કેન્દ્રીય કેબિનેટે PM વિદ્યાલક્ષ્મી યોજનાને આપી મંજૂરી, 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ
- દેશભરના વિદ્યાર્થી આલમ માટે મોટા સમાચાર
- ઉચ્ચ શિક્ષણ માટે સરકાર 75 ટકા ક્રેડિટ ગેરેંટી આપશે
- 7.50 લાખ સુધીની લોન પર 75 ટકા ક્રેડિટ ગેરેંટી અપાશે
- 860 સંસ્થાના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ
- કેન્દ્રીય કેબિનેટે PM વિદ્યાલક્ષ્મી યોજનાને આપી મંજૂરી
- 10 લાખ સુધીની એજ્યુકેશન લોન પર 3 ટકા વ્યાજ અનુદાન
- 8 લાખ સુધીની વાર્ષિક આવકવાળા પણ મેળવી શકશે લાભ
Union Cabinet Decisions : કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં PM Vidyalaxmi Students loan Scheme ને મંજૂરી આપવામાં આવી હતી. નવી દિલ્હીમાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઉચ્ચ શિક્ષણ માટે 7.5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. ભારત સરકાર આ લોનની 75% ક્રેડિટ ગેરંટી આપશે. 8 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારના બાળકો આ લોન માટે પાત્ર બનશે. આ પરિવારોના બાળકોને 3% વ્યાજ સબસિડી હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.
PM Vidyalaxmi માં 22 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે
નોંધનીય છે કે 4.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને પહેલેથી જ સંપૂર્ણ વ્યાજ સબસિડી મળી રહી છે. 860 ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ કેન્દ્રોના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ આવશે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, આ યોજના અમલમાં મૂકવાનો ઉદ્દેશ્ય હોશિયાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેથી કરીને તેઓ કોઈપણ અવરોધ વિના તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે.
ખેડૂતોને મોટી ભેટ
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, જો આપણે 2004-14 અને 2014-24ની સરખામણી કરીએ તો ખેડૂતોને 4 ગણી વધુ ફૂડ સબસિડી આપવામાં આવી છે. 2004-14માં રૂ. 5.15 લાખથી 2014-24માં રૂ. 21.56 લાખ થઈ, જે તે સમયગાળા દરમિયાન ખાદ્યપદાર્થો પર આપવામાં આવતી સબસિડી કરતાં 4 ગણી વધારે છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રીએ માહિતી આપી
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતાં કહ્યું કે, કેબિનેટે PM Vidyalaxmi ને મંજૂરી આપી છે, જે એક નવી કેન્દ્રીય યોજના છે. તેનો ધ્યેય હોશિયાર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી નાણાકીય અવરોધો કોઈને પણ ઉચ્ચ અભ્યાસ કરતા અટકાવે નહીં. માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, આ અંતર્ગત કોઈપણ વિદ્યાર્થી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી જામીન લીધા વિના અને ગેરેન્ટરની મદદ લીધા વિના લોન લઈને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ લઈ શકશે. આ યોજનાની મદદથી, વિદ્યાર્થીઓ ટ્યુશન ફીની સંપૂર્ણ રકમ અને અભ્યાસક્રમ સંબંધિત અન્ય ખર્ચાઓને આવરી શકે છે.
આ પણ વાંચો: Kiren Rijiju એ સંસદના શિયાળુ સત્ર ક્યારે અને શું થશે તે વિશે માહિતી કરી રજૂ