Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર કરવાનો લાઇવ સીન, ડરીને ભાગી રહ્યો છે આતંકવાદી

સેનાની બહાદુરીનો વીડિયો વાયરલ આતંકવાદી જીવ બચાવીનો ભાગતો જોવા મળ્યો બારામુલા એન્કાઉન્ટરનો વીડિયો સામે આવ્યો છે નવી દિલ્હી : જમ્મુ કાશમીરના બારામુલામાં સેનાએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટરનો એખ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઇ...
video  કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર કરવાનો લાઇવ સીન  ડરીને ભાગી રહ્યો છે આતંકવાદી
  • સેનાની બહાદુરીનો વીડિયો વાયરલ
  • આતંકવાદી જીવ બચાવીનો ભાગતો જોવા મળ્યો
  • બારામુલા એન્કાઉન્ટરનો વીડિયો સામે આવ્યો છે

નવી દિલ્હી : જમ્મુ કાશમીરના બારામુલામાં સેનાએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટરનો એખ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, એક આતંકવાદી પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યો છે. એટલો ગભરાટમાં ભાગી રહ્યો છે કે, તે પડી જાય છે પછી ઉભો પણ થઇ શકતો નથી. માંડ માંડ ઉભો થઇને ભાગે છે.

Advertisement

આ પણ વાંચો : PM Modi in Gujarat : સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે : PM મોદી

બારામુલામાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરમાં બારામુલામાં સેનાએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, એક આતંકવાદી જીવ બચાવવા માટે બિલ્ડિંગથી ભાગી રહ્યો છે. તે કવર શોધવા માટે ભાગી રહ્યો હોય છે ત્યારે જ સેનાના જવાનોનો ધાણીફુટ ગોળીબાર થાય છે. તે સ્થળ પર જ તે ઠાર મરાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેનાનું આ મિશન આખી રાત ચાલ્યું હતું. સેનાના આ ઓપરેશનને ખુબ જ સફળ જણાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન બારામુલાના ચાક થાપર ક્રીરીમાં ચલાવવામાં આવ્યું. અહીં ત્રણ હાર્ડકોર આતંકવાદીઓને ઠાર મરાયા છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં દારૂગોળો અને હથિયાર પણ અહીંથી જપ્ત થયા છે. આર્મીના 10 સેક્ટર રાષ્ટ્રીય રાઇફલના બ્રિગેડિયર સંજય કનોઠે આ અંગે અધિકારીક માહિતી આપી હતી.

Advertisement

આ પણ વાંચો : Mpox : 21 દિવસનું ક્વોરેન્ટાઇન અને ટેસ્ટિંગ; દેશનું આ એરપોર્ટ હાઈ એલર્ટ પર કેમ આવ્યું?

આતંકવાદીને ઠાર મારવાના વીડિયો ફૂટેજ જાહેર

એન્કાઉન્ટરના ડ્રોન ફુટેજમાં જોઇ શકાય છે કે, આતંકવાદીઓ જે ઘરમાં છુપાયેલો છે ત્યાંથી નિકળીને બહાર ભાગી રહ્યો છે. તે ઝાડ તરફ ભાગતો જોઇ શકાય છે. તે જ સમયે અચાનક તેને ગોળી વાગે છે. તે પડી જાય છે. ત્યાર બાદ તે ઘસડાતો ચાર દિવાર તરફ ભાગતો જોવા મળે છે. આતંકવાદીઓ થોડો દૂર ભાગ્યો હશે કે સેનાના જવાનો તેના પર ગોળીઓ વરસાવે છે. ગોળીઓના કારણે દિવાલોમાં પણ મોટા મોટા ગાબડા પડતા જોઇ શકાય છે. તે સાથે જ માટી ઉડવા લાગે છે. ગત્ત થોડા સમયથી જે પ્રકારે આતંકવાદીઓ જમ્મુમાં આતંકવાદીઓ સક્રિય થયા છે, તેને જોતા આ ખુબ જ મોટી સફળતા માનવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો : BJP સરકારની આ યોજના માટે ભાગદોડ, મહિલાઓને મળશે 50 હજાર રોકડા

બે આર્મી સૈનિકો શહીદ થયા

આ ઉપરાંત કુપવાડામાં થયેલા એક અલગ આતંકવાદી હુમલામાં બે જવાન શહીદ થઇ ગયા હતા. બ્રિગેડિયર કનોઠે જણાવ્યું કે, અમને પુરતી માહિતી મળી હતી કે ચક થાપર-વોટરગામમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. ત્યાર બાદ સેના ત્યાં પહોંચી. ત્યાર બાદ ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં સેનાએ પણ ગોળીઓ વરસાવી હતી. સેનાના અનુસાર આ ઓપરેશન સવાર સુધી ચાલ્યું. સામાન્ય લોકોના જાનમાલને નુકસાન પહોંચાડ્યા વગર જ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 18 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.

આ પણ વાંચો : J&K Congress Manifesto : Congress એ જાહેર કર્યો મેનિફેસ્ટો, અનેક મોટા નેતાઓ રહ્યા હાજર

Tags :
Advertisement

.