કોણ છે RADHIKA MERCHANT ? જે બનવા જઈ રહી છે અંબાણી પરિવારની સૌથી નાની વહુ
RADHIKA MERCHANT : સમગ્ર એશિયાના સૌથી ધનાઢ્ય પરિવારમાંથી એક અંબાણી પરિવારના અમીર ઠાઠથી કદાચ જ કોઈ અજાણ હશે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના ઘરે હવે શરણાઈઓ વાગવા જઈ રહી છે. મુકેશ અંબાણીના લાડકા પુત્ર અનંત અંબાણી હવે પ્રભુતામાં પોતાના પગલાં પાળવા જઈ રહ્યા છે. રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની દુલ્હન બનવાની છે. મળતી માહિતી મુજબ આ લગ્નની ઉજવણી 3 દિવસ સુધી ચાલવાની છે.
હાલમાં જ અનંતના લગ્નનું કાર્ડ પણ સોશિયલ મીડિયા પર લીક થયું હતું. દરમિયાન, લોકોના મનમાં એક પ્રશ્ન છે કે અંબાણી પરિવારની ભાવિ 'નાની વહુ' કોણ છે અને તે શું કરે છે?
કોણ છે RADHIKA MERCHANT ?
રાધિકા મર્ચન્ટ એ મુકેશ અંબાણીના નજીકના મિત્ર વીરેન મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ બીજું કોઈ નહીં પણ એન્કોર હેલ્થકેરના સીઈઓ છે અને રાધિકા તેમની એકમાત્ર પુત્રી છે. તમને જણાવી દઈએ કે રાધિકાના પિતા પણ ભારતના ધનિક ઉદ્યોગપતિઓમાં સામેલ છે. રાધિકા અને અનંત એકબીજા સાથે લાંબા સમયથી પ્રેમમાં હતા અને હવે તેઓ જીવનસાથી પણ બનવા જઇ રહ્યા છે. રાધિકા એક નિપુણ ડાન્સર પણ છે.
રાધિકાએ અમેરિકાની ન્યુ યોર્ક યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી રાજનીતિ અને અર્થતંત્રમાં પોતાની બેચલર્સ ડીગ્રી પ્રાપ્ત કરી હતી. શિક્ષણ પૂર્ણ કર્યા પછી, રાધિકા મર્ચન્ટ 2017 માં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે - એક લક્ઝરી હોલીડે હોમ ડેવલપર - ઈસ્પ્રવા ગ્રુપમાં જોડાઈ. કંપનીને નાદિર ગોદરેજ, આનંદ પીરામલ અને ડાબર ઈન્ડિયાના બર્મન પરિવારનું સમર્થન છે.
રાધિકા મર્ચન્ટે ઈન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઈઝેશન અને દેસાઈ અને દિવાનમાં ઈન્ટર્ન કર્યું છે. હાલમાં, તે એન્કોર હેલ્થકેરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો એક ભાગ છે.
આખા દેશની નજર અનંત અંબાણીના લગ્ન પર
તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાના લગ્નની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આખા દેશની નજર આ લગ્ન પર છે, કારણ કે આ દેશનો ભવ્ય લગ્ન હશે. આ લગ્નમાં શું થશે તે જાણવા માટે દરેક લોકો ઉત્સુક છે. આવી સ્થિતિમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે અંબાણી પરિવાર આ લગ્નને વધુ ખાસ કેવી રીતે બનાવશે? જો કે આ લગ્ન ખૂબ જ અનોખા અને શાનદાર હશે તેમાં કોઈ શંકા નથી.
RADHIKA MERCHANT ની સુંદરતાથી બોલીવુડ અભિનેત્રી પણ મુકાઇ પાછળ
ગયા વર્ષે જ્યારે આ લવ બર્ડ્સની સગાઈ થઈ હતી, ત્યારે તમામ લાઈમલાઈટ તેમના પર હતી. ફિલ્મ સ્ટાર્સ ઉપરાંત લોકો રાધિકાની સુંદરતાના ગુણગાન ગાતા જોવા મળ્યા હતા. અચાનક રાધિકા મર્ચન્ટ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી અને ચાહકો તેના પહેલા બોલિવૂડની મોટી સુંદરીઓને પણ ભૂલી ગયા હતા. આવી સ્થિતિમાં હવે દરેક તેને દુલ્હન બનતા જોવા માટે બેતાબ છે.
આ પણ વાંચો -- Satabdi Roy : મહિલા સાંસદનું વિવાદાસ્પદ નિવેદન, શ્રી રામજીને BPL કાર્ડ ધારક કહ્યા…