Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Daman : કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે મોટી દમણ કિલ્લાનું કર્યું નિરીક્ષણ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે ગુરુવારે મોટી દમણ કિલ્લાની મુલાકાત લીધી હતી અને કિલ્લાના પરિસરમાં બ્યુટીફિકેશન માટે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનાઓ આપી હતી. બ્યુટીફિકેશન માટે આપી સૂચના દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક...
07:55 PM Dec 28, 2023 IST | Vipul Pandya
DAMAN MOTI FORT

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે ગુરુવારે મોટી દમણ કિલ્લાની મુલાકાત લીધી હતી અને કિલ્લાના પરિસરમાં બ્યુટીફિકેશન માટે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનાઓ આપી હતી.

બ્યુટીફિકેશન માટે આપી સૂચના

દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે ગુરુવારે મોટી દમણ કિલ્લા ખાતે પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓ સાથે કિલ્લાના બ્યુટીફિકેશન માટે ચર્ચા કરી હતી અને જરુરી સૂચના આપી હતી.

કિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓને મળ્યા

આ દરમિયાન તેઓ કિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓને મળ્યા હતા અને તેમના અનુભવો શેર કર્યા હતા. તેમણે પ્રવાસીઓ સાથે વાતચીત કરી મોટી દમણ મુલાકાત વખતે કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે વિશે જાણ્યું હતું. આ દરમિયાન નાણા સચિવ ગૌરવ સિંહ રાજાવત, દમણ જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો----UAE : અબુધાબીના BAPS મંદિરના ઉદ્ઘાટન માટે PM MODI ને અપાયું આમંત્રણ

Tags :
Dadra Nagar Haveli and Daman-DiuDaman FortMoti Daman FortPrafull PatelUnion Territory Administrator
Next Article