Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Congres Leader kumar waii: અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસને 1 બેઠક પર જીત અપાવનાર કુમાર વાઈ કોણ છે?

Congres Leader kumar waii: Arunachal Pradesh વિધાનસભા ચૂંટણી (Assembly Election) માં ભાજપે જંગી બહુમતી સાથે Arunachal Pradesh પર ભગવો લહેરાવ્યો હતો. Arunachal Pradesh ની વિધાનસભા ચૂંટણી 2024 માં કુલ 60 બેઠકો પૈકી ભાજપે 46 બેઠકો પર જીત મેળવી હતી. જોકે...
11:08 PM Jun 02, 2024 IST | Aviraj Bagda
NPP, Arunachal Pradesh Assembly Election 2024, Kumar Waii, Congress Leader

Congres Leader kumar waii: Arunachal Pradesh વિધાનસભા ચૂંટણી (Assembly Election) માં ભાજપે જંગી બહુમતી સાથે Arunachal Pradesh પર ભગવો લહેરાવ્યો હતો. Arunachal Pradesh ની વિધાનસભા ચૂંટણી 2024 માં કુલ 60 બેઠકો પૈકી ભાજપે 46 બેઠકો પર જીત મેળવી હતી. જોકે આ વિધાનસભા ચૂંટણી (Assembly Election) પહેલા બિનહરીફ 10 નેતાઓ ભાજપના યશ મેળવી ચૂક્યા હતા.

આ સિવાય અરુણાચલની Assembly Election 2024 માં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) એ 5 સીટ અને કોંગ્રેસે 1 સીટ જીતી હતી. તો અન્યને 8 બેઠકો મળી હતી. ત્યારે કોંગ્રેસે એક માત્ર બામેંગ વિધાનસભા બેઠક જીતી છે. રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન કુમાર વાય આ Assembly Election મતવિસ્તારમાંથી જીત્યા હતા. તેમણે ભાજપના ઉમેદવાર ડોબા લેમિનોને 635 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

આ પણ વાંચો: ચૂંટણી પૂર્ણ થતાની સાથે સરકાર એક પછી એક આપી રહી ઝટકા, હેવ Toll Tax માં કરાયો વધારો

પેમા ખાંડુ સરકારમાં તેમને ગૃહમંત્રી પદ આપવામાં આવ્યું

કુમાર વાઈ મૂળ પૂર્વ કામંગ જિલ્લાના વાય ગામના વતની છે. કુમાર વાય કોંગ્રેસ માટે 2004, 2009 અને 2014માં બામેંગ Assembly Election બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે. જોકે, આ પછી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો અને વાય ભાજપમાં જોડાયા હતા. તત્કાલીન પેમા ખાંડુ સરકારમાં તેમને ગૃહમંત્રી પદ આપવામાં આવ્યું હતું. પરંતુ માત્ર બે વર્ષ બાદ 2019 માં Assembly Election પહેલા જ રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ હતી.

આ પણ વાંચો: Congress leader Jairam Ramesh: કેન્દ્રીય ગૃહમંત્રી પર આરોપ લગાવવાને લઈ ચૂંટણી પચે કોંગ્રેસ મહાસચિવને ફટકારી નોટીસ

વર્ષ 2023 માં કુમાર વાય ફરી એકવાર કોંગ્રેસમાં પાછા ફર્યા

ત્યારબાદ કુમાર વાય નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) માં જોડાયા. આ સમયગાળા દરમિયાન બે મંત્રીઓ અને 12 ધારાસભ્યો સહિત કુલ 15 ભાજપના નેતાઓ એકસાથે પાર્ટી છોડીને NPP માં જોડાયા હતા. 2019 ની Assembly Election માં કુમાર વાય NPP માટે ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર ગોરુક પોરદુંગ સામે હારી ગયા હતા. વર્ષ 2023માં કુમાર વાય ફરી એકવાર કોંગ્રેસમાં પાછા ફર્યા. 2024 ની Assembly Election માં તેમણે ફરીથી બામેંગ Assembly Election મતવિસ્તારમાંથી ચૂંટણી લડી અને ભાજપના ઉમેદવાર ડોબા લેમિનોને 635 મતોના માર્જિનથી હરાવ્યા.

આ પણ વાંચો: CM Pema Khandu: કોણ છે પેમા ખાંડુ જેણે અરુણાચલ પ્રદેશમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી?

Tags :
Arunachal Pradesh Assembly Election 2024Congres Leader kumar waiiCongress LeaderElectionGujarat FirstKumar WaiiNPPPema Khandu
Next Article