ઉત્તરાખંડમાં કોલકત્તાની તબીબ જેવી ઘટના મહિલા નર્સ સાથે જોવા મળી
આ 33 વર્ષની મહિલા 11 વર્ષની છોકરી સાથે રહેતી હતી
અંધારાનો લાભ લઈ મહિલાને ઝાડીઓમાં લઈ ગયો
આરોપીએ પથ્થર વડે તેનું મોઢું કચડી નાખ્યું હતું
Uttarakhand nurse raped murder: Uttarakhand ના ઉધમ સિંહ નગરમાં કોલકાતા જેવી ઘટના સામે આવી છે. એક નર્સે સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. ત્યાર બાદ નર્સની હત્યા કરવામાં આવી હતી. જે બાદ આરોપી નર્સનો સામાન લૂંટીને ભાગી ગયો હતો. જોકે નર્સ 30 જુલાઈથી ગુમ હતી. તેની બહેને પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપીની રાજસ્થાનમાંથી ધરપકડ કરી છે. તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ 33 વર્ષની મહિલા 11 વર્ષની છોકરી સાથે રહેતી હતી
8 ઓગસ્ટના રોજ મહિલાનો ગંભીર રીતે ઘાયલ મૃતદેહ મળી આવ્યો હતો. ઉધમ સિંહ નગરના રૂદ્રપુરની બિલાસપુર કોલોનીમાં ઝાડીઓમાંથી લાશ મળી આવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. જોકે આ 33 વર્ષની મહિલા 11 વર્ષની છોકરી સાથે રહેતી હતી. જે હોસ્પિટલમાંથી પરત ફરતી વખતે ગુમ થઈ ગઈ હતી. પોલીસે આસપાસના કેમેરાની તપાસ કરી અને નર્સના ફોનનો EMI નંબર સર્વેલન્સ પર મૂક્યો હતો. તો ફૂટેજમાં એક અજાણ્યો વ્યક્તિ મહિલાની પાછળ આવતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Agni Missile ના જનેતા Dr Ram Narain Agarwal નું થયું નિધન
અંધારાનો લાભ લઈ મહિલાને ઝાડીઓમાં લઈ ગયો
આ પછી યુપીના બરેલીમાં ફોન એક્ટિવ જોવા મળ્યો હતો. જ્યારે Uttarakhand પોલીસ ત્યાં પહોંચી તો તેમને ખબર પડી કે તેનો ઉપયોગ ખુશ્બુ નામની મહિલા કરી રહી છે. જે તુરસપટ્ટીના રહેવાસી ધર્મેન્દ્રની પત્ની છે. પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તેનો પતિ આ ફોનનો ઉપયોગ કરતો હતો. જે બાદ પોલીસે આરોપીને પકડવા માટે દરોડા પાડ્યા હતા. પોલીસને રાજસ્થાનના જોધપુરમાં ધર્મેન્દ્રનું લોકેશન મળ્યું હતું. ત્યારે પોલીસ આરોપીને પકડીને દહેરાદૂન લઈ આવી હતી. ધર્મેન્દ્રએ કબૂલાત કરી હતી કે તે જાફરપુરની ફેક્ટરીમાં 6 મહિનાથી કામ કરતો હતો.
આરોપીએ પથ્થર વડે તેનું મોઢું કચડી નાખ્યું હતું
30 જુલાઈના રોજ એક મહિલા અવાવરું વિસ્તારમાં જોવા મળી હતી. ત્યારે અંધારાનો લાભ લઈ મહિલાને ઝાડીઓમાં લઈ ગયો હતો. જે બાદ તેણે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે મહિલાએ ચીસો પાડવાનું શરૂ કર્યું, તો તેણે તેનું ગળું દબાવી દીધું હતું. બાદમાં પોતાની ઓળખ છુપાવવા માટે તેણે પથ્થર વડે તેનું મોઢું કચડી નાખ્યું હતું અને તેનો સામાન અને ફોન લઈને ભાગી ગયો હતો. બાદમાં હું બરેલી ગયો, મારું સિમ નાખ્યું અને ફોન ચાલુ કર્યો હતો. એસએસપી મંજુનાથ ટીસીએ જણાવ્યું કે આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: PM Giorgia Meloni એ પીએમ મોદી સાથે તસવીર શેર કરી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી