ટ્રમ્પે પીએમ મોદીને ગળે મળીને કહ્યું મિસ યુ મોદી, PM એ કહ્યું મેરી ક્રિસમસ
- ટ્રમ્પે પીએમને ગળે લગાવીને કહ્યું મે તમને ખુબ જ મિસ કર્યા
- વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે ખુબ જ ઉષ્માભેર મુલાકાત થઇ
- બંન્ને દેશોએ 500 અબજ ડોલરના વ્યાપારની પણ નેમ વ્યક્ત કરી
વોશિંગ્ટન : ટ્રમ્પે પીએ મોદી સાથે મુલાકાત દરમિયાન એક રસપ્રદ વાત કહી હતી. તેમણે કહ્યું કે મે મોદીને ખુબ જ મિસ કર્યા. બંન્ને નેતાઓએ વેસ્ટ વિંગની લોબીમાં એક બીજાને ગળે લગાવીને અભિવાદન કર્યું હતું.
બહુપ્રતિક્ષિત મુલાકાત ખુબ જ સકારાત્મક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે ભારત અને અમેરિકાએ 2023 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ સાથે જ તેમણે તેમ પણ કહ્યું કે, બંન્ને દેશોની ટીમે ઝડપથી એક આંતરિક લાભકારી વ્યાપાર સમજુતીને અંતિમ સ્વરૂપ આપશે. આ દરમિયાન બંન્ને નેતાઓએ ગળે મળીને એક બીજાનું અભિવાદન કર્યું.
આ પણ વાંચો : Mumbai હુમલાના દોષી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી, ટ્રમ્પે PM Modiની હાજરીમાં જાહેરાત કરી
વડાપ્રધાન મોદીએ વિઝન 2047 ની યાદ અપાવી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના નારા MAGA (મેક અમેરિકા ગ્રેટર અગેઇન) થી પરિચિત છે જ્યારે ભારતના લોકો વિકસિત ભારત 2047 ના લક્ષ્યની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા પોતાના તેલ ગેસ વ્યાપારને મજબુત કરશે જેથી ભારતની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત થઇ શકે.
તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની પણ બાંહેધરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેગુરૂવારે 2008 ના મુંબઇ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણની જાહેરાત કરી અને કહ્યું કે, તેને ભારતમાં ન્યાયનો સામનો કરવો પડશે. આ જાહેરાત ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, મને જાહેરાત કરતા આનંદ છે કે મારી સરકારે 2008 ના મુંબઇ આતંકવાદી હુમલા અંગેના એક દોષી તાહવ્વુર રાણા અને વિશ્વના એક ખુબ જ ખરાબ વ્યક્તિના પ્રત્યાર્પણને મંજૂરી આદી દીધી છે. જેથી તેઓ ભારતમા ન્યાયનો સામનો કરે. તેને ભારત મોકલવામાં આવશે, જ્યાં તેને ભારતીય ન્યાય પ્રક્રિયાનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો : બાંગ્લાદેશનું શું કરવું છે PM મોદી પોતે જ નક્કી કરે! ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો ફ્રી હેન્ડ
ભારત લાંબા સમયથી રાણાના પ્રત્યાર્પણની કરી રહ્યું છે માંગ
ભારત લાંબા સમથી રાણાના પ્રત્યાર્પણની માંગ કરતું હતું. રાણા હાલમાં લોક એન્જલસની એક જેલમાં બંધ છે. તે એક કેનેડિયન નાગરિક છે અને પાકિસ્તાની મુળનો છે. તે પાકિસ્તાની- અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે જોડાયેલો હતો, જે 26-11 હુમલાનો એક મુખ્ય આરોપી હતો. રાણા પર આરોપ છે કે તેણે હેડલી અને પાકિસ્તાનમાં અન્ય આતંકવાદીઓને લશ્કર એ તૈયબા આતંકવાદી સંગઠન દ્વારા હુમલો કરવામાં મદદ કરી હતી.
સંયુક્ત રીતે સમગ્ર વિશ્વના ઇસ્લામી આતંકવાદને ખતમ કરીશું
ટ્રમ્પે કહ્યું કે, ભારત અને અમેરિકા મળીને સમગ્ર વિશ્વમાંથી કટ્ટર ઇસ્લામી આતંકવાદીઓના ખતરાની સામે લડશે, જેવું પહેલા ક્યારેય નથી કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો અને આતંકવાદ સામે લડવા માટે ભારતના સહયોગની વાત કરી. મોદીએ કહ્યું કે, અમે આતંકવાદ સામે લડવામાં એકબીજાની મદદ કરીશું. સીમા પાર આતંકવાદની વિરુદ્ધ કડક કાર્યવાહીની જરૂર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરતા હું કહીશ કે 26-11 ના આતંકવાદી તહવ્વુર રાણાને પ્રત્યાર્પિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને ભારતીય ન્યાય સંહિતા અનુસાર સજા કરવામાં આવશે.
આ પણ વાંચો : Rajkot: બાલાશ્રમથી લઈને ગૃહસ્થાશ્રમ સુધીની સફર, વાંચો શીતલ અને મહેશની હૃદયસ્પર્શી પ્રેમ કહાની