Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

West Bengal violence: વક્ફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી, વિરોધીઓએ કર્યો પથ્થરમારો

પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસા પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો પોલીસ વાહનોને આગ ચાંપી   West Bengal violence: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રઘુનાથગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરપુર-બાનીપુર વિસ્તારમાં વકફ બિલ (Waqf Bill protest)પાછું ખેંચવાની માંગણી સાથે ચાલી રહેલા...
west bengal violence  વક્ફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી  વિરોધીઓએ કર્યો પથ્થરમારો
Advertisement
  • પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસા
  • પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો
  • પોલીસ વાહનોને આગ ચાંપી

West Bengal violence: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રઘુનાથગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરપુર-બાનીપુર વિસ્તારમાં વકફ બિલ (Waqf Bill protest)પાછું ખેંચવાની માંગણી સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લીધો. થોડી જ વારમાં વિરોધીઓએ હિંસાનો (West Bengal violence)આશરો લીધો. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૧૨ ને બ્લોક કરી દીધો. આ દરમિયાન બે પોલીસ વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો.

Advertisement

પોલીસ ટીમ પર હુમલો

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસા શરૂ થઈ ગઈ છે. મુર્શિદાબાદમાં ૬૬ ટકાથી વધુ વસ્તી મુસ્લિમ છે. દરમિયાન, મુર્શિદાબાદમાં આ વિરોધ પ્રદર્શન દરમિયાન, પોલીસ વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે અને મોટા પાયે આગચંપી કરવામાં આવી છે. આ વિસ્તારમાં પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. જ્યારે પોલીસ પ્રદર્શનકારીઓને રોકવા ગઈ ત્યારે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો. અહીં મુર્શિદાબાદના જાંગીપુરમાં, વક્ફ કાયદા સામેનો વિરોધ હિંસક બની રહ્યો છે. પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી.

Advertisement

આ પણ  વાંચો -2008 Jaipur Blast કેસમાં ઐતિહાસિક ચુકાદો,4 આતંકીઓને ફટકારી આકરી સજા

અનેક વાહનોમાં આગ લાગી

હકીકતમાં, જાંગીપુર પીડબ્લ્યુડી ગ્રાઉન્ડથી વક્ફ એક્ટ પાછો ખેંચવાની માંગણી સાથે એક વિરોધ કૂચ કાઢવામાં આવી હતી. જ્યારે સરઘસ જાંગીપુરથી ઉમરપુર તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૨ ને અવરોધવા માટે આગળ વધ્યું, ત્યારે પોલીસે તેમને અટકાવ્યા. આ પછી વિવાદ શરૂ થયો. વિરોધ કરી રહેલા લોકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કરી દીધો. વિરોધ કરી રહેલા લોકોએ પોલીસ વાહનમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી. હાલમાં પોલીસ પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ  વાંચો-PFI Chargesheet : કેરળ બાદ આ રાજયમાં યોગ ટ્રેનિંગના નામે ચાલતી હતી આતંકની ફેક્ટરી, વિસ્ફોટક ખુલાસા!

અથડામણમાં અનેક ઘાયલની આશંકા

અથડામણમાં અનેક ઘાયલ થવાની આશંકા આ હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. જેમાં અમુક પોલીસકર્મી પણ સામેલ છે. અથડામણ બાદ વિસ્તારમાં તણાવ વધ્યો છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સરકારે પણ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. તેમજ અફવાઓ પર ધ્યાન ન આપવા પણ સલાહ આપી છે. બીજી તરફ પ્રદર્શનકારોએ સ્પષ્ટતા કરી છે કે, જ્યાં સુધી વક્ફ સંશોધન કાયદો પાછો લેવામાં આવશે નહીં, ત્યાં સુધી અમે વિરોધ કરતાં રહીશું.

Tags :
Advertisement

Trending News

.

×