Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

West Bengal Violence : પશ્ચિમ બંગાળમાં ફરી શરૂ થઇ હિંસા! BJP કાર્યાલય પર થયો હુમલો

West Bengal Violence : લોકસભાની ચૂંટણીનું પરિણામ (Lok Sabha Election Result) આવી ગયું છે ત્યારે આજે પણ કથિત રીતે પશ્ચિમ બંગાળમાં જે હિંસા (Violence) શરૂ થઇ હતી તે આજે પણ શાંત થવાનું નામ નથી લઇ રહી. 5 જૂને લોકસભા ચૂંટણીના...
west bengal violence   પશ્ચિમ બંગાળમાં ફરી શરૂ થઇ હિંસા  bjp કાર્યાલય પર થયો હુમલો

West Bengal Violence : લોકસભાની ચૂંટણીનું પરિણામ (Lok Sabha Election Result) આવી ગયું છે ત્યારે આજે પણ કથિત રીતે પશ્ચિમ બંગાળમાં જે હિંસા (Violence) શરૂ થઇ હતી તે આજે પણ શાંત થવાનું નામ નથી લઇ રહી. 5 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં હિંસા (Violence) ની ઘટનાઓ નોંધાઈ હતી. સતત થઇ રહેલી હિંસક ઘટનાઓમાં તાજુ નામ દુર્ગાપુર અને બર્ધમાન (Durgapur and Bardhaman) નું જોડાયું છે. અહીં BJP અને TMC ના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા શરૂ થઇ હતી.

Advertisement

પશ્ચિમ બંગાળમાં હિંસા

મળી રહેલી માહિતી અનુસાર, વર્ધમાનમાં ભાજપ જિલ્લા કાર્યાલય પર TMC કાર્યકર્તાઓએ કથિત રીતે હુમલો કર્યો હતો. ભાજપનો આરોપ છે કે આજે મોટી સંખ્યામાં TMC કાર્યકર્તાઓએ લાકડીઓ અને પથ્થરોથી જિલ્લા કાર્યાલય પર હુમલો કર્યો. આ દરમિયાન ભાજપ કાર્યાલય પર પથ્થરમારો કરવા સાથે બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ હુમલામાં ભાજપના ત્રણ કાર્યકર્તાઓ ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ઘટનાને લઈને વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. ગુરુવારે સવારે દુર્ગાપુરમાં ભાજપના ધારાસભ્યની પાર્ટી ઓફિસમાં પણ તોડફોડની તાજી ફરિયાદો મળી હતી. દુર્ગાપુર ઇસ્પાત નગરમાં આર્ટિલરી રોડ પર ધારાસભ્યની ઓફિસમાં કથિત રીતે તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી. દુર્ગાપુર પશ્ચિમના ધારાસભ્ય લક્ષ્મણ ઘરુઈએ આરોપ લગાવ્યો કે ચૂંટણી જીત્યા બાદ તૃણમૂલ સમર્થિત બદમાશો તેમના વિવિધ કાર્યકર્તાઓને ત્રાસ આપી રહ્યા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્યની પાર્ટી ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી અને અનેક મૂલ્યવાન દસ્તાવેજો લૂંટી લેવામાં આવ્યા હતા.

Advertisement

ભાજપનો પશ્ચિમ બંગાળ સરકાર પર આક્ષેપ

સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને ભાજપના નેતા સુભેન્દુ અધિકારીએ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને અપીલ કરી છે. શુભેન્દુએ પત્ર લખીને રાજ્યપાલને બંગાળના તે તમામ વિસ્તારોની મુલાકાત લેવા વિનંતી કરી છે જ્યાંથી ચૂંટણી પછી હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. શુભેન્દુએ રાજ્યપાલને લખેલા તેમના પત્રમાં તેમને વિનંતી કરી હતી કે તેઓ મતદાન પછીની હિંસાથી પ્રભાવિત તમામ વિસ્તારોની મુલાકાત લે અને કોઈનું મૃત્યુ ન થાય તેની ખાતરી કરે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં થયેલી ભયાનક હિંસાનો ઉલ્લેખ કરતા તેમણે એમ પણ કહ્યું કે રાજ્યપાલ એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ કે 2021ની ચૂંટણી પછી જે ભયંકર હિંસા થઈ હતી તે ફરી ન બને. આ સાથે તેમણે કહ્યું કે, રાજ્યમાં CRPFના જવાનો તૈનાત છે પરંતુ બગડતી પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી, જ્યાં શાસક સરકારના "ગુંડાઓ" ભાજપના કાર્યકરોને નિશાન બનાવી રહ્યા છે.

TMC એ આરોપો પર આપ્યો વળતો જવાબ

ભાજપના કાર્યકરોના TMC પર આરોપ બાદ તૃણમૂલ નેતૃત્વએ આ ઘટનાને સખત રીતે નકારીને વળતો પ્રહાર કર્યો હતો. પૂર્વ જિલ્લા પ્રમુખ ઉત્તમ મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે ભાજપમાં ઉપરથી નીચે સુધીની તમામ નેતાગીરી જૂથવાદનો શિકાર છે. પરિણામ એ આવ્યું કે ભાજપ ફસાઈ ગઈ. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ બધી લૂંટ ભાજપ દ્વારા લાવવામાં આવેલા બહારના લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા છે.

Advertisement

આ પણ વાંચો - Ghaziabad: ગાઝિયાબાદમાં AC માં બ્લાસ્ટ, બે માળ આગની ચપેટમાં ,જુઓ Video

આ પણ વાંચો - Noida Viral Video: નોઈડા હાઈવે પર જીવલેણ કાર સ્ટંટ કરતો યુલક, નોઈડા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

Tags :
Advertisement

.