ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UPSC ના અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં આપ્યું રાજીનામું

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ મનોજ સોની (UPSC Chairman Manoj Soni) એ 2029 માં તેમનો કાર્યકાળ પૂરો થવાના લગભગ પાંચ વર્ષ પહેલા “વ્યક્તિગત કારણોસર” રાજીનામું આપ્યું છે. મનોજ સોની 2017 માં કમિશનમાં સભ્ય તરીકે જોડાયા હતા. તેમણે 16 મે, 2023...
11:19 AM Jul 20, 2024 IST | Hardik Shah
UPSC Chairman Manoj Soni resigned

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ મનોજ સોની (UPSC Chairman Manoj Soni) એ 2029 માં તેમનો કાર્યકાળ પૂરો થવાના લગભગ પાંચ વર્ષ પહેલા “વ્યક્તિગત કારણોસર” રાજીનામું આપ્યું છે. મનોજ સોની 2017 માં કમિશનમાં સભ્ય તરીકે જોડાયા હતા. તેમણે 16 મે, 2023 ના રોજ UPSCના અધ્યક્ષ તરીકે શપથ (Oath) લીધા હતા.

2029માં કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં રાજીનામું

છેલ્લા ઘણા દિવસોથી પૂજા ખેડકર વિવાદ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે જેના કારણે ઉપરના લેવલે પણ કેવા ઘોટાળા થઇ રહ્યા છે તે હવે જનતા સમક્ષ આવી રહ્યું છે. આ વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે, UPSC ના ચેરમેન મનોજ સોનીએ રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. તેમણે અંગત કારણોસર 5 વર્ષ પહેલા પદ છોડી દીધું હતું. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મનોજ સોનીના રાજીનામાનો પૂજા ખેડકરના વિવાદ સાથે કોઈ સંબંધ નથી. મળતી માહિતી મુજબ મનોજ સોનીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. માહિતી મુજબ, “તેમણે લગભગ એક મહિના પહેલા રાજીનામું આપ્યું હતું.” સૂત્રો પ્રમાણે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જોકે, સરકારે હજુ સુધી નવા અધ્યક્ષના નામની જાહેરાત કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા અનુપમ મિશન માટે વધુ સમય ફાળવવા માંગે છે. તેઓ વડોદરાની એમએસ યુનિવર્સિટીના કુલપતિ કહી ચૂક્યા છે.

PM ના નજીક ગણાયા છે મનોજ સોની

માનવામાં આવે છે કે મનોજ સોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે. 2005 માં, તેમને એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા. આ પછી તેમને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા. તેઓ અહીં બે ટર્મ માટે વાઇસ ચાન્સેલર રહ્યા હતા. જણાવી દઈએ કે UPSC સિવિલ સર્વિસ સહિત દેશની પ્રતિષ્ઠિત નોકરીઓ માટે પરીક્ષાઓનું આયોજન કરે છે. હાલમાં, તાલીમાર્થી IAS પૂજા ખેડકરને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. એક દિવસ પહેલા, UPSCએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પૂજા ખેડકર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પૂજા ખેડકર પર સિવિલ સર્વિસ સિલેક્શન માટે ખોટા પ્રમાણપત્રો રજૂ કરવાનો આરોપ છે. આરોપોથી ઘેરાયા બાદ તેની ટ્રેનિંગ રોકી દેવામાં આવી છે. વળી, ખેડકરની માતા પણ ખેડૂતોને બંદૂકની અણી પર ધમકાવવાના આરોપોથી ઘેરાયેલી છે.

આ પણ વાંચો: Chhattisgarh : પ્રખ્યાત થિયેટર કલાકાર મિર્ઝા મસૂદનું નિધન, CM સાઈએ શોક વ્યક્ત કર્યો

Tags :
Civil services exam controversyFake certificates in UPSCGovernment job examination scandalGujarat FirstGujarat MS University Vice ChancellorHardik ShahIAS trainee controversyManoj SoniManoj Soni personal reasonsManoj Soni tenure 2029New UPSC Chairman 2024Personal reasons for resignationPooja Khedkar controversyPooja Khedkar FIRPresident submission resignationSwaminarayan Anupam MissionUnion Public Service CommissionUnion Public Service Commission Chairman Manoj SoniUPSCUPSC Chairman Manoj SoniUPSC Chairman Manoj Soni resignationUPSC Chairman resignation 2024
Next Article