Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈએ થશે શરૂ,યુનિફોર્મ સિવિલ કોડ બિલ થઈ શકે છે રજૂ

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપી. તેમણે ટ્વીટ કર્યું, "સંસદનું ચોમાસુ સત્ર, 2023 20મી જુલાઈથી શરૂ થશે અને 11મી ઓગસ્ટ સુધી ચાલશે. તેમણે વધુમાં લખ્યું કે આ 23 દિવસના સત્રમાં...
સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈએ થશે શરૂ યુનિફોર્મ સિવિલ કોડ બિલ થઈ શકે છે રજૂ

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપી. તેમણે ટ્વીટ કર્યું, "સંસદનું ચોમાસુ સત્ર, 2023 20મી જુલાઈથી શરૂ થશે અને 11મી ઓગસ્ટ સુધી ચાલશે. તેમણે વધુમાં લખ્યું કે આ 23 દિવસના સત્રમાં કુલ 17 બેઠકો થશે. હું તમામ પક્ષોને વિનંતી કરવા માંગુ છું. સત્ર દરમિયાન સંસદના કાયદાકીય મુદ્દાઓ પર કામ કરવા રચનાત્મક યોગદાન આપવાની અપીલ કરું છું. માનવામાં આવે છે કે મોદી સરકાર આ સત્રમાં સમાન નાગરિક સંહિતા બિલ (Uniform Civil Code) રજૂ કરી શકે છે.

Advertisement

આમાં નેશનલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ એમેન્ડમેન્ટ બિલ રજૂ કરી શકાય છે. UCC સંસદીય સમિતિને કાયદા સંબંધિત બિલ પણ મોકલી શકે છે. ચોમાસુ સત્રમાં વધુ ઘણા બિલો પસાર થવાની સંભાવના છે. આમાં નેશનલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ એમેન્ડમેન્ટ બિલ રજૂ કરી શકાય છે.

Advertisement

UCC બિલ રજૂ કરવામાં આવી શકે છે

મોનસૂન સત્રમાં મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને બિલ રજૂ કરી શકે છે. યુસીસીને લઈને પીએમ મોદીના તાજેતરના નિવેદન પછી, તેના વિશે અટકળો તેજ થઈ ગઈ છે. 27 જૂને પીએમ મોદીએ ભોપાલમાં કહ્યું હતું કે જ્યારે બે કાયદા હોવાને કારણે ઘર નથી ચાલી શકતું તો દેશ બેવડી વ્યવસ્થા સાથે કેવી રીતે ચાલશે? પીએમ મોદીનું નિવેદન UCCની તરફેણમાં પિચ તૈયાર કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે.

Advertisement

કોંગ્રેસે પણ શરૂ કરી તૈયારી

સંસદ સત્ર પહેલા કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. UCC પર પીએમ મોદીના નિવેદન બાદથી કોંગ્રેસ કેન્દ્ર પર પ્રહારો કરી રહી છે. આવી સ્થિતિમાં સંસદમાં આ મુદ્દે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીના સ્ટેન્ડનો અંદાજ લગાવી શકાય છે. ચોમાસુ સત્રને લઈને શનિવારે (1 જુલાઈ)ના રોજ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ સંસદીય સમિતિ (CPC)ની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક 10 જનપથ ખાતે બોલાવવામાં આવી છે.

આપણ  વાંચો -આજથી બદલાયા આ મોટા નિયમો, શું તમારા ખિસ્સા પર પડશે અસર

Tags :
Advertisement

.