Pahalgam Attack: પહેલગામ મેદાનમાં આતંકવાદીઓનો તબાહી મચાવતો વીડિયો આવ્યો સામે
- આતંકવાદીઓનો તબાહી મચાવતો વીડિયો આવ્યો સામે
- આતંકીઓ લોકો પર ગોળીઓ ચલાવતા જોવા મળ્યા
- આતંકવાદીઓએ 26 લોકોની નિર્દયતાથી હત્યા કરી
Pahalgam Attack: પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળીને હુમલા પહેલા વિસ્તારની રેકી કરી હતી. હુમલાખોરોએ હુમલા માટે બૈસરન પસંદ કર્યું કારણ કે આ વિસ્તારમાં સુરક્ષા દળોની તૈનાતી નહોતી.
આતંકવાદી હુમલાનો વીડિયો સામે આવ્યો
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ દુઃખી છે. આ દરમિયાન, આતંકવાદી હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ તબાહી મચાવતા જોઈ શકાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આતંકવાદીઓના હાથમાં ઓટોમેટિક ગન છે અને તેઓ પહેલગામના મેદાનમાં પ્રવાસીઓ પર હુમલો કરી રહ્યા છે. આ હુમલામાં આતંકવાદીઓએ 26 લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી અને અનેક લોકોને ઘાયલ કર્યા હતા.
A heartbreaking video has emerged showing terrorists wreaking havoc in Pahalgam, Jammu and Kashmir.#PahalgamTerroristAttack #pahalgamattack #PahalgamTerrorAttack #JammuKashmirAttack pic.twitter.com/Tt7IGXRgGQ
— Hardik Shah (@Hardik04Shah) April 24, 2025
પાછળથી એવું બહાર આવ્યું કે આતંકવાદીઓએ, સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળીને, હુમલા પહેલા વિસ્તારની રેકી કરી હતી. હુમલાખોરે હુમલા માટે બૈસરન પસંદ કર્યું કારણ કે આ વિસ્તારમાં સુરક્ષા દળોની તૈનાતી નહોતી.
આ પણ વાંચો : Pahalgam Terror Attack : પહેલગામમાં 27 મોત માટે કોણ જવાબદાર? દેશ પુછી રહ્યો છે 10 સવાલ
આતંકવાદીઓએ પુરુષો અને સ્ત્રીઓને અલગ કર્યા
શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ બોડીકેમ પહેર્યા હતા. હુમલાખોરોએ સમગ્ર હુમલાનો વીડિયો બનાવ્યો હતો. આતંકવાદીઓએ પુરુષો અને સ્ત્રીઓને અલગ કરી દીધા હતા. આ પછી લોકોને પસંદગીપૂર્વક મારવામાં આવ્યા હતા. કેટલાક લોકોને દૂરથી ગોળી મારવામાં આવી હતી જ્યારે કેટલાકને નજીકથી ગોળી મારવામાં આવી હતી.
હુમલા માટે જાણી જોઈને પહેલગામ પસંદ કર્યું
તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ હુમલા માટે જાણી જોઈને પહેલગામ પસંદ કર્યું હતું. કારણ કે અહીં સુરક્ષા દળોની તૈનાતી નથી અને હુમલા પછી બચાવ કામગીરીમાં સમય લાગી શકે. આતંકવાદીઓએ છુપાઈ રહેવા માટે ગાઢ જંગલમાં જગ્યાઓ બનાવી હતી. સ્થાનિક આતંકવાદીઓની મદદથી, આતંકવાદીઓએ કદાચ હવે પોતાનું સ્થાન બદલી નાખ્યું હશે.
તમને જણાવી દઈએ કે મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.
આ પણ વાંચો : Chhattisgarh-Telangana બોર્ડર પર 5 હજાર સૈનિકોએ 300 નક્સલવાદીઓને ઘેર્યા, હિડમા-દેવા જેવા કમાન્ડર નિશાના પર