ચિકન પાર્ટી કર્યા બાદ બાદ 3 વાઘ 1 દિપડાનું મોત! સમગ્ર સ્ટાફ દોડતો થયો
- નાગપુરમાં ટપોટપ પ્રાણીઓ મરવા લાગતા બની ઘટના
- H5N1 ના કારણે અનેક પ્રાણીઓના મોત અનેક હજી પણ બિમાર
- ત્રણ વાઘ અને એક દિપડાનું અત્યાર સુધીમાં થઇ ચુક્યું છે મોત
Nagpur : નાગપુરના એક રેસક્યુ સેન્ટરમાં ગત્ત દિવસોમાં ત્રણ વાઘ અને એક દિપડાનું મોત થયું હતું. ચારેય જાનવર H5N1 વાયરસ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ચિકન ખાધા બાદ ત્રણ વાઘ અને ચિત્તાને સંક્રમણ થઇ ચુક્યું છે.
નાગપુરમાં ત્રણ વાઘ અને એક ચિત્તાનું મોત
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના એક રેસક્યુ સેન્ટરમાં ગત્ત દિવસોમાં ત્રણ વાઘ અને એક દિપડાનું મોત થયું હતું. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ત્રણેયના મોત બર્ડ ફ્લુના કારણે થયું કારણ કે ચારેય જાનવરોએ ચિકન ખાધું હતું. રાજ્યના વનમંત્રી ગણેશ નાયકે ગુરૂવારે કહ્યું કે, એવી સંભાવના છે કે, ચારેય જાનવરોને ચિકન ખાધા બાદથી આ સંક્રમણ થયું હતું. જો કે તેની પૃષ્ટિ થવાની હજી બાકી છે. કારણ કે અત્યાર સુધી લેબ ટેસ્ટ રિપોર્ટ નથી મળ્યો.
આ પણ વાંચો : Amreli લેટરકાંડમાં કૌશિક વેકરિયાનાં સપોર્ટમાં પોસ્ટ વાઇરલ, બીજી તરફ પરેશ ધાનાણીના ઉપવાસ!
પ્રાણી સંગ્રહાલયનું તંત્ર દોડતું થયુ
મંત્રીએ ચંદ્રપુરના પોતાની મુલાકાત પહેલા નાગપુરમાં કહ્યું કે, તમામ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ખવડાવતા પહેલા ફૂડની ટેસ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, ઘટનાથી પ્રભાવિત પ્રાણીસંગ્રહાલયને અસ્થાયી રીતે બંધ રાખવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર માનવ-પશુ સંઘર્ષની ઘટના બાદ ત્રણેય વાઘ અને દિપડાને ચંદ્રપુરથી ગોરેવાડા બચાવ કેન્દ્રમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા.
હાલ તો H5N1 ના રિપોર્ટની જોવાઇ રહી છે રાહ
ગત્ત મહિનાના અંતે ત્રણ વાઘના અહીં જ મોત નિપજ્યાં હતા. ગોરેવાડા યોજનાના મંડલ પ્રબંધક શતાનિક ભાગવતે સોમવારે જણાવ્યું કે, તેના સેમ્પલ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યા હતા અને 2 જાન્યુઆરીએ તપાસ રિપોર્ટમાં પૃષ્ટિ થઇ કે તેઓ H5N1 વાયરસ (બર્ડફ્લૂ)થી સંક્રમિત હતા. તેમણે કહ્યું કે, સેન્ટરે એક એડ્વાઇઝરી બહાર પાડીને તમામ પ્રાણીસંગ્રહાલયોને સચેત રહેવા માટેના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર ડિસઇન્ફેક્શનની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પણ વાંચો : મુસાફરે અચાનક ખોલ્યો વિમાનનો ઈમરજન્સી ગેટ અને પછી..!
મને હજી સુધી લેબ રિપોર્ટ નથી મળ્યો
આ ચાર જાનવરોના મોત અંગે પુછવામાં આવતા વન મંત્રી નાઇકે ગુરૂવારે કહ્યું કે, મને હજી સુધી સાઇન્ટિફિક લેબમાં કોઇ રિપોર્ટ મળ્યો નથી. જો કે પ્રારંભિક માહિતી અનુસાર શક્યતા છે કે, તેઓ ચિકન ખાધા બાદ સંક્રમિત થયા હોઇ શકે છે. જો કે હજી સુધી તે માહિતી નથી મળી કે શું આ જ કારણ હતું. વન અધિકારીઓ રિપોર્ટ આવ્યા બાદ અમને મળશે અને સંપુર્ણ માહિતી આપશે.
આ પણ વાંચો : Pravasi Bharatiya Divas : PM મોદીએ ઓડિશાના વારસાની મહત્તા સમજાવી, જાણો શું કહ્યું...