Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vinod Upadhyay : UPમાં STF ની મોટી કાર્યવાહી, કુખ્યાત ગેંગસ્ટર વિનોદ ઉપાધ્યાયનું એન્કાઉન્ટર

ઉત્તરપ્રદેશના (UP) સુલતાનપુરથી (Sultanpur) એક મોટા સમાચાર આવ્યા છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક લાખના ઇનામી આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર વિનોદ ઉપાધ્યાય (Vinod Upadhyay) નું એન્કાઉન્ટર કર્યું છે. ગોરખપુર પોલીસે (Gorakhpur Police) વિનોદ કુમાર ઉપાધ્યાય પર 1 લાખ રૂપિયાનું...
08:28 AM Jan 05, 2024 IST | Vipul Sen

ઉત્તરપ્રદેશના (UP) સુલતાનપુરથી (Sultanpur) એક મોટા સમાચાર આવ્યા છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક લાખના ઇનામી આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર વિનોદ ઉપાધ્યાય (Vinod Upadhyay) નું એન્કાઉન્ટર કર્યું છે. ગોરખપુર પોલીસે (Gorakhpur Police) વિનોદ કુમાર ઉપાધ્યાય પર 1 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.

જણાવી દઈએ કે, વિનોદ ઉપાધ્યાય (Vinod Upadhyay) નું નામ યુપીના ટોપ-10 માફિયાઓની યાદીમાં સામેલ હતું. શુક્રવારે વહેલી સવારે, સુલતાનપુર જિલ્લામાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ STF ટીમનું નેતૃત્વ DSP દીપક સિંહ કરી રહ્યા હતા. પોલીસ સાથેના ગોળીબારમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અહેવાલ અનુસાર, વિનોદ ઉપાધ્યાય એક કુખ્યાત ગેંગસ્ટર હતો તે એક શાર્પ શૂટર હતો અને તેણે પોતાની એક સંગઠિત ગેંગ બનાવી હતી. વિનોદ ઉપાધ્યાયે ગોરખપુર, બસ્તી, સંત કબીરનગરમાં અનેક હત્યાની ઘટનાઓને અંજામ આપ્યો હતો.

સૌજન્ય - આજતક

ગેંગસ્ટર સામે 35થી વધુ કેસ

માહિતી મુજબ, ગોરખપુર, બસ્તી અને સંત કબીરનગરમાં વિનોદ ઉપાધ્યાય (Vinod Upadhyay) વિરુદ્ધ 35થી વધુ કેસ નોંધાયેલા હતા, પરંતુ તેણે કોઈ પણ કેસમાં સજા થઈ નહોતી. એસટીએફ અને ગોરખપુર ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 7 મહિનાથી વિનોદ ઉપાધ્યાયની શોધખોળ કરી રહી હતી. વિનોદ ઉપાધ્યાયનું નામ યુપીના ગેંગસ્ટરની ટોપ-10 લિસ્ટમાં સામેલ હતું. વિનોદ ઉપાધ્યાય અયોધ્યા જિલ્લાના પુરવાનો રહેવાસી હતો અને ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગોરખપુર પોલીસે તેના પર રૂ. 1 લાખનું ઇનામ જાહેર કર્યું હતું.

આ પણ વાંચો - Rajasthan : PM મોદી 3 દિવસીય રાજસ્થાનના પ્રવાસે, અમિત શાહ-અજીત ડોભાલ પણ જશે, જાણો વિગત

Tags :
GorakhpurGujarat FirstGujarati NewsSultanpurUP STFVinod UpadhyayVinod Upadhyay Ancounter
Next Article