Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Indian Oil ગેસની પાઈપલાઈ લીક થતાં યમુના નદીમાં ઉછળ્યા મોજા, જૂઓ video

યુપીના બાગપત જિલ્લાના જાગોશ ગામમાં યમુના નદીની વચ્ચે ઈન્ડિયન ઓઈલ કંપનીની ગેસ પાઈપલાઈન લીક થઈ હતી. ગેસની પાઈપલાઈન લીકના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ...
02:58 PM Jul 26, 2023 IST | Hiren Dave

યુપીના બાગપત જિલ્લાના જાગોશ ગામમાં યમુના નદીની વચ્ચે ઈન્ડિયન ઓઈલ કંપનીની ગેસ પાઈપલાઈન લીક થઈ હતી. ગેસની પાઈપલાઈન લીકના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ આસપાસના લોકોને એલર્ટ કર્યા હતા. આ સાથે ગેસ કંપનીના લોકોને પણ માહિતી આપવામાં આવી છે. વીડિયોમાં પાઈપલાઈન ફાટ્યા બાદ પાણીનો ઉંચો ફુવારો ઉછળતો જોઈ શકાય છે.

મળતી માહિતી અનુસાર યમુનામાંથી પસાર થતી પાણીપત-દાદરી ગેસ પાઈપલાઈન છપૌલી પોલીસ સ્ટેશનના જગોશ ગામ પાસે  અચાનક જ લીક  થઈ  હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, સિંચાઈ વિભાગ અને જિલ્લાના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના બાદ હાલ માટે ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.ત્યારે બીજી  તરફ સ્થિતિ જોઈને રીફાઈનરી સાથે તાત્કાલિક વાત કરવામાં આવી હતી. જે બાદ ગેસનું પ્રેશર ઓછું કરી લીકેજ ઘટાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બાદમાં ગેસનો પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે અચાનક ગેસ લીકેજ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે યમુનામાં પાણીના ઝડપી પ્રવાહમાં પથ્થર અથડાવાને કારણે પાઇપલાઇન લીક થઈ  હતી

સોશિયલ  મીડિયામાં  થયો  વાયરલ 

ગેસ પાઈપલાઈન લીક થયા બાદ યમુના નદીમાં પાણીનો ઉછાળો જોવા માટે ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. યમુના નદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં પાણીના ઊંચા મોજા ઉછળતા જોઈ શકાય છે. નદીની વચ્ચોવચ ગેસ પાઈપલાઈન ફાટતાં ચારેબાજુ અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

આ પણ  વાંચો-ધોધમાર વરસાદથી દિલ્હી મુશ્કેલી વધી, હવામાન વિભાગની મોટી આગાહી

 

Tags :
Indian Oilviral videoYamuna river
Next Article