ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ન્યૂયોર્કમાં યોજાયેલી યોગ ઇવેન્ટમાં વડાપ્રધાન મોદી સાથે જોડાઇ આ પ્રસિદ્ધ હસ્તીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમા યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત યોગ સત્ર દરમિયાન ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેઓ વિશ્વના એકમાત્ર એવા વડાપ્રધાન બન્યા છે જેમણે આટલી મોટી સંખ્યામાં વિદેશી પ્રતિનિધિઓ સામે યોગ કર્યા છે.સંયુક્ત રાષ્ટ્રમાં...
09:58 PM Jun 21, 2023 IST | Vishal Dave

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમા યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત યોગ સત્ર દરમિયાન ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેઓ વિશ્વના એકમાત્ર એવા વડાપ્રધાન બન્યા છે જેમણે આટલી મોટી સંખ્યામાં વિદેશી પ્રતિનિધિઓ સામે યોગ કર્યા છે.સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમને આ ઉપલબ્ધિ માટે એવોર્ડ પણ આપવામાં આવ્યો. PMએ કહ્યું કે, યોગ ભારતમાંથી આવ્યો છે પરંતુ તે કોઇપણ પ્રકારના કોપીરાઈટથી મુક્ત છે. તેના માટે કોઈ પેટન્ટ નથી, કે તેના બદલામાં રોયલ્ટીના પૈસા ચૂકવવાની કોઈ જરૂર નથી..આ યોગ ઇવેન્ટમાં વડાપ્રધાન મોદી સાથે જે સુપ્રસિદ્ધ હસ્તીઓએ ભાગ લીધો તેઓના નામ પર નજર કરીએ

 

ક્સાબા કરોસી, હંગેરીયન ડિપ્લોમેટ

મિસ્ટર એરિક એડમ્સ અમેરિકન પોલિટિશિયન અને પૂર્વ પોલીસ અધિકારી

એમિના મોહમ્મદ ડેપ્યૂટી સેક્રેટરી જનરલ ઓફ યૂનાઇટેડ નેશન્સ

મિસ્ટર રિચર્ડ ગેરે પ્રસિદ્ધ હોલિવુડ એક્ટર

મિસ્ટર વાલા અફસાર ચીફ ડિઝિટલ ઇવાનજેલિસ્ટ એટ સેલ્સફોર્સ

જય શેટ્ટી એવોર્ડ વિનિંગ સ્ટોરી ટેલર, પોડકાસ્ટર

વિકાસ ખન્ના એવોર્ડ વિનિંગ ઇન્ડિયન શેફ

માઇક હેઝ COO, કલાઉડ કોમ્પ્યુટિંગ ટેક મેજર

બ્રિટ કેલી સ્લેબિન્સ્કી યૂએસ નેવી ઓફિસર

ફ્રાન્સિસ્કો ડિસોઝા ફાઉન્ડર એન્ડ સીઇઓ, રેકઝનાઇઝ

કોલિન સઇદમાન યી યોગા ટીચર ( ન્યૂયોર્કમાં ધ ફર્સ્ટ લેડી ઓફ યોગાના ખિતાબથી સન્માનિત )

રોડની યી યોગા ઇન્સ્ટ્રકટર ( યોગ પર બે પુસ્તકોના લેખક)

ડેઇડ્ર ડિમેન્સ યોગા સ્ટુડિયોના માલિક, ન્યૂયોર્ક

ક્રિસ્ટોફર ટોમ્પકિન્સ યોગાના પ્રખર અભ્યાસુ

વિકટોરિયા ગીબ્સ યોગા ટીચર એન્ડ મેડિટેશન કોચ

જહાન્વી હેરિસન બ્રિટિશ મ્યુઝિશિયન( મંત્ર મેડિટેશન મ્યુઝિક )

કેનેથ લી કોમ્યુનિટી હેલ્થ ચાપલેઇન, યુનિ.હોસ્પિ.,ન્યૂયોર્ક

ત્રાવિસ મિલ્સ યોગા પ્રમોટર, નિવૃત સૈનિક

જેફ્રે ડી. લોંગ પ્રોફેસર ઓફ રિલિજિયોન

સીમા મોદી પત્રકાર, સીએનબીસી

ઝેન અસેર પ્રાઇમ ટાઇમ ન્યૂઝ એન્કર , સીએનએન

રીકી કેજ ગ્રેમી એવોર્ડ વિજેતા

ફાલ્ગુની શાહ અમેરીકન સિંગર

મેરી મિલબેન, અમેરિકન સિંગર, એક્ટ્રેસ

મહત્વવપૂર્ણ છે કે  2014માં 69મી યુએન જનરલ એસેમ્બલીને સંબોધિત કરતા સમયે તેમણે પહેલી વાર 21 જૂનના રોજ યોગા દિવસ ઉજવવાનો વિચાર પ્રસ્તૃત કર્યો હતો. જેના વિચાર સાથે સહમતિ દર્શાવી આખી દુનિયા વર્ષ 2015થી આ યોગા દિવસ ઉજવી રહી છે.

 

Tags :
famous personalitiesmodiNEW YORKPMPrime Ministeryoga event
Next Article