Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Weather Update: દેશભરમાં બદલાઈ રહ્યું છે વાતાવરણ, ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષાની આગાહી

Weather Update: ભારતમાં અત્યારે ચરમ સીમા પર પહોંચેલી છે. જોકે, દેશના કેટલાક રાજ્યોમાં અત્યારે વરસાદ અને હિમવર્ષા થવાથી અત્યારે વાતાવરણ નરમ થયું છે. હવામાન (Weather) વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પશ્ચિમ બંગાળ, ઓરિસા અને બિહારમાં લૂ આપવાની સંભાવના છે. આ સાથે...
08:15 AM Apr 30, 2024 IST | VIMAL PRAJAPATI
Weather Update

Weather Update: ભારતમાં અત્યારે ચરમ સીમા પર પહોંચેલી છે. જોકે, દેશના કેટલાક રાજ્યોમાં અત્યારે વરસાદ અને હિમવર્ષા થવાથી અત્યારે વાતાવરણ નરમ થયું છે. હવામાન (Weather) વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પશ્ચિમ બંગાળ, ઓરિસા અને બિહારમાં લૂ આપવાની સંભાવના છે. આ સાથે પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.

1 મે સુધી ભારે પવનની ચેતવણી

હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં 1 મે સુધી ભારે પવનની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, 4 મેના રોજ દિલ્હીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. IMD અનુસાર, આ સપ્તાહ દરમિયાન દિલ્હીનું મહત્તમ તાપમાન 35 થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. લઘુત્તમ તાપમાન 21 થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. આજે 30 એપ્રિલે દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. તે જ સમયે, દિલ્હીમાં આજે દિવસ દરમિયાન જોરદાર પવન ફૂંકાશે.

ઉત્તરાખંડમાં પણ હળવા વરસાદની સંભાવનાઓ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા જાણકારી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગિલગિત-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદાક, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા શક્યતાઓ છે. આ સાથે ગિલગિત-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને જમ્મુ-કાશ્મીરમાં કેટલાક સ્થાનો પર ભારે વરસાદ અને હિમવાર્ષા થઈ શકે છે. આ સાથે હવામાન વિભાગે ઉત્તરાખંડમાં પણ હળવા વરસાદની સંભાવનાઓ છે.

આ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા કરા પડશે

આ સિવાય અરુણાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં છૂટાછવાયા હળવા વરસાદ સાથે એક કે બે જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે છે. વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા, છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના ભાગોમાં વરસાદની શક્યતા છે. તે જ સમયે, પંજાબના ઉત્તરીય ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા કરા પડી શકે છે. ઉત્તર હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ થઈ શકે છે. કેરળમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. IMD અનુસાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, કોંકણ, કર્ણાટક અને કેરળમાં હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ BJP પર કર્યા પ્રહાર, કહ્યું- ગુનેગારો દેશ છોડીને જતા રહે છે પરંતુ તેમને ખબર પણ નથી પડતી…

આ પણ વાંચો: Baba Ramdev ની મુશ્કેલીઓ અટકી નથી રહી, પતંજલિની 14 પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ, જુઓ યાદી

આ પણ વાંચો: ED, CBI તમારી કઠપૂતળી હતી, તો પછી ચૂંટણી કેમ હાર્યા, કોંગ્રેસના આરોપો પર PM મોદીએ કહ્યું…

Tags :
All India Weather Updatesimd weather updateimd weather update todayIMD Weather Updateslatest weather updatenational newstoday weather updateweather updateweather update today
Next Article