ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેન્દ્રીય કેબિનેટે PM વિદ્યાલક્ષ્મી યોજનાને આપી મંજૂરી, 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ

ભારત સરકારે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 7.50 લાખ સુધીની લોન પર સરકાર 75% ક્રેડિટ ગેરેંટી આપશે. આ યોજનાનો લાભ 860 સંસ્થાઓના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળશે. 8 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારના બાળકો આ યોજના માટે પાત્ર બનશે. આ યોજના હેઠળ 10 લાખ સુધીની શિક્ષણ લોન પર 3% વ્યાજ અનુદાન પણ આપવામાં આવશે.
08:26 PM Nov 06, 2024 IST | Hardik Shah
PM Vidyalaxmi Scheme

Union Cabinet Decisions : કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં PM Vidyalaxmi Students loan Scheme ને મંજૂરી આપવામાં આવી હતી. નવી દિલ્હીમાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઉચ્ચ શિક્ષણ માટે 7.5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. ભારત સરકાર આ લોનની 75% ક્રેડિટ ગેરંટી આપશે. 8 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારના બાળકો આ લોન માટે પાત્ર બનશે. આ પરિવારોના બાળકોને 3% વ્યાજ સબસિડી હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.

PM Vidyalaxmi માં 22 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે

નોંધનીય છે કે 4.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને પહેલેથી જ સંપૂર્ણ વ્યાજ સબસિડી મળી રહી છે. 860 ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ કેન્દ્રોના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ આવશે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, આ યોજના અમલમાં મૂકવાનો ઉદ્દેશ્ય હોશિયાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેથી કરીને તેઓ કોઈપણ અવરોધ વિના તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે.

ખેડૂતોને મોટી ભેટ

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, જો આપણે 2004-14 અને 2014-24ની સરખામણી કરીએ તો ખેડૂતોને 4 ગણી વધુ ફૂડ સબસિડી આપવામાં આવી છે. 2004-14માં રૂ. 5.15 લાખથી 2014-24માં રૂ. 21.56 લાખ થઈ, જે તે સમયગાળા દરમિયાન ખાદ્યપદાર્થો પર આપવામાં આવતી સબસિડી કરતાં 4 ગણી વધારે છે.

કેન્દ્રીય રેલ્વે મંત્રીએ માહિતી આપી

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતાં કહ્યું કે, કેબિનેટે PM Vidyalaxmi ને મંજૂરી આપી છે, જે એક નવી કેન્દ્રીય યોજના છે. તેનો ધ્યેય હોશિયાર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી નાણાકીય અવરોધો કોઈને પણ ઉચ્ચ અભ્યાસ કરતા અટકાવે નહીં. માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, આ અંતર્ગત કોઈપણ વિદ્યાર્થી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી જામીન લીધા વિના અને ગેરેન્ટરની મદદ લીધા વિના લોન લઈને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ લઈ શકશે. આ યોજનાની મદદથી, વિદ્યાર્થીઓ ટ્યુશન ફીની સંપૂર્ણ રકમ અને અભ્યાસક્રમ સંબંધિત અન્ય ખર્ચાઓને આવરી શકે છે.

આ પણ વાંચો:  Kiren Rijiju એ સંસદના શિયાળુ સત્ર ક્યારે અને શું થશે તે વિશે માહિતી કરી રજૂ

Tags :
22 Lakh Students Benefit3% Interest Subsidy75% Credit GuaranteeAgriculture and Food SubsidyAnnual Income EligibilityAshwini Vaishnaw Cabinet MeetingCentral Cabinet ApprovalCredit Guarantee for EducationEducation Loan SubsidyFinancial Aid for StudentsGujarat FirstHardik ShahHigher Education LoanPM Modi Education InitiativesPM Vidyalaxmi SchemeRural and Urban Student SupportStudent Loan Assistance
Next Article