Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દુલ્હને કહ્યું મારી હલ્દી છે મને જવા દો, પંજાબ પોલીસે કહ્યું મોઢું તો મીઠુ કરાવવું જ પડશે

પંજાબ પોલીસનો એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં દુલ્હનને રોક્યા બાદ તે કંઇક એવું કરતા જોવા મળ્યા જેની ચર્ચા હવે જોરશોરથી છે.
દુલ્હને કહ્યું મારી હલ્દી છે મને જવા દો  પંજાબ પોલીસે કહ્યું મોઢું તો મીઠુ કરાવવું જ પડશે
Advertisement
  • પંજાબ પોલીસની કાર્યવાહી સોશિયલ મીડિયા પર વાયરલ
  • કેટલાક લોકો પોઝિટિવ તો કેટલાક લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે
  • યુવતીના લગ્ન હોવાના કારણે તેને છોડી મુકવામાં આવી હતી

નવી દિલ્હી : પંજાબ પોલીસ અંગેની તમામ વસ્તુઓ સોશિયલ મીડિયા પર આવતી રહે છે. તેમની કડકાઇ લોકોની વચ્ચે હંમેશા ચર્ચાનો વિષય બનેલી રહે છે. તેમનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા બાદ લોકો અનેક પ્રકારની કોમેન્ટ્સ કરતા જોવા મળે છે. લોકોને આ વીડિયો ખુબ જ ક્યુટ જોવા મળી રહ્યો છે. પંજાબ પોલીસે એક ગાડીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન મામલે રોક્યા હતા, જો કે અંદર દુલ્હન બેઠેલી હતી. ત્યાર બાદ જે કંઇ પણ થયું તે જોઇને લોકો હૈરાન થઇ ગયા.

Advertisement

હલ્દીની રસમ માટે જઇ રહી હતી આંચલ અરોડા

હલ્દીની રસમ માટે આંચલ અરોડા જઇ રહી હતી. ત્યારે તેને પંજાબ પોલીસે રોક્યા હતા. તેમને લાગ્યું કે, પોલીસ હવે તેમને દંડમી મોટી રકમ લેવાની છે. જો કે પોલીસે જોયું કે, ગાડીમાં દુલ્હન બેઠેલી છે. તો પ્રીવેડિંગ ફંક્શન માટે જઇ રહી છે. પોલીસે આંચલનું ચલણ પણ માફ કરી દીધું અને તેના બદલે એક ખુબ જ સારી ડિમાન્ડ કરી દીધી. એક પોલીસ અધિકારીએ દુલ્હનને કહ્યું કે, મોઢુ મીઠુ કરાવીને જજે. પંજાબ પોલીસનો આ અંદાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વ્યવહારની દરેક કોઇ વખાણ કરી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Smartphone: આવી રહ્યો છે ધાંસૂ મોબાઇલ, 6500mAh બેટરી સાથે Realmeનો આ ફોન થશે લૉન્ચ

Advertisement

આંચલ અરોડા ફેશન ઇન્ફ્લુએન્સર છે

અત્રે ઉલ્લેખનીય છે કે, આંચલ અરોડા પંજાબ બેઝ્ડ ફેશન ઇન્ફ્લુએન્સર છે, જેણે આવીડિયો શેર કર્યો છે. વીડિયો સાથે ઉપર કેપ્શનમાં તેમણે લખ્યું કે, જ્યારે તમે વિચાર્યું હોય કે હવે તો ચલણ કપાઇ જશે પરંતુ આ લગ્ન મુબારક હતા.

પંજાબ પોલીસે વીડિયો પર યુઝર્સમાં કરી કોમેન્ટ્સ

મળતી માહિતી અનુસાર પંજાબ પોલીસ આ વીડિયોમાં અત્યાર સુધી 3 મિલિયન લાઇક્સ મળી ચુક્યા છે. લોકો આ વીડિયો પર અનેક પ્રકારની કોમેન્ટ્સ કરતા દેખાઇ રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ્સ પર લખ્યું કે, જેંડર ઉલટી કરી દોપચી જુઓ કે શું જોવા મળે છે. આ સાથે જ કેટલાક લોકોએ પંજાબ પોલીસના આ પગલાનો વિરોધ પણ કર્યો હતો.

આ પણ વાંચો : ટ્રમ્પના બર્થ રાઇટ નાગરિકતા કાયદાથી ભારતીય ગર્ભવતી મહિલાઓમાં ડર, સમય પહેલાં બાળકોને જન્મ અપાવવા લાઈન લાગી

Tags :
Advertisement

Trending News

.

×