Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

University of Delhi: હવે દિલ્હી યુનિવર્સિટીમાં એક સાથે 2 ડિગ્રી માટે અભ્યાસ કરી શકશો!

University of Delhi: Delhi University એ તાજેતરમાં એક મહત્વ અને ચોંકાવનારો નિર્ણય Student ની તરફેણમાં લીધો છે. તો 12 જુલાઈના રોજ Delhi University એ એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. ત્યારે Delhi University ની આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો...
10:17 AM Jul 13, 2024 IST | Aviraj Bagda
Now you can get 2 degrees simultaneously in Delhi University

University of Delhi: Delhi University એ તાજેતરમાં એક મહત્વ અને ચોંકાવનારો નિર્ણય Student ની તરફેણમાં લીધો છે. તો 12 જુલાઈના રોજ Delhi University એ એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. ત્યારે Delhi University ની આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હવે કોઈ પણ વિદ્યાર્થી Delhi University માં એક સમયે કોઈ પણ બે Degree મેળવી શકશે.

ત્યારે Delhi University એ જણાવ્યું છે કે, Student એક Degree નિયમિત અભ્યાસક્રમ દ્વારા અને બીજી ઓપન લર્નિંગ મોડ દ્વારા તે જ સમયે પૂર્ણ કરી શકશે. આ ઉપરાંત હવે પ્રથમ વખત ડીયુમાં અંડરગ્રેજ્યુએટ સ્તરે રશિયન ભાષા પણ શીખવવામાં આવશે. એકેડેમિક કાઉન્સિલ દ્વારા ડિસેમ્બર 2023 માં Dual degree અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

મનુસ્મૃતિનો સમાવેશ કરવાની વાત થઈ

પ્રથમ તબક્કામાં યુનિવર્સિટી Student ને એક Degree નિયમિત અને એક Degree ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા પૂર્ણ કરવાની મંજૂરી આપવાની યોજના ધરાવે છે. જોકે એક વર્ગે આ પ્રસ્તાવનો વિરોધ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે આનાથી શિક્ષણની ગુણવત્તા પર અસર થશે. અગાઉ દિલ્હી યુનિવર્સિટીના Faculty of Law ના અભ્યાસક્રમોમાં પણ મનુસ્મૃતિનો સમાવેશ કરવાની વાત થઈ હતી.

પ્રસ્તાવને ડીયુના વાઇસ ચાન્સેલરે ફગાવી દીધો

પરંતુ તેને નકારી કાઢવામાં આવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવને ડીયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર યોગેશ સિંહે ફગાવી દીધો હતો. દિલ્હી યુનિવર્સિટીના કાયદાના Studentના અભ્યાસક્રમમાં તેમના ઓનલાઈન પોર્ટલ પર મનુસ્મૃતિ પરના પુસ્તકો ઉમેરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેને પોર્ટલ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: By Election Result 2024 : 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી શરૂ

Tags :
BollywoodDelhi UniversityDelhi University Dual DegreeDelhi University NewsDU Academic Council MeetingDU Academic Council Meeting 2024DU Academic Council Meeting DecisionDU DecisionDU NewsDual DegreeGujarat FirstUniversity of Delhi
Next Article