CM આતિશીએ એવી શું જાહેરાત કરી કે ખુશ થઇ ગયા દિલ્હીવાસી?
- છઠ પૂજા માટે દિલ્હી સરકારે જાહેર રજા આપી
- દિવાળી બાદ હવે છઠ તહેવારની તૈયારીઓ
- છઠ પૂજાની ઉજવણી માટે 7 નવેમ્બરે જાહેર રજા
- દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નરની અપીલ બાદ જાહેર રજા
- છઠ તહેવારના અવસર પર CM આતિશીની મોટી જાહેરાત
- છઠ તહેવાર માટે દિલ્હી સરકારે જાહેર રજા માટે મંજૂરી આપી
Delhi CM Atishi : ભારતમાં હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં દિવાળીનો તહેવાર (Diwali Festival) ધામધૂમથી ઉજવાયો, અને હવે દેશભરમાં છઠ મહા તહેવારની તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીમાં છઠ પૂજાનો ખાસ મહત્ત્વ છે, અને આ તહેવારમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. આ તહેવારની વિશેષતા અને લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને, દિલ્હીના મુખ્યમંત્રી આતિશી (CM Atishi) એ છઠ પૂજા નિમિત્તે 7 નવેમ્બરે જાહેર રજાની જાહેરાત કરી છે.
CM આતિષીએ શું કહ્યું?
દિલ્હીના CM આતિશીએ છઠ પૂજાની રજાઓને લઈને મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું- "દિલ્હી NCTના લોકો માટે છઠ પૂજા એક મહત્વપૂર્ણ તહેવાર છે. તેથી, દિલ્હી સરકારે 'છઠ પૂજા'ના અવસર પર 7 નવેમ્બર 2024ને જાહેર રજા તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો છે."
Delhi CM Atishi writes to Chief Secretary regarding Chhath Pooja holiday
“Chhat Pooja is an important festival for the people of NCT of Delhi. Accordingly, Government of NCT of Delhi has decided to declare 7th November 2024 as Public Holiday on account of 'Chhat Pooja'.” pic.twitter.com/rTTgOVNyKO
— ANI (@ANI) November 1, 2024
LG એ અપીલ કરી હતી
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી આતિશીને પત્ર લખીને છઠ તહેવારના ત્રીજા દિવસે 7 નવેમ્બરને પૂર્ણ-સમયની રજા તરીકે જાહેર કરવાની વિનંતી કરી હતી. જણાવી દઈએ કે હાલમાં દિલ્હી સરકાર દ્વારા 7 નવેમ્બરને પ્રતિબંધિત રજા જાહેર કરવામાં આવી છે.
લેફ્ટનન્ટ ગવર્નરે શું કહ્યું?
દિલ્હીના મુખ્યમંત્રીને લખેલા પોતાના પત્રમાં LG વીકે સક્સેનાએ લખ્યું હતું - "પ્રિય આતિશી જી, થોડા દિવસોમાં આપણે છઠની ઉજવણી કરીશું. આસ્થાનો આ મહાન તહેવાર 04 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં ત્રીજો દિવસ જ્યારે સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પિત કરવામાં આવે છે તે સૌથી મહત્વપૂર્ણ છે. આ વર્ષે 07 નવેમ્બરના રોજ આવતા આ દિવસને પહેલાથી જ પ્રતિબંધિત રજા તરીકે જાહેર કરવામાં આવે છે. હું વિનંતી કરું છું કે સરકાર 07 નવેમ્બર, 2024 (ગુરુવાર)ને પૂર્ણ-સમયની રજા તરીકે જાહેર કરે અને તેને લગતી ફાઇલ શક્ય તેટલી વહેલી તકે મોકલવામાં આવે."
આ પણ વાંચો: Delhi માં આ વખતે 10 વર્ષમાં સૌથી વધુ અકસ્માતો, ફાયર બ્રિગેડને 12 કલાકમાં 318 કોલ મળ્યા