Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shocking! વક્ફ બોર્ડ પાસે દુનિયાના 45 થી વધુ દેશ જેટલી છે જમીન

વક્ફ બોર્ડની મિલકત: વિશ્વના નકશા પર 45 દેશોથી વધુ વિસ્તાર ધરાવે છે વક્ફ બોર્ડ 3804 કિમી જમીન ધરાવતું વક્ફ બોર્ડ કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બોર્ડ કાયદા (Waqf Board Act) માં સુધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ દેશવાસીઓને તે વાતની...
shocking  વક્ફ બોર્ડ પાસે દુનિયાના 45 થી વધુ દેશ જેટલી છે જમીન
  • વક્ફ બોર્ડની મિલકત: વિશ્વના નકશા પર
  • 45 દેશોથી વધુ વિસ્તાર ધરાવે છે વક્ફ બોર્ડ
  • 3804 કિમી જમીન ધરાવતું વક્ફ બોર્ડ

કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બોર્ડ કાયદા (Waqf Board Act) માં સુધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ દેશવાસીઓને તે વાતની ખબર પડી જે ભાગ્યે જ કોઇને પહેલી ખબર હતી. લોકોને તે જાણીને આશ્ચર્ય થયું કે વક્ફ બોર્ડ (Waqf Board) અસંખ્ય સંપત્તિની માલિક છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ભારતીય વક્ફ બોર્ડ પાસે અન્ય દેશોના વક્ફ બોર્ડ (Waqf Board) કરતાં અનેક ગણી વધુ સંપત્તિ અને સત્તા છે. આ હકીકતને લઈને દેશના લોકોમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદભવ્યા છે. આટલી વિશાળ સંપત્તિનું સંચાલન કઈ રીતે થાય છે? શું આ સંપત્તિનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થાય છે? શું આ સંપત્તિ પર કોઈ અતિક્રમણ થયું છે? આ પ્રશ્નોના જવાબો મેળવવા માટે સરકાર અને વક્ફ બોર્ડને વધુ પારદર્શક બનવું જરૂરી છે તે પણ ચર્ચા થઇ રહી છે.

Advertisement

વકફ બોર્ડ પાસે વિશ્વના 45 દેશો કરતાં વધુ જમીન

ભારતમાં વકફ બોર્ડ પાસે વિશાળ પ્રમાણમાં જમીન અને અન્ય મિલકતો હોવાનું સામે આવ્યું છે, જે દેશના અનેક લોકો માટે આશ્ચર્યજનક છે. આ હકીકત કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બોર્ડ કાયદામાં સુધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે સામે આવી હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર, ભારતનું વક્ફ બોર્ડ વિશ્વના ઘણા નાના દેશો કરતાં પણ વધુ જમીન ધરાવે છે. એક આંકડા અનુસાર, રેલવે, ડિફેન્સ અને કેથોલિક ચર્ચ બાદ દેશમાં સૌથી વધુ જમીન વક્ફ બોર્ડ પાસે છે. એક અંદાજ મુજબ, વકફ બોર્ડ પાસે દેશમાં લગભગ 3804 ચોરસ કિલોમીટર જેટલી જમીન છે. આ વિશ્વના લગભગ 45 દેશોના વિસ્તાર કરતા વધુ છે. ઉદાહરણ તરીકે, સમોઆ 2803, મોરેશિયસ 2007, હોંગકોંગ 1114, બહેરીન 787 અને સિંગાપોર માત્ર 735 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. વકફ બોર્ડની જમીન આના કરતાં ઘણી વધારે છે.

વકફ બોર્ડ પાસેની આટલી વિશાળ સંપત્તિને લઈને અનેક પ્રશ્નો ઉદભવ્યા છે

  • આ સંપત્તિનો ઉપયોગ કઈ રીતે થાય છે?
  • શું આ સંપત્તિ સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવે છે?
  • શું આ સંપત્તિ પર કોઈ અતિક્રમણ થયું છે?
  • વકફ બોર્ડની કામગીરી પારદર્શી છે કે નહીં?

વક્ફ પ્રોપર્ટી હંમેશા માટે તેમની રહે છે

ધાર્મિક માન્યતા મુજબ, એકવાર મિલકત વક્ફને સમર્પિત થઈ જાય, તે કાયમ માટે વક્ફની બની જાય છે, તેમાં કોઈ ફેરફાર કરવાની જોગવાઈ નથી અને ન તો કોઈને તે કરવાનો અધિકાર છે.

Advertisement

વક્ફની આવક કોણ લઈ શકે?

જે વ્યક્તિ વક્ફ બનાવે છે તે પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે છે કે તે મિલકતમાંથી થતી આવકનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ. તે ગરીબો અને જરૂરિયાતમંદો પર ખર્ચ કરી શકાય છે, મસ્જિદો અને અન્ય ધાર્મિક સંસ્થાઓ પર ખર્ચ કરી શકાય છે, શિક્ષણ પર ખર્ચ કરી શકાય છે અથવા અન્ય સખાવતી કાર્યો માટે વાપરી શકાય છે.

1995ના કાયદામાં સુધારો કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર

ઉલ્લેખનીય છે કે, વક્ફ બોર્ડની મિલકતો અને તેની અપાર સત્તાઓને લઈને અવારનવાર વિવાદો થતા રહે છે, તેથી મોદી સરકારે વક્ફ બોર્ડની પાંખો કાપવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે મોદી સરકાર વક્ફ બોર્ડને સંચાલિત કરતા 1995ના કાયદામાં સુધારો કરવા માટે સંસદમાં એક બિલ લાવવા જઈ રહી છે જેથી કરીને તેમના કામકાજમાં વધુ જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરી શકાય અને મહિલાઓને આ સંસ્થાઓમાં ફરજિયાત ભાગીદારી મળી શકે. જો કે સરકાર ઉમદા ઈરાદા સાથે બિલ લાવી રહી છે, પરંતુ વિપક્ષી પાર્ટીઓ, ખાસ કરીને વોટ બેંકની રાજનીતિ કરનારાઓ મોદી સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો:  WAQF BOARD ના અધિકારો પર લાગશે લગામ? BILL પાસ થયું તો દેશમાં...

Tags :
Advertisement

.