સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવીનું નિધન, 96 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ જસ્ટિસ ફાતિમા બીવીનું ગુરુવારે કેરળની એક ખાનગી હોસ્પિટલમાં 96 વર્ષની વયે નિધન થયું હતું. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જસ્ટિસ ફાતિમા બીવીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેમણે સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તમિલનાડુના ગવર્નર તરીકે પોતાની છાપ છોડી છે.
સ્વર્ગસ્થ ન્યાયાધીશ ફાતિમા બીવીએ કેરળમાં વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને 1974માં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ બનવાથી કરી હતી.1980માં તેઓ ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં જોડાયા હતા અને 1983માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા. જસ્ટિસ બીવી મૂળ કેરળના પંડાલમના રહેવાસી હતા.
મહિલાઓ માટે રોલ મોડલ બનો
(સ્વ.) જસ્ટિસ ફાતિમા બીવી, તેમની લાંબી અને પ્રસિદ્ધ કારકિર્દી દરમિયાન, દેશભરની મહિલાઓ માટે એક આદર્શ અને ઉદાહરણ તરીકે સેવા આપી છે. ફાતિમા બીવીનું નામ માત્ર ન્યાયતંત્રમાં જ નહીં પરંતુ દેશના ઈતિહાસમાં પણ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે.
સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજનું નિધન
96 વર્ષની વયે ફાતિમા બીવીનું નિધન થયું
તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે
કેરળના પંડાલમના વતની હતા ફાતિમા બીવી
1983માં સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા#supremecourt #womanjudge #fatimabeevipassesaway #gujaratfirst pic.twitter.com/2GTwdlTPZA— Gujarat First (@GujaratFirst) November 23, 2023
રાજકારણમાં પણ છાપ છોડી
ફાતિમા બીવી તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપ્યા પછી, તેમણે તમિલનાડુના રાજ્યપાલ તરીકે નિમણૂક કરીને રાજકીય ક્ષેત્રે પણ પોતાની છાપ છોડી.
કેરળના રહેવાસી
તમને જણાવી દઈએ કે, કેરળના પંડાલમની રહેવાસી બીવી ફાતિમાએ પથાનમથિટ્ટાની કેથોલિક હાઈસ્કૂલમાં સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો હતો. બાદમાં તેમણે તિરુવનંતપુરમ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી. તેમણે સરકારી લો કોલેજમાંથી કાયદાની સ્નાતકની ડિગ્રી મેળવી અને 14 નવેમ્બર, 1950ના રોજ વકીલ તરીકે નોંધણી થઈ.
પોતાના નામે અનેક પદવીઓ
તે કોઈપણ ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનારી પ્રથમ મુસ્લિમ મહિલા ન્યાયાધીશ પણ હતી. આ ઉપરાંત એશિયામાં કોઈ દેશની સર્વોચ્ચ અદાલતની પ્રથમ મહિલા ન્યાયાધીશનું બિરુદ પણ તેમના નામે છે. ફાતિમા બીવી 1989માં સુપ્રીમ કોર્ટની મહિલા જજ બનનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સભ્ય પણ રહી ચૂક્યા છે.
તમિલનાડુના ગવર્નર તરીકે નિયુક્ત થતા પહેલા, ફાતિમા બીવીને 3 ઓક્ટોબર, 1993ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (ભારત)ના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમણે રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તમિલનાડુ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પણ સેવા આપી હતી.
આ પણ વાંચો-રાજૌરી એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર ઠાર, સુરક્ષાદળોને મળી સફળતા