Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Heart Attack: આવું મોત કોને મળે? કવિતાનું પઠન કરતા કવિ અચાનક ઢળી પડ્યા અને પછી...

Heart Attack: અત્યારે હદય રોગ નો હુમલાથી ઘણા લોકોના મોત થઈ રહ્યા છે. દિન-પ્રતિદિન આવા સમાચારો સામે આવતા હોય છે હમણાં ઘણા દિવસ પહેલા જ રામલીલાના મંચ પર હનુમાનનો રોલ ભજવી રહેલા વ્યક્તિનું મોત થઈ ગયું હતું. અત્યારે પણ એવા...
heart attack  આવું મોત કોને મળે  કવિતાનું પઠન કરતા કવિ અચાનક ઢળી પડ્યા અને પછી

Heart Attack: અત્યારે હદય રોગ નો હુમલાથી ઘણા લોકોના મોત થઈ રહ્યા છે. દિન-પ્રતિદિન આવા સમાચારો સામે આવતા હોય છે હમણાં ઘણા દિવસ પહેલા જ રામલીલાના મંચ પર હનુમાનનો રોલ ભજવી રહેલા વ્યક્તિનું મોત થઈ ગયું હતું. અત્યારે પણ એવા જ સમાચાર સામે આવ્યાં છે. ઉત્તરાખંડમાં એક કવિ સભા યોજાઈ હતી. જેમાં પ્રખ્યાત કવિઓને આમંત્રીત કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન મંચ પર કવિતાનું પઠન કરતા કરતા કવિ ત્યાં જ ઢળી પડ્યા અને ત્યાં જ તેમનું મોત થઈ ગયું હતું.

Advertisement

વૃદ્ધ કવિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં, કવિતા પઠન માટે ઉભા કરાયેલા સ્ટેજ પર કવિતા સંભળાવતી વખતે એક વૃદ્ધ કવિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું અને તેમના મૃત્યુનો આ લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે, પતંનગર કૃષિ વિશ્વવિદ્યાલયના ડો.બીબી સિંહ સભાગારમાં 28 જાન્યુઆરીએ કવિ સભા અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધા કવિઓને આમંત્રીત પણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સુરક્ષા અભિયાનના ભારતીય વીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

કંઈ સમજે તે પહેલા માઈક લઈને સ્ટેજ પર પડી ગયા

વીડિયોમાં જોઈ શકાય છે કે 75 વર્ષીય કવિ સુભાષ ચતુર્વેદી સ્ટેજ પર એક કવિતા સંભળાવી રહ્યા છે. કવિતાનું પઠન કરતી વખતે કવિ સુભાષ ચતુર્વેદી અચાનક માઈક પકડીને ઠોકર ખાવા લાગે છે. કોઈ કંઈ સમજે તે પહેલા તેઓ માઈક લઈને સ્ટેજ પર પડી ગયા. સ્ટેજ પર બેઠેલા કંડક્ટર અને અન્ય કવિઓ પણ જોતા જ રહે છે. સુભાષ ચતુર્વેદી સ્ટેજ પર પડતાની સાથે જ હંગામો મચી ગયો. કવિ સુભાષ ચતુર્વેદીને તરત જ સ્ટેજ પરથી હોસ્પિટલ લઈ જવામાં આવે છે, જ્યાં ડૉક્ટરોએ કવિને મૃત જાહેર કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો: દિલ્હી પોલીસના વેરહાઉસમાં ભીષણ આગ, 450 વાહનો બળીને ખાખ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement
Tags :
Advertisement

.