Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UPSC 2023 Result: UPSC 2023 ટોપર આદિત્ય શ્રીવાસ્તવે આ રીતે કરી હતી તૈયારી...

UPSC 2023 Result: આજે યુનિયન પબ્લિક સર્વિલ કમિશનનું (UPSC) 2023 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 1016 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો બીજી તરફ દેશમાં કેન્દ્રીય વિભાગમાં કુલ 1105 જેટલી જગ્યા (UPSC) ઓ ખાલી રહેલી છે....
upsc 2023 result  upsc 2023 ટોપર આદિત્ય શ્રીવાસ્તવે આ રીતે કરી હતી તૈયારી

UPSC 2023 Result: આજે યુનિયન પબ્લિક સર્વિલ કમિશનનું (UPSC) 2023 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 1016 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો બીજી તરફ દેશમાં કેન્દ્રીય વિભાગમાં કુલ 1105 જેટલી જગ્યા (UPSC) ઓ ખાલી રહેલી છે. જોકે ગત વર્ષે 28 મેના રોજ પરીક્ષા લેવાઈ હતી.

Advertisement

UPSC પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓની યાદી

  • Aditya Srivastava એ UPSC માં ટોપ કર્યું
  • IIT કાનપુરમાંથી B. Tech અને M. Tech કર્યું
  • પશ્ચિમ બંગાળમાં અંડર ટ્રેઈનિંગ IPS તરીકે કાર્યરત

ત્યારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2023 ના પરિણામમાં પ્રથમ સ્થાન મેળવનાર વ્યક્તિ લખનૌના Aditya Srivastava છે. જોકે આ પરિણામ ઈન્ટરવ્યુ લીધા બાદ વિદ્યાર્થીઓને આપેલા માર્કસના આધારે જાહેર કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે UPSC 2023 માં પ્રથમ સ્થાને મેળવનાર Aditya Srivastava કોણ છે, તેમના અભ્યાસિક ઈતિહાસ અને કેટલી તકમાં તેમણે UPSC પરીક્ષા પાસ કરી.

Advertisement

IIT કાનપુરમાંથી B. Tech અને M. Tech કર્યું

અહેવાલ અનુસાર, Aditya Srivastava લખનૌના રહેવાસી છે. તેમણે પ્રારંભિક અભ્યાસ સીએમએસ અલીગંજ, લખનૌથી પૂર્ણ કર્યો. આ પછી તેમણે IIT કાનપુરમાંથી B. Tech અને M. Tech કર્યું હતું. તેમણે બેંગલુરુમાં અમેરિકન MNC કંપનીમાં 15 મહિના સુધી કામ કર્યું છે. તે પછી તેમણે 2020 માં નોકરી છોડી દીધી અને UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી.

Advertisement

પશ્ચિમ બંગાળમાં અંડર ટ્રેઈનિંગ IPS તરીકે કાર્યરત

Aditya Srivastava એ UPSC 2022 માં 236 મો રેન્ક મેળવીને IPS તરીકે નિયુક્ત થયા હતા. Aditya Srivastava હાલમાં પશ્ચિમ બંગાળમાં અંડર ટ્રેઈનિંગ IPS તરીકે કાર્યરત છે. તેcના પિતા અજય શ્રીવાસ્તવ સેન્ટ્રલ ઓડિટ વિભાગમાં AAO તરીકે કામ કરે છે. જ્યારે તેcની નાની બહેન નવી દિલ્હીથી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહી છે. આદિત્યની માતા આભા શ્રીવાસ્તવ ગૃહિણી છે.

તેમણે બીજા પ્રયાસમાં જ UPSC પરીક્ષા પાસ કરી

રિપોર્ટ્સ અનુસાર, તેમણે આ સફળતા કોચિંગ વગર હાંસલ કરી છે. તેમણે (Aditya Srivastava) ટેસ્ટ સિરીઝ અને મોક ઈન્ટરવ્યુ દ્વારા તૈયારી કરી. તેમણે વૈકલ્પિક વિષય તરીકે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પસંદ કર્યું છે. તેઓએ પાછલા વર્ષના પેપરનો અભ્યાસ કર્યો અને તે મુજબ પ્રિલિમ અને મેન્સ બંને પરીક્ષાઓની તૈયારી કરી. તેમણે બીજા પ્રયાસમાં જ UPSC પરીક્ષા પાસ કરી છે.

આ પણ વાંચો: UPSC 2023 Passing List: UPSC નું પરિણામ જાહેર, ટોપ 5 માં આ બે વિદ્યાર્થિનીઓએ મારી બાજી

આ પણ વાંચો: BJP એ 12 મી યાદી બહાર પાડી, યુપી, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોની સીટો માટે ઉમેદવારો જાહેર કર્યા…

આ પણ વાંચો: બાબા રામદેવને SC એ આપ્યો ઝટકો, જનતાની માંગવી પડશે માફી

Tags :
Advertisement

.