Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટોચના બે યુટ્યુબર સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા આવ્યા સામસામે, જાણો શું છે સંપૂર્ણ વિવાદ?

સોશિયલ મીડિયા પર હાલ દેશના ટોપ યુટ્યુબર્સમાંના એક સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા વચ્ચે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. ઇન્ટરનેટ પર બંનેનો આ કથિત વિવાદ ઘણો ચર્ચામાં છે. આ વિવાદ કથિત કૌભાંડથી શરૂ થયો હતો. ત્યારે હવે બંને યુટ્યુબર્સ જાહેરમાં...
11:28 PM Dec 22, 2023 IST | Vipul Sen

સોશિયલ મીડિયા પર હાલ દેશના ટોપ યુટ્યુબર્સમાંના એક સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા વચ્ચે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. ઇન્ટરનેટ પર બંનેનો આ કથિત વિવાદ ઘણો ચર્ચામાં છે. આ વિવાદ કથિત કૌભાંડથી શરૂ થયો હતો. ત્યારે હવે બંને યુટ્યુબર્સ જાહેરમાં એકબીજાની સામે નિવેદન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. મામલો કાયદેસરની કાર્યવાહી સુધી પહોંચ્યો છે. આખરે, દેશના બે સૌથી મોટા યુટ્યુબર્સ કેવી રીતે સામસામે આવ્યા? બંને વચ્ચે ચાલતા આ વિવાદ પાછળનું સાચું કારણ શું છે? ચાલો જાણીએ...

જાણો કોણ છે સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા?

સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા કોણ છે? સંદીપ મહેશ્વરી દેશના જાણીતા મોટિવેશનલ સ્પીકર છે. યુટ્યુબ પર તેમના કરોડો ફોલોવર્સ છે. 22.3 મિલિયન સબ્સક્રાઇબર્સ સંદીપ મહેશ્વરીની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે. તેઓ ઘણી જાણીતી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ પણ કરે છે. જ્યારે ડૉ. વિવેક બિન્દ્રા પોતાને એક બિઝનેસ ગુરુ કહે છે. યુટ્યુબ પર તેમની ઘણી ચેનલ છે. તેઓ લોકોને માર્કેટિંગ અને બિઝનેસના ગુણ શીખવે છે.

કેવી રીતે શરૂ થયો વિવાદ?

એક વીડિયો અપલોડ થયા પછી સોશિયલ મીડિયા પર સંદીપ મહેશ્વરી અને #StopScamBusiness ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. ત્યાર પછી આગામી દિવસે સંદીપ મહેશ્વરીએ યુટ્યુબની કમ્યુનિટી પોસ્ટમાં દાવો કર્યો હતો કે અમુક લોકો મારી ટીમ પર વીડિયો હટાવવા માટે દબાણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ કોઈ પણ સ્થિતિમાં વીડિયો હટાવશે નહીં. તેમણે દાવો કર્યો હતો કે,'જે વ્યક્તિએ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તેને પણ પોતાનું નિવેદન બદલવા માટે ઘણા ફોન આવી રહ્યા છે. મને લાગે છે કે આ વધુ ખરાબ થવાનું છે. પરંતુ, હું તેના માટે તૈયાર છું કારણ કે હું આ સ્ટેન્ડ આપણા સમાજ માટે લઈ રહ્યો છું. જો કે, અત્યાર સુધી વિવેક બિન્દ્રાનું નામ બહાર આવ્યું નહોતું. પરંતુ, આ પોસ્ટ બાદ વિવેક બિન્દ્રાએ પણ એક પોસ્ટ કરીને સંદીપ મહેશ્વરીને ઓપન ચેલેન્જ આપી હતી.

જાહેરમાં એક બીજાની સામસામે આવ્યા યુટ્યુબર્સ

આ પછી બંને યુટ્યુબર જાહેરમાં એક બીજાની સામસામે આવ્યા અને નિવેદન આપતા વીડિયો પોસ્ટ કરવા લાગ્યા. સંદીપ મહેશ્વરીએ આરોપ લગાવ્યો કે, વિવેક બિંદ્રાએ તેમની ટીમને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. તેમને એક પોસ્ટમાં કહ્યું કે, 'માય ડિયર વિવેક, એક તરફ તમે મારી ટીમને કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી અને બીજી તરફ તમે તમારા સ્ટાફને મારા ઘરે મોકલી દીધો. તે પણ માત્ર એક જ વાર નહીં... વારંવાર. શું તમને ખરેખર લાગે છે કે હું તમારી ધમકીઓથી ડરી ગયો છું.' તેણે આગળ કહ્યું કે. 'હવે તમામ યુટ્યુબર્સ તમને ખુલ્લેઆમ એક્સપોઝ કરશે. તમારું નામ લઈને 'બડા બિઝનેસ' વિશે ખુલીને વાત કરશે.' આ પછી, 5 દિવસ પહેલા તેણે ફરીથી એક વીડિયો અપલોડ કર્યો.

યુટ્યૂબર્સે એક-બીજા પર લગાવ્યા આરોપ

દરમિયાન વિવેક બિંદ્રાએ પણ એક વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો અને સંદીપ મહેશ્વરી પર ઘણા આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'તમે લોકોના પ્રેમનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છો. તમે બીજી બાજુ પૂછ્યું નહીં. જો તમે તેને કૌભાંડ કહી રહ્યા છો તો તમને બીજી બાજુની પણ જાણ હોવી જોઈએ. આટલા બધા લોકોની આજીવિકાને જોખમમાં મૂકે તેવું કંઈપણ ક્યારેય ન કરો.' બિન્દ્રાએ આરોપ લગાવ્યો છે કે, 'તમારો બિઝનેસ માસ્ટરીનો કોઈ પણ વીડિયો 2 લાખથી ઉપર નથી જઈ રહ્યો હતો. એટલા માટે તમે એક કૌભાંડ ઉમેર્યું અને તે 50 લાખ સુધી ગયો.' તેમણે એમ પણ કહ્યું હતું કે, 'તેઓ આગામી દિવસોમાં સંદીપ મહેશ્વરીનો પર્દાફાશ કરશે.'

જો કે. આ મામલો હજુ પણ શાંત થયો નથી. મહેશ્વરીએ એક વીડિયો પોસ્ટ કરી તેમાં RBIના કેટલાક પરિપત્રો બતાવ્યા અને બિન્દ્રાની સ્કીમ્સને કૌભાંડ ગણાવી. આ સાથે તેણે કોમ્યુનિટી પોસ્ટમાં કહ્યું કે, 'અમે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ વિવેક બિન્દ્રાએ વિચાર્યું કે અમે તેનાથી ડરીએ છીએ.' તેણે આરોપ લગાવ્યો કે,'બિન્દ્રાએ તેમના ઘર અને ઓફિસમાં લોકોને મોકલ્યા હતા'. જોકે બંને યુટ્યુબરનો આ વિવાદ સોશિયલ મીડિયા પર હાલ પણ ટ્રેન્ડમાં છે.

આ પણ વાંચો - તમિલનાડુમાં ભારે વરસાદને કારણે 31ના મોત,કેન્દ્રએ જાહેર કરી સહાય

Tags :
Bada BusinessMotivational SpeakerSandeep MaheshwariSocial MediaStopScamBusinessStopVivekBindraVivek Bindrayoutube
Next Article