UP Road Accident: હરદોઇ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત ,10 ના મોત, 5 ઘાયલ
- યુપીમાં હરદોઇ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત
- ટેમ્પો અનિયંત્રિત થઇ જતા પલ્ટી
- 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું
UP Road Accident: યુપીના હરદોઈમાં મુસાફરોથી ભરેલી ઓટો કાબૂ (UP Road Accident)બહાર ગઈ અને પલટી ગઈ. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ટ્રકે ઓટોને ટક્કર મારી હતી. આ અકસ્માત (Accident)માં 10 લોકોના કરૂણ મોત થયા હતા. જ્યારે અનેક ઘાયલ થયા હતા. પોલીસે ઘાયલોને સીએચસીમાં દાખલ કર્યા છે, જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ અકસ્માત (Accident) હરદોઈ (Hardoi Accident)જિલ્લાના કોતવાલી બિલગ્રામના રોશનપુર વિસ્તારમાં થયો હતો.
7ના ઘટના સ્થળે જ મોત
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. મળતી માહિતી અનુસાર રોશનપુર ગામ પાસે સામેથી આવી રહેલા અજાણ્યા વાહનને કારણે ટેમ્પો કાબૂ બહાર ગયો હતો અને પલટી ગયો હતો. ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોત થયા હતા.
આ પણ વાંચો -
SPએ શું કહ્યું?
આ જ મામલામાં એસપી નીરજ કુમાર જાદૌને કહ્યું કે ઘટનાની માહિતી બપોરે 12:30 વાગ્યે મળી હતી. હું ઘટનાસ્થળે પહોંચ્યો અને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા. ઓટોમાં કુલ 15 લોકો હતા, જે પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી માત્ર બે લોકોની ઓળખ થઈ છે.
#WATCH | Uttar Pradesh: Neeraj Kumar Jadaun, Superintendent of Police, Hardoi says, "10 people including 6 women died in a collision between an auto and a truck. 4 people got injured. They are out of danger, but they are being sent to the district hospital for better… pic.twitter.com/upKYnQuLnQ
— ANI (@ANI) November 6, 2024
આ પણ વાંચો -સુપ્રીમ કોર્ટે UP સરકારને લગાવી ફટકાર, કહ્યું- રાતોરાત મકાનો તોડી ન શકાય...
કોના થયા મોત ?
આ ઘટનામાં ટેમ્પોમાં સવાર પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ, બે છોકરીઓ, એક બાળક અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. ઘાયલો અને મૃતદેહોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર બિલગ્રામ મોકલવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ જિલ્લા મુખ્યાલયથી ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. દરમિયાન ઘટના બાદ ડીસીએમનો ડ્રાઈવર અને હેલ્પર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસ મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.