદને એક બિઝનેસ ગુરુ તરીકે બતાવે છે. વિવેકની યુટ્યુબ પર ઘણી ચેનલ છે. તેમની કુલ સંપત્તિ અંદાજે રૂ. 90 કરોડની આસપાસ છે. બિઝનેસમેન અને મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા એક મહિનામાં લગભગ રૂ. 40થી 50 લાખ જેટલા કમાય છે. અહેવાલ અનુસાર, વિવેક બિન્દ્રા એક વર્ષમાં 7થી 9 કરોડ રૂપિયાની કમાણી કરે છે. વિવેક બિન્દ્રાની દિલ્હીમાં માત્ર લક્ઝરી હાઉસ નથી, પરંતુ નોઈડામાં પણ પ્રોપર્ટી છે. બિન્દ્રાના યુટ્યુબ પર 21.4 મિલિયન જેટલા સબસ્ક્રાઇબર્સ છે. બિન્દ્રા યુટ્યુબ કરતાં તેની કંપની 'બડા બિઝનેસ'માંથી વધુ કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બિન્દ્રા આ કંપનીમાંથી કરોડોની કમાણી કરે છે.

આ પણ વાંચો - ટોચના બે યુટ્યુબર સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા આવ્યા સામસામે, જાણો શું છે સંપૂર્ણ વિવાદ?

Tags :
Bada BusinessMotivational SpeakerSandeep MaheshwariSocial MediaStopScamBusinessStopVivekBindraVivek Bindrayoutube
Next Article