Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

WEST BENGAL : સોનચુરામાં ચૂંટણી હિંસામાં ભાજપના મહિલા કાર્યકર્તાનું મોત, 7 કામદારો પણ થયા ઘાયલ

WEST BENGAL : ચૂંટણીના સમાય દરમિયાન ઘણી વખત જુથ અથડામણની ઘટના સામે આવી હોય છે. કેટલીક વાર આ ચૂંટણી હિંસા એટલી ઉગ્ર બની જતી હોય છે કે, તેમા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. હવે પશ્ચિમ બંગાળમાંથી પણ તેવી...
09:55 AM May 23, 2024 IST | Harsh Bhatt

WEST BENGAL : ચૂંટણીના સમાય દરમિયાન ઘણી વખત જુથ અથડામણની ઘટના સામે આવી હોય છે. કેટલીક વાર આ ચૂંટણી હિંસા એટલી ઉગ્ર બની જતી હોય છે કે, તેમા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. હવે પશ્ચિમ બંગાળમાંથી પણ તેવી જ એક ઘટના હાલ સામે આવી રહી છે. રાજ્યના નંદીગ્રામના સોનચુરામાં ચૂંટણી હિંસા થઈ હતી. ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો એકબીજા સાથે અથડાયા હતા. અથડામણ એટલી ઉગ્ર હતી કે, ભાજપની એક મહિલા કાર્યકરને ગંભીર ઈજા થઈ હતી.ઈજાગ્રસ્ત મહિલાને તેના સાથીદારોએ તરત જ હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

સોનચુરામાં ચૂંટણી હિંસામાં ભાજપ કાર્યકર્તાનું મોત

પશ્ચિમ બંગાળના ( WEST BENGAL ) નંદીગ્રામના સોનચુરામાં ચૂંટણી હિંસામાં ભાજપ એક મહિલા કાર્યકર્તાના મોતની સાથે અથડામણમાં 7 કામદારો પણ ઘાયલ થયા છે. આ ઘટના અંગેની જાણ પોલીસને થતાં જ નંદીગ્રામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ચૂંટણી હિંસાનો કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

મતદાન દિવસે ઘણી જગ્યા ઉપર થઈ હતી હિંસા

20 મી મે ના રોજ દેશમાં પાંચમા તબક્કાનું મતદાન થયું હતું. આ ચૂંટણી હિંસાની ઘટના પણ એ જ દિવસે બની હોવાનું હાલ સામે આવ્યું છે. 5માં તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ અથડામણ અને હિંસા થઈ હતી. પશ્ચિમ બંગાળમાં બેરકપુર, બોનગાંવ અને આરામબાગમાં ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. વધુમાં હાવડા લોકસભા મતવિસ્તારમાં હિંસાના છૂટાછવાયા બનાવો બન્યા હતા. લીલુઆ વિસ્તારમાં ભાજપે ટીએમસી કાર્યકર્તાઓ પર વોટિંગ રોકવાનો આરોપ લગાવ્યો છે.

અથડામણ અને હિંસા છત્તા 5માં તબક્કામાં સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં

ઉલ્લેખનીય છે કે, અથડામણ અને ચૂંટણી હિંસા છતાં, 5માં તબક્કામાં સૌથી વધુ 57.42 ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં ( WEST BENGAL ) થયું હતું. 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે 20 મેના રોજ મતદાન થયું હતું.

આ પણ વાંચો : Pramod Krishnan: રાહુલ મહાપુરુષ છે, તે ગાંધીજીનું સપનું…..

Tags :
BJP VOULNTEER DEADDeathfightHAVDAloksabha 2024NationalPOLITICAL VIOLANCESONCHURAWest Bengal
Next Article