કેન્દ્ર સરકારે Toll નિયમોમાં કર્યો મોટો ફેરફાર, આટલા કિમી સુધી એક પણ રૂપિયો નહીં ચૂંકવવો પડે
- ટોલ નિયમોમાં કેન્દ્ર સરકારે કર્યો મોટો બદલાવ
- હાઇવે, એકસપ્રેસ-વે પર 20 KM સુધી નહીં લાગે ટોલ
- વાહનમાં GNSS સિસ્ટમ કાર્યરત હોવી જરૂરી
- 20 કિમી બાદ કિલોમીટરના આધારે લાગશે ટોલ
કેન્દ્ર સરકારે ટોલ નિયમો (Toll Rules) માં એક મોટો ફેરફાર કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. હવે હાઈવે, એક્સપ્રેસ-વે (Expressway) પર 20 કિમી સુધી ટોલ ટેક્સ (Toll Tax) આપવાનો રહેશે નહીં. નવા નિયમો (New Rules) અનુસાર, નિર્ધારિત અંતર માટે જ ટોલ ચૂકવવો પડશે. 20 કિલોમીટર સુધીના ટોલ રોડ (Toll Road) પર કોઈ ફી વસૂલવામાં આવશે નહીં.
નિયમો બદલાયા
આ સાથે દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની નવી સૂચના અનુસાર, હવે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS), ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) અને ઓન બોર્ડ યુનિટ્સ (OBU)નો ઉપયોગ ટોલ વસૂલાત માટે કરવામાં આવશે. હવે આ આધુનિક સિસ્ટમની મદદથી ઓટોમેટિક ટોલ કલેક્શન કરવામાં આવશે. આ FASTag અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) ટેકનોલોજીથી અલગ છે. નેશનલ હાઈવે ફી સુધારા નિયમો, 2024ના નોટિફિકેશન મુજબ, જો હાઈવે પર ડ્રાઈવિંગનું અંતર 20 કિલોમીટરથી વધુ હોય તો જ ટોલ વસૂલવામાં આવશે. GNSS સાથે ફીટ કરેલા રાષ્ટ્રીય પરમિટ વાહનો સિવાયના વાહનોના માલિકો પાસેથી 20 કિલોમીટરની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ, કાયમી પુલ, બાયપાસ અથવા ટનલનો ઉપયોગ કરવા માટે કોઈ ફી વસૂલવામાં આવશે નહીં. હાઇવે પર દરરોજ ટૂંકા અંતરની મુસાફરી કરનારાઓ માટે આ ખૂબ જ ઉપયોગી થશે.
ટોલ નિયમોમાં કેન્દ્ર સરકારે કર્યો મોટો બદલાવ
હાઇવે, એકસપ્રેસ-વે પર 20 KM સુધી નહીં લાગે ટોલ#India #BigBreaking #TollTax #Expressway #GNSS #NationalHighwayFee #Government #GujaratFirst pic.twitter.com/nF8M26gtYC— Gujarat First (@GujaratFirst) September 10, 2024
ટોલ પ્લાઝાની જરૂરિયાત ખતમ થઈ જશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પહેલેથી જ માહિતી આપી છે કે GNSS-આધારિત ટોલ કલેક્શન સિસ્ટમનો પાયલોટ અભ્યાસ કર્ણાટકમાં NH-275ના બેંગલુરુ-મૈસૂર વિભાગ અને હરિયાણામાં NH-709ના પાણીપત-હિસાર વિભાગ પર હાથ ધરવામાં આવ્યો છે. GNSS લાગુ થયા બાદ ફાસ્ટેગ નાબૂદ થઈ જશે અને હાઈવે પર ટોલ પ્લાઝાની જરૂરિયાત પણ ખતમ થઈ જશે. તેનાથી ટોલ પ્લાઝા પર સમયની બચત થશે. આ પછી ફાસ્ટેગ સ્ટીકર ખરીદવાની અને પછી તેને માન્ય કરવાની જરૂર રહેશે નહીં.
આ પણ વાંચો: વાહનચાલકો માટે ખરાબ સમાચાર! Toll Tax મુદ્દે વધારે એક ઝટકો મળશે