Tirupati Temple: હિન્દુઓ સિવાય કોઇ નહી કરે કામ,ચંદ્રબાબુ નાયડુનું નિવેદન
- ચંદ્રબાબુ નાય઼ડુએ તિરુમાલાના કર્યા દર્શન
- તિરુપતિ મંદિરમાં કામ કરતા લોકો અંગે મોટું નિવેદન
- ફક્ત હિન્દુઓને જ નોકરી આપવી જોઈએ
Tirupati Temple: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ(Chandrababu Naidu) તિરુપતિ-તિરુમાલા દેવસ્થાનમ એટલે કે તિરુપતિ મંદિરમાં (TirupatiTemple)કામ કરતા લોકો અંગે મોટું નિવેદન આપ્યું છે. સીએમ નાયડુએ કહ્યું કે મંદિરમાં ફક્ત હિન્દુઓને જ નોકરી આપવી જોઈએ. સીએમ નાયડુએ કહ્યું કે જો અન્ય સમુદાયના લોકો મંદિરમાં કામ કરી રહ્યા છે, તો તેમનું અપમાન કર્યા વિના તેમને અન્ય જગ્યાએ ખસેડવા જોઈએ.
ચંદ્રબાબુ નાય઼ડુએ તિરુમાલાના કર્યા દર્શન
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ મંદિરમાં પૂજા કરવા આવ્યા હતા. જે બાદ તેમણે મંદિરમાં કામ કરતા લોકો અંગે નિવેદન આપ્યું. આ દરમિયાન સીએમ નાયડુએ દેશના તમામ રાજ્યોની રાજધાનીઓમાં વેંકટેશ્વર સ્વામીનું મંદિર બનાવવાની યોજના વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે વિદેશમાં રહેતા ઘણા લોકો મંદિર સ્થાપવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાન વેંકટેશ્વરની સંપત્તિઓનું વિશ્વભરમાં રક્ષણ કરવા માટે પવિત્ર દોરો બાંધવામાં આવ્યો છે.
BREAKING NEWS 🚨 Andhra Pradesh CM Chandrababu Naidu has revoked the land allocation for Mumtaz Hotel in Tirupati.
He stated, “Even though they changed the hotel’s name, we informed them that we cannot grant permission for it.”
He further emphasized, “Only Hindus should be… pic.twitter.com/sQmROp2UII
— Gudivadasairam (@Urs_gmssr) March 21, 2025
આ પણ વાંચો -Rajya sabha: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર,કહ્યું-31 માર્ચ 206 સુધીમાં......
મતાઝ હોટેલનો પ્લાન રદ કરાયો
તેમણે એમ પણ કહ્યું કે પાછલી સરકારની મુમતાઝ હોટેલ યોજના રદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મંદિરની સાત ટેકરીઓ આસપાસ કોઈપણ પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિની મંજૂરી નથી. પાછલી સરકારે મંદિર ટેકરીની આસપાસ 35.32 એકર જમીન પર મુમતાઝ હોટેલ બનાવવાની યોજનાને મંજૂરી આપી હતી, જેને નાયડુ સરકારે રદ કરી દીધી છે.
આ પણ વાંચો -સાવધાન! રસ્તા પર પક્ષીઓને દાણા નાંખ્યા તો...આ શહેરમાં નવો નિયમ લાગુ
'કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચાડો'
સીએમ નાયડુએ કહ્યું કે મંદિરની આસપાસના વિસ્તારોમાં કોઈપણ ખાનગી પક્ષને કોઈપણ વ્યાપારી પ્રવૃત્તિ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેમને મંજૂરી આપવામાં આવી છે તેઓ મંદિરની આસપાસ ફક્ત શાકાહારી ભોજન પીરસશે. જો કોઈ કોઈપણની ગડબડી કરતુ જોવા મળશે તો સરકાર તેની સામે કડક કાર્યવાહી કરશે. આ દરમિયાન સીએમ નાયડુએ કહ્યું કે અન્ય સમુદાયના લોકોએ મંદિરમાં કામ ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ બીજા સમુદાયનો હોય તો તેને તેની લાગણીઓને ઠેસ પહોંચાડ્યા વિના બીજી જગ્યાએ નોકરી આપવામાં આવશે.