પગાર માત્ર 1 રૂપિયો છતાં દેશનો સૌથી અમીર IAS અધિકારી
- અમિત કટારિયા બિલ્ડર પરિવારમાંથી આવે છે
- કટારિયાની પત્ની પણ કોમર્શિયલ પાયલોટ છે
- PM મોદી સામે ચશ્મા ન ઉતારીને આવ્યા હતા ચર્ચામાં
IAS Amit Kataria : અમિત કટારિયા છત્તીસગઢના બસ્તરમાં કલેક્ટર હતા ત્યારે સમાચારોમાં આવ્યા હતા. જ્યારે તેઓએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત દરમિયાન આંખો પર પોતાના કાળા ચશ્મા પહેરી રાખ્યા હતા.
દેશમાં તો IAS-IPS અધિકારીઓ વિવિધ કારણોથી ચર્ચામાં રહે છે. પછી તે ટીના ડાબી હોય કે અભિષેક કુમાર હોય. જો કે આ બધા વચ્ચે એક IAS અધિકારી એવો પણ છે, જે દેશના સૌથી અમીર અધિકારી પૈકીનો એક છે. (Richest IAS Officer) જો કે ખાસ વાત છે કે, તે પોતાના પગાર પેટે માત્ર 1 જ રૂપિયો લે છે. તેનું નામ છે અમિત કટારિયા (Amit Kataria) છે. 1 રૂપિયો પગાર લેવા છતા પણ તેમની નેટવર્થ કરોડો રૂપિયા છે.
આ પણ વાંચો : Sabarkantha : વિજયનગર પોલો પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, બે આશાસ્પદ યુવકોના મોત
હરિયાણાના ગુરૂગ્રામના છે
IAS Amit Kataria હરિયાણાના ગુરૂગ્રામના રહેવાસી છે અને હાલમાં છત્તીસગઢમાં પોસ્ટેડ થયા છે. આશરે 7 વર્ષના સેન્ટ્રલ ડેપ્યુટેશનથી તેઓ પરત ફર્યા છે. તેમની ગણતરી દેશના સૌથી અમીર અધિકારીઓમાં કરવામાં આવે છે, તેઓ અનેકવાર સમાચારોમાં આવે છે પછી વાત હોય PM Modi સાથે મુલાકાત દરમિયાન આંખો પર કાળા ચશ્મા પહેરવાની હોય કે પછી 1 રૂપિયો સેલેરી લેવાની હોય. હાલમાં જ તેમની છત્તીસગઢમાં ફરીથી પોસ્ટિંગ થયું છે.
આ પણ વાંચો : Pushpa-2 ની શ્રીલીલા કોણ છે? જેની ઈન્ટરનેટ પર થઈ રહી છે ચર્ચા
કરોડોમાં છે તેમની નેટવર્થ
Amit Kataria એક બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે અને તેમના પરિવારનો મોટો રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શનનો વ્યાપાર છે. જે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ફેલાયેલો છે. આ બિઝનેસ તેમના પરિવારના સભ્યો ચલાવે છે. આ વ્યાપારથી તેમને કરોડોની કમાણી થાય છે. રિપોર્ટ અનુસાર તેમની નેટવર્થ આશરે 8 કરોડ રૂપિયા કરતા વધારે છે. જ્યારે વર્ષ 2021 અનુસાર તેમની પોસ્ટ પર સેલેરીમાં 56000 બેઝીક પે અને અન્ય ભથ્થાઓ સાથે કૂલ 1.40 લાખ રૂપિયા હતી. જો કે અમિત કટારિયા પોતાની સેલેરીમાંથી માત્ર 1 રૂપિયો જ લે છે. અમિત કટારિયાની પત્ની અસ્મિતા હાંડા પણ કોમર્શિયલ પાયલોટ છે. તેની સેલેરી પણ લાખો રૂપિયામાં છે.
આ પણ વાંચો : Uttar Pradesh : પત્ની ત્રીજી વખત પ્રેગ્નન્ટ થઇ તો પતિ ચોંકી ગયો અને...
2003 માં UPSC પરીક્ષા પાસ કરી
અમિત કટારિયા છત્તીસગઢ કેટરના અધિકારી છે. શરૂઆતી શિક્ષણ દિલ્હીથી પૂર્ણ કર્યા બાદ વર્ષ 2003 માં યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી. તેમણે UPSC માં 18 મો રેંક પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત IIT Delhi ના વિદ્યાર્થી પણ રહી ચુક્યા છે. જ્યાંથી તેમણે બીટેકની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
આ પણ વાંચો : Gondal : તુલસી વિવાહનું ભવ્ય આયોજન, મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ રહેશે હાજર
બસ્તરમાં પોસ્ટિંગ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, IAS અમિત કટારિયા બસ્તરમાં કલેક્ટર હતા તે દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. વર્ષ 2015 માં વડાપ્રધાન મોદીની બસ્તર મુલાકાત દરમિયાન તેઓ ચર્ચામાં આવ્યા. જ્યારે પીએમ મોદીનું સ્વાગત કરવા દરમિયાન તેમણે ચશ્મા પહેરેલા રાખ્યા હતા. જે સરકારી પ્રોટોકોલની વિરુદ્ધ છે. ત્યાર બાદ અમિત કટારિયાને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. બસ્તરથી હટાવીને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર દિલ્હી બોલાવાયા હતા.
આ પણ વાંચો : PM Modi : સમાજમાં ભાગલા પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે