Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vande Bharat Train : રાજસ્થાનમાંવંદે ભારત ટ્રેનને ઉથલાવવાનું કાવતરું, પાટા પર મુકાયા હતા પથ્થર અને લોખંડ સળિયા

ઉ દયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ મોટી દુર્ઘટનાનો શિકાર થતા થતા રહી ગઇ. આ ટ્રેનને ઉથલાવવાનું કાવતરુ ઘડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં કોઇએ રેલવે ટ્રેક પર પથ્થરો મુક્યા હતા.   નહી તો...
vande bharat train   રાજસ્થાનમાંવંદે ભારત ટ્રેનને ઉથલાવવાનું કાવતરું  પાટા પર મુકાયા હતા પથ્થર અને લોખંડ સળિયા

ઉ દયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ મોટી દુર્ઘટનાનો શિકાર થતા થતા રહી ગઇ. આ ટ્રેનને ઉથલાવવાનું કાવતરુ ઘડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં કોઇએ રેલવે ટ્રેક પર પથ્થરો મુક્યા હતા.

Advertisement

નહી તો ટ્રેન પલટી ગઇ હોત

વીડિયોમાં જોઇ શકાય છે કે પાટા પર ક્લીપ ભરાવીને બે પથ્થરો ફીટ કરાયા હતા. લોખંડની ક્લિપ ભરાવેલી હતી. જો કે લોકો પાયલટની સતર્કતાને પગલે આ દુર્ઘટના થતા થતા રહી ગઇ. એક કામદાર રેલવે ટ્રેક પરથી પથ્થરો હટાવી રહ્યો છે. આ એજ ટ્રેન છે જે 24 સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવી હતી. ઉદયપુર-જયપુર વંદે ભારત સ્પેશિયલ ટ્રેનમાં આ ઘટના બની. જો કે સતર્કતાને પગલે લોકોને આ વાત ધ્યાને આવતા તાત્કાલિક પથ્થરો હટાવી લેવાયા નહી તો દુર્ઘટના થતા વાર ન લાગી હોત.. રાજસ્થાનના ભીલવાડામાં આ ઘટના બની હતી.

Advertisement

Advertisement

ઉદયપુર-જયપુર વંદે ભારત વિશેષ ટ્રેન પાંચ જિલ્લામાંથી પસાર થાય છે. જેમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ભીલવાડા, અજમેર અને જયપુરનો સમાવેશ થાય છે. જ્યારે, કિશનગઢ, અજમેર, ભીલવાડા, ચંદેરિયા, માવલી ​​જંકશન અને રાણા પ્રતાપ નગર આ ટ્રેનના મુખ્ય સ્ટોપેજ સ્ટેશન છે. વંદે ભારત એક્સપ્રેસ સવારે લગભગ 7.50 વાગ્યે ઉદયપુરથી ઉપડે છે અને બપોરે 1.50 વાગ્યે જયપુર પહોંચે છે.

અગાઉ ટ્રેન પર ફેંકાયા હતા પથ્થરો

મહત્વનું છે કે 24 સપ્ટેમ્બરે જ પીએમ મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. બીજા જ દિવસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો હતો. ચિત્તોડગઢ-ભીલવાડા રેલ્વે લાઇન પર મેવાડ યુનિવર્સિટી પાસે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેનના કાચમાં તિરાડ પડી હતી.

આ  પણ  વાંચો _જેમને ખુરશી સિવાય બીજું કંઈ દેખાતું નથી તેમને દેશનો દુનિયામાં ડંકો વાગે તે ગમતું નથી, MPમાં પીએમ મોદીની ગર્જના

Tags :
Advertisement

.