Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરનારાઓ સુધરી જજો, નહીં તો...' CM Yogi ની કડક ચેતવણી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની કડક ચેતવણી અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરનારાઓને ચેતવણી આપી પોલીસને અરાજકતા ફેલવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Uttar Pradesh Chief Minister Yogi Adityanath) તાજેતરમાં સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોઈ પણ જાતિ,...
 અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરનારાઓ સુધરી જજો  નહીં તો     cm yogi ની કડક ચેતવણી
  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની કડક ચેતવણી
  • અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરનારાઓને ચેતવણી આપી
  • પોલીસને અરાજકતા ફેલવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Uttar Pradesh Chief Minister Yogi Adityanath) તાજેતરમાં સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોઈ પણ જાતિ, ધર્મ, અથવા સંપ્રદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવી સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે, આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેમણે કોઈ પણ પ્રકારે અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરનારાઓને પણ ચેતવણી આપી હતી.

Advertisement

CM યોગીની ચેતવણી

મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે રાજ્યની શાંતિભંગ કરવી, નિર્દોષ લોકોને ધર્મ અથવા જાતિના આધારે અપમાનિત કરવી, અથવા સંપ્રદાય વિરુદ્ધ ટિપ્પણીઓ કરવી ઘણી ગંભીર બાબતો છે. મુખ્યમંત્રીએ તહેવારોને ધ્યાનમાં રાખીને તૈયારીઓને લઈને યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ વાત કહી હતી. મુખ્ય સચિવ, ડીજીપી, અધિક મુખ્ય સચિવ ગૃહ અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજરી આપી હતી, જેમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, કોઈપણ જાતિ, ધર્મ અથવા સંપ્રદાય, તેમના ઈષ્ટ દેવતાઓ, મહાપુરુષો અથવા સંતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે, આ સાથે વિરોધના નામે અરાજકતા પણ સહન કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક ધર્મ અને સંપ્રદાયની આસ્થાનું સન્માન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે CM Yogi ની આ ટિપ્પણી ગાઝિયાબાદના મહંત યતિ નરસિમ્હાનંદના નિવેદન પર થયેલા હોબાળા અને વિરોધ વચ્ચે આવી છે. તેમણે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે કોઈપણ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનોને સહન કરવામાં આવશે નહીં, પરંતુ જો કોઈ વિરોધના નામે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે તો તેને પણ છોડવામાં આવશે નહીં.

પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. તેમણે તહેવારો દરમિયાન શાંતિ અને સમાનતા જાળવવા માટે તમામ લોકો, ધર્મ, અને સમુદાયોને પરસ્પર સન્માન અને શાંતિપૂર્ણ વાતાવરણ રહે તે વાત કહી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઇ પણ પ્રકારની અરાજકતા, તોડફોડ અથવા હિંસાને કાયકાકીય રીતે કડક સજાનો સામનો કરવો પડશે. મુખ્યમંત્રીએ પોલીસ પ્રશાસનને સૂચના આપી હતી કે શારદીય નવરાત્રી વિજયાદશમીનો તહેવાર આનંદ, શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવે. તેમણે કહ્યું કે તમામ જિલ્લા પોલીસ સ્ટેશનોએ ખાતરી કરવી પડશે કે વાતાવરણને બગાડનારાઓની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે. જેઓ કાયદાની વિરુદ્ધ કામ કરે છે તેમની સાથે કડકાઈ રાખવામાં આવે. મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા સૂચના આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ભીડવાળા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને PRV 112 પેટ્રોલિંગ વધુ સઘન બનાવવું જોઈએ. મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થવી જોઈએ, આ માટે તમામ વિભાગોએ સાથે મળીને કામ કરવું જોઈએ.

Advertisement

આ પણ વાંચો:  ક્રિકેટના મેદાન પર ઉતર્યા CM Yogi,બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ video

Advertisement
Tags :
Advertisement

.