Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેના વધારે બાળકો છે...PM મોદીની આ વાત પર કોંગ્રેસ કેમ ભડક્યું!

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ મૈનિફેસ્ટોમાં કહ્યું કે, તેઓ તમારી સંપત્તી તે લોકોમાં વહેંચી દેશે જેના વધારે બાળકો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની રેલીમાં કોંગ્રેસ પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું...
જેના વધારે બાળકો છે   pm મોદીની આ વાત પર કોંગ્રેસ કેમ ભડક્યું

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ મૈનિફેસ્ટોમાં કહ્યું કે, તેઓ તમારી સંપત્તી તે લોકોમાં વહેંચી દેશે જેના વધારે બાળકો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની રેલીમાં કોંગ્રેસ પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના મૈનિફેસ્ટો કહી રહ્યો છે કે, તે તમારી મહેનતની કમાણી તેવા લોકો વચ્ચે વહેંચી દેશે જેને વધારે બાળકો છે. કોંગ્રેસે વડાપ્રધઆન નરેન્દ્ર મોદીની વાતનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદી પોતાના અસત્ય વાતોથી ફરી એકવાર લોકોને હિન્દુ મુસ્લિમમાં વહેંચવા માંગે છે.

Advertisement

બાંસવાડાની રેલીમાં PM મોદીએ કોંગ્રેસને અર્બન નક્સલ ગણાવ્યા

બાંસવાડાની રેલીમાં વડાપ્રધાને કોંગ્રેસને અર્બન નક્સલ ગણાવતા કહ્યું કે, કોંગ્રેસના લોકો માતા અને બહેનોનાં સોનાનો હિસાબ લેશે અને પછી તેને વહેંચી દેશે. વડાપ્રધાને કહ્યું કે, પહેલા જ્યારે તેમની સરકાર હતી તો તેમણે કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસલમાનોનો છે. જેનો અર્થ છે કેતે લોકો સંપત્તિ એકત્ર કરીને કોની વચ્ચે વહેંચશે, જેના વધારે બાળકો છે તેની વચ્ચે વહેંચવામાં આવશે. ઘુસણખોરો વચ્ચે વહેંચશે. શું તમારી મહેનતની કમાણીના પૈસા ઘુણણખોરોને આપવામાં આવશે. આ તમને મંજુર છે? આ કોંગ્રેસનો મેનિફેસ્ટો કહી રહ્યો છે.કોંગ્રેસનો મેનીફેસ્ટો કહી રહ્યો છે કે, તેઓ માતાના સોનાનો હિસાબ કરશે, માહિતી એકત્ર કરશે અને તેમની સંપત્તી ઘુસણખોરો વચ્ચે વહેંચી દેશે. જેને મનમોહનસિંહજીની સરકારે કહ્યું હતું કે, સંપત્તિ પર પહેલો અધિકાર મુસલમાનોનો છે.

Advertisement

પહેલા તબક્કાના મતદાનથી નિરાશ છે પીએમ મોદી

વડાપ્રધાન મોદી પર વળતો પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલા તબક્કામાં મતદાન નિરાશા મળ્યા બાદ નરેન્દ્ર મોદી ખોટુ બોલવાનું સ્તર એટલું નીચે આવી ગયું છે કે, તેઓ ગભરાઇને જનતાને મુદ્દાઓ પરથી ભટકાવવા માંગે છે. કોંગ્રેસના ક્રાંતિકારી મેનિફેસ્ટોને મળી રહેલા અપાર સમર્થનના વલણ આવવાનું શરૂ થઇ ચુક્યું છે. દેશ હવે પોતાના મુદ્દાઓ પર મતદાન કરશે. પોતાના રોજગાર, પોતાના પરિવાર અને પોતાના ભવિષ્ય માટે મતદાન કરશે. ભારત ભટકશે નહી.

Advertisement

પીએમ મોદી પર ધ્રુવીકરણના આક્ષેપો

અનેક વિપક્ષી નેતાઓએ વડાપ્રધાનની સ્પીચની ક્લિપ શેર કરીને તેમના પર ધ્રુવીકરણ કરવાનો આક્ષેપ લગાવ્યોહ તો. વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની 2006 ની વાતનો ઉલ્લેખ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની 2006 ની વાતનો ઉલ્લેખ કર્યો હતો જે અંગે ત્યારે પણ બબાલ થઇ હતી. ત્યાર બાદ પીએમઓ તરફથી સ્પષ્ટીકરણ અપાયું અને કહેવાયું કે તેમના નિવેદનને ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે. ડૉ. મનમોહન સિંહે કહ્યું હતુ કે, કેટલીક સંસ્થાઓ પર પહેલો અધિકાર લઘુમતીનો છે. ખાસ કરીને મુસ્લિમો લઘુમતી છે. બાદમાં પીએમઓએ કહ્યું કે, લઘુમતીનો અર્થ એસસી, એસટી અને ઓબીસી, મહિલાઓ અને વંચિતોનોહ તો.

કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોનો બચાવ કર્યો

બાંસવાડાની રેલી બાદ વડાપ્રધાનની વાત અંગે કોંગ્રેસ અને ભાજપ નેતાઓ વચ્ચે વિવાદનો મુદ્દો બની ગયો. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, વડાપ્રધાન સામે પડકારો છે અને અમારા ઘોષણાપત્રમાં ક્યાંય પણ હિન્દુ મુસલિમાન લખ્યું હોય તો તે દેખાય છે. આ પ્રકારની માનસકિતા તમારા રાજનૈતિક સંસ્કારોમાં છે. અમે તોયુવાનો, મહિલા, ખેડૂત, આદિવાસી, મધ્યમવર્ગ, શ્રમિકોના ન્યાયની વાત કહી છે. તમને તેનો પણ વિરોધ છે.

Tags :
Advertisement

.