Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમારું દિલ જીતી લેશે આ ડૉક્ટર, 42 વર્ષથી લોકોની માત્ર 5 રુપિયામાં કરે છે સારવાર

5 રૂપિયામાં સારવાર આપતા ડૉ. શંકરે ગૌડા 42 વર્ષથી દર્દીઓને સેવા આપી રહ્યા છે કર્ણાટકના '5 રૂપિયાવાળા ડૉક્ટર' 5 રૂપિયાવાળા ડૉક્ટર : આજના જમાનામાં ડોક્ટરની ફી (Doctor's Fees) સાંભળીને જ લોકો ચક્કર ખાઈ જાય છે, સારવારની તો વાત જ...
તમારું દિલ જીતી લેશે આ ડૉક્ટર  42 વર્ષથી લોકોની માત્ર 5 રુપિયામાં કરે છે સારવાર
  • 5 રૂપિયામાં સારવાર આપતા ડૉ. શંકરે ગૌડા
  • 42 વર્ષથી દર્દીઓને સેવા આપી રહ્યા છે
  • કર્ણાટકના '5 રૂપિયાવાળા ડૉક્ટર'

5 રૂપિયાવાળા ડૉક્ટર : આજના જમાનામાં ડોક્ટરની ફી (Doctor's Fees) સાંભળીને જ લોકો ચક્કર ખાઈ જાય છે, સારવારની તો વાત જ છોડો. પરંતુ આજે અમે તમને એવા ડોક્ટર (Doctor) વિશે જણાવીશું જે ફક્ત 5 રૂપિયામાં દર્દીઓની સારવાર કરે છે. આ પ્રથા તેમણે બે-ચાર વર્ષથી નહીં, પરંતુ છેલ્લા 42 વર્ષથી ચાલુ રાખી છે. ચાલો જાણીએ કર્ણાટકના મંડ્યાના ડૉ. શંકરે ગૌડા (Dr Shankare Gowda from Mandya, Karnataka) ઉર્ફે '5 રૂપિયાવાળા ડૉક્ટર' (5 rupees doctor) તરીકે ઓળખવામાં આવે છે.

Advertisement

'5 રૂપિયાવાળા ડૉક્ટર' ના નામથી જાણીતા

કર્ણાટકના મંડ્યામાં ડૉ. શંકરે ગૌડાને શોધવા જશો તો શક્ય છે કે તમને થોડી મુશ્કેલી થાય, પરંતુ '5 રૂપિયાવાળા ડૉક્ટર' (5 rupees doctor) નામથી પૂછશો તો લોકો તમને સીધા તેમના ક્લિનિક પર પહોંચાડી દેશે. ડૉ. ગૌડા તેમના આ અનોખા સેવા કામ માટે દેશભરમાં જાણીતા છે. ડૉ. ગૌડાએ MBBS કર્યા પછી કોઈ મોટી નોકરી કરવાને બદલે મંડ્યાના લોકોની સેવા કરવાનું નક્કી કર્યું. ખેતરની અને ઘરકામની જવાબદારીઓ પૂરી કર્યા પછી તેઓ દરરોજ દર્દીઓને જોવા માટે બેસે છે. કેટલાક દિવસોમાં તો તેઓ 400 થી 500 દર્દીઓની સારવાર કરે છે. દુર દુરથી લોકો તેમની પાસે સારવાર માટે આવે છે.

Advertisement

ચામડીના નિષ્ણાત

ડૉ. શંકરે ગૌડા ચામડીની બીમારીઓના નિષ્ણાત છે. તેઓ ફક્ત 5 રૂપિયા ફી (5 Rupees Fees) લે છે, પરંતુ ગરીબ દર્દીઓ માટે તો આ ફી (Fees) પણ માફ કરી દે છે. જે પણ ફી તે વસૂલે છે, તે પૈસામાંથી દવાઓ ખરીદીને તે લોકોને નિઃશુલ્ક આપીને મદદ કરે છે. આ સદકામના કારણે લોકો તેમની ખૂબ ઈજ્જત કરે છે. વર્ષ 2012માં ડૉ. શંકરે ગૌડાને હાર્ટ એટેક આવ્યો હતો. ઘણા દિવસ સુધી તે હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન, લોકોની પ્રાર્થનાથી તેઓ સાજા થઈને પાછા ઘરે આવ્યા હતા. આજે પણ, પોતાના હૃદયના આઘાત પછી, તેમણે 5 રૂપિયામાં દર્દીઓની નિઃસ્વાર્થ સેવા જારી રાખી છે.

આ પણ વાંચો:  Kolkata Doctor Murder Case પર પદ્મ પુરસ્કાર વિજેતાઓએ PM મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ

Advertisement

Tags :
Advertisement

.