Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટેકઓફ માટે તૈયાર હતું વિમાન, અચાનક એન્જનમાંથી નિકળવા લાગ્યો ધુમાડો અને પછી...

280 મુસાફરોથી ભરેલી ફ્લાઈટમાંથી નીકળવા લાગ્યો ધુમાડો ચેન્નઈથી દુબઈ જઇ રહી હતી ફ્લાઈટ એન્જનમાંથી ધુમાડો નીકળતા પેસેન્જર્સ સહિત ક્રૂ મેમ્બર્સને આવી ગયો પરસેવો ચેન્નાઈ એરપોર્ટ (Chennai Airport) પર એક ગંભીર ઘટના બની, જ્યારે એક ફ્લાઈટ ટેકઓફ (take-off) માટે તૈયાર...
ટેકઓફ માટે તૈયાર હતું વિમાન  અચાનક એન્જનમાંથી નિકળવા લાગ્યો ધુમાડો અને પછી
  • 280 મુસાફરોથી ભરેલી ફ્લાઈટમાંથી નીકળવા લાગ્યો ધુમાડો
  • ચેન્નઈથી દુબઈ જઇ રહી હતી ફ્લાઈટ
  • એન્જનમાંથી ધુમાડો નીકળતા પેસેન્જર્સ સહિત ક્રૂ મેમ્બર્સને આવી ગયો પરસેવો

ચેન્નાઈ એરપોર્ટ (Chennai Airport) પર એક ગંભીર ઘટના બની, જ્યારે એક ફ્લાઈટ ટેકઓફ (take-off) માટે તૈયાર થઇ રહી હતી ત્યારે અચાનક એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ત્યારબાદ એરપોર્ટ (Airport) પર હલચલ મચી ગઈ અને ફ્લાઈટમાં સવાર 300 જેટલા મુસાફરોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. આવી પરિસ્થિતિમાં ક્રૂ મેમ્બર (crew members) અને એરપોર્ટ સ્ટાફ પણ ચિંતામાં આવી ગયો હતો. સદનસીબે, ટેકનિકલ ખામી (technical fault) નું કારણ જાણ્યા પછી ટેકઓફ પહેલા જ આ સમસ્યાને કાબૂમાં લઈ મોટી દુર્ઘટના ટાળી શકાયી હતી.

Advertisement

એન્જિનમાંથી ધુમાડા અને પેસેન્જર્સમાં ભય

સવારે ચેન્નાઈથી ઉડાન ભરવાની તૈયારીમાં રહેલી ફ્લાઈટના એન્જનમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર, લગભગ 10 મિનિટ સુધી ધુમાડો નીકળતો રહ્યો અને આ જોઈને મુસાફરો ડરી ગયા હતા. મહત્વની વાત એ છે કે, ટેકનિકલ ટીમની સતર્કતા અને સમયસર કામગીરીને કારણે ટેકઓફ પહેલા જ આ ખામી શોધી કાઢવામાં આવી હતી. એરપોર્ટ મેનેજમેન્ટે તરત જ ફાયર બ્રિગેડને મોકલી, જેણે એન્જિનમાં લાગેલી આગને કાબૂમાં લીધી. આ પછી, ટેકનિકલ ટીમે તપાસ કરી અને ખામીને સુધારી અને ફ્લાઇટ અડધા કલાકના વિલંબ સાથે ઉડાન ભરી હતી. જો કે એરપોર્ટ મેનેજમેન્ટે ટેક્નિકલ ખામી વિશે જણાવ્યું ન હતું, પરંતુ સમયસર સમસ્યાનો ઉકેલ આવ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટના રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ બની હતી.

ટેક્નિકલ ખામી, મોટી દુર્ઘટના ટળી

સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, ટેક્નિકલ ટીમે જ્યારે તપાસ કરી ત્યારે તેમને ધુમાડો નીકળવાનું કારણ ઓવરહિટીંગ એન્જિનમાં વધારાનું ઓઈલ જવાનું છે. ઓવરફિલિંગને કારણે એન્જિનમાં સહેજ સ્પાર્ક થતાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. અકસ્માતની ઝીણવટભરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઈંધણ ભરતી વખતે એન્જિનમાં ઘણું તેલ ભરાઈ ગયું અને તેના કારણે ગરમ એન્જિન બળવા લાગ્યું. એન્જિનમાંથી કાળો ધુમાડો નીકળતો જોઈને મુસાફરોએ ક્રૂને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ રનવે પર પહોંચી ગઈ હતી. આ ઘટના અંગે એરલાઈન્સના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. સંપૂર્ણ સંતોષ બાદ જ ફ્લાઇટને ટેક ઓફ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. બીજી તરફ પેસેન્જર્સમાંથી ઘણા લોકો એન્જિન તરફ જોતા હતા અને આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે, આવું કંઇક ટેકઓફ પછી થયું હોત તો શું?

Advertisement

આ પણ વાંચો:  ફ્લાઇટમાં મુસાફરો ત્યારે ડરી ગયા જ્યારે પાયલોટે કહ્યું - Sorry મને વિમાન લેન્ડ કરતા નથી આવડતું

Advertisement
Tags :
Advertisement

.