વકફ પેનલે NDA ના તમામ સુધારાઓનો સ્વિકાર કર્યો, વિપક્ષની તમામ માંગનો અસ્વિકાર
- વિપક્ષની એક પણ ભલામણનો સ્વિકાર કરવામાં નથી આવ્યો
- એનડીએના સાથી સાંસદો દ્વારા સુચવાયેલી બાબતોનો સ્વિકાર
- વકફ અંગેની સમિતીનું નેતૃત્વ જગદમ્બિકા પાલ કરી રહ્યા છે
નવી દિલ્હી : વકફ સંશોધન વિધેયક 2024 પર સંયુક્ત સંસદીય સમિતીની બેઠકમાં NDA ના સુચવેલા ફેરફારોને મંજૂરી મળી ગઇ, જ્યારે વિપક્ષે ભલામણોને ફગાવી દીધી હતી. વિપક્ષે આ નિર્ણયને સરમુખત્યાર ગણાવ્યો છે.
વકફ સંશોધન વિધેયક માટે બની છે સંયુક્ત સંસદીય સમિતી
વકફ સંશોધન વિધેયક 2024 (Waqf (Amendment) Bill 2024) ની તપાસ માટે બનેલી સંયુક્ત સંસદીય સમિતીની બેઠક સોમવારે થઇ. આ દરમિયાન કેન્દ્રમાં સત્તાધારી ગઠબંધન NDA ના સાંસદો દ્વારા દર્શાવાયેલા તમામ સુધારાઓનો સ્વિકાર કરવામાં આવ્યો. બીજી તરફ વિપક્ષી દળોના સાંસદો દ્વારા સુચવાયેલા એક પણ સંશોધનને મંજૂરી નથી મળી.
આ પણ વાંચો : બિનકાયદેસર પ્રવાસીઓની શોધ, ન્યૂયોર્ક, ન્યૂજર્સીના ગુરૂદ્વારમાં પહોંચ્યા અધિકારી
ભાજપ સાંસદ જગદમ્બિકા પાલ છે સમિતીના વડા
સંસદીય સમિતીનું નેતૃત્વ ભાજપ સાંસદ જગદમ્બિકા પાલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, વિધેયકના 14 ખંડોમાં NDA સભ્યો દ્વારા રજુ કરાયેલા સંશોધનોનો સ્વિકાર કરવામાં આવ્યો છે. હાલના વકફ કાયદામાં પ્રાવધાન છે કે જો કોઇ સંપત્તિનો ઉપયોગ ધાર્મિક કામમાં થઇ રહ્યો છે તો યુઝર દ્વારા તેના વકફના આધારે સવાલ ઉઠાવી શકાય નહીં. નવા કાયદામાં તેને છોડી દેવામાં આવશે.
સાથી પક્ષોએ સુચવેલા તમામ સુધારા મંજૂર
કેટલાક સંશોધનોમાં જિલ્લા મેજીસ્ટ્રેટ સાથે રાજ્ય સરકારના અધિકારીને પણ કેટલાક નિશ્ચિત ભૂમિકા માટે નિયુક્ત કરવા માટેની પરવાનગી આપવાની વાત કરવામાં આવી છે. આ સાથે જ વકફ ન્યાયાધિકરણના સભ્યોની સંખ્યા બેથી વધારીને ત્રણ કરવા માટે કહેવામાં આવ્યું છે. સોમવારે ખંડ દર ખંડ મતદાનમાં NDA ના 10 વિપક્ષી સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. વિધેયકના તમામ 44 ખંડો પર વિપક્ષના સંશોધનેને 10:16 બહુમતથી હરાવી દેવામાં આવ્યું.
આ પણ વાંચો : Mahakumbh 2025 : પ્રયાગરાજથી મહાકુંભનું મહાકવરેજ કરતા વિદેશી નાગા સાધુ ખાસ વાત
કલ્યાણ બેનર્જીએ કહ્યું કે થઇ છે સરમુખત્યારશાહી
JPC ની જાહેરાત કરી કે મુસદ્દા રિપોર્ટ 28 જાન્યુઆરીને વહેંચવામાં આવશે. તેને 29 જાન્યુઆરીએ અપનાવાશે. વિપક્ષી સાંસદોએ બેઠકની કાર્યવાહીની ટીકા કરી. તેને લોકશાહી પ્રક્રિયાનું અપમાન ગણાવ્યું છે. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, બેઠકમાં જે કાંઇ પણ થયું તે હાસ્યાસ્પદ છે. અમારી વાત સાંભળવામાં આવી નથી. સરમુખત્યાર રીતે કામ કરવામાં આવ્યું.
આ પણ વાંચો : Prayagraj: ‘હિંદુઓની એકતા એટલે રાષ્ટ્રની સુરક્ષાની ગેરંટી’ મહાકુંભમાં આવેલા જૈન અને શિખ સંતનું મહત્વનું નિવેદન