Delhi માં નકલી શાળાઓનો મામલો, જાણો કેવી રીતે ચાલી રહી છે આ શાળાઓ?
- દિલ્હીમાં 11 નકલી શાળાઓ મળી આવી
- શિક્ષણ મંત્રી આશિષ સૂદે માહિતી આપી
- સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરશે
Delhi Fake School: દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી આશિષ સૂદે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીમાં 11 નકલી શાળાઓ મળી આવી હોવાની માહિતી આપી. તેમણે કહ્યું કે આ શાળાઓ ખોટી રીતે ચલાવવામાં આવી રહી છે. સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરશે.
કોંગ્રેસના સમયથી ચાલી રહી છે ડમી શાળાઓ
નકલી શાળાઓના કિસ્સામાં, સોશિયલ જ્યુરિસ્ટ નામની સામાજિક સંસ્થાના સ્થાપક અને વરિષ્ઠ વકીલ ડૉ. અશોક અગ્રવાલે જણાવ્યું કે નકલી શાળાઓ ઘણી રીતે કાર્યરત છે. તેમણે કહ્યું કે ઘણી નકલી શાળાઓ ફક્ત આમ આદમી પાર્ટી (AAP)ની સરકારના સમયથી જ નહીં, પરંતુ કોંગ્રેસ સરકારના સમયથી પણ ચાલી રહી છે.
આ પણ વાંચો : Myanmar માં ફરી ભૂકંપના આંચકા, ભારતના આ રાજ્યમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
નકલી કે ડમી શાળાઓ કેવી હોય છે? : આપણે નકલી અથવા બનાવટી શાળાઓને આ રીતે સમજી શકીએ છીએ કે
- તેઓ કેટલીક મોટી શાળાઓ સાથે ટાઈઅપ કરી લે છે.
- તેઓ બાળકોને પોતાની શાળામાં એડમિશન આપે છે, પણ બાળકોને પરીક્ષા કોઈ બીજી મોટી શાળાના નામે અપાવે છે.
- સાથે જ, બાળકોના પાસ આઉટ થયા પછી, બાળકોને તે જ ટાઈઅપવાળી શાળાનું પ્રમાણપત્ર મળે છે.
- તે શાળાઓ પાસે કોઈ માન્યતા કે એફિલિએશન નથી હોતુ.
- તે આ માટે અન્ય શાળાઓ પર આધાર રાખે છે. જો આવી નકલી કે માન્યતા વગરની ડમી શાળાઓમાં ભણતા બાળકોને ક્યારેય ટીસી કે અન્ય કોઈ પ્રમાણપત્રની જરૂર પડે, તો તે પણ તેની સાથે જોડાયેલી મોટી શાળાના નામે જ મળે છે.
શુ કહ્યું ડૉ. અશોક અગ્રવાલે ?
ડૉ. અશોક અગ્રવાલે જણાવ્યું કે નકલી અથવા ડમી શાળાઓ એવી છે જે બાળકોને પ્રવેશ આપે છે અને તેમની પાસેથી આખા વર્ષની ફી વસૂલ કરે છે. બાળકોના માતા-પિતા શાળાએ જતા પહેલા નક્કી કરે છે કે તેમનું બાળક ભણવા માટે શાળાએ નહીં આવે. તમારે તેની હાજરી પરીક્ષા અને બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરવી પડશે. અમારુ બાળક બીજી કોઈ પરીક્ષા કે બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરશે. આવી શાળાઓને નકલી અથવા ડમી શાળાઓ કહેવામાં આવે છે. આ શાળાઓ એવી રીતે પ્રવેશ આપે છે કે તેમના ખર્ચમાં બચત થાય છે. તેમને બાળકો માટે વર્ગખંડો, વીજળી અને પાણીની વ્યવસ્થા કરવાની જરૂર નથી. કંઈપણ ખર્ચ કર્યા વિના તેઓ સંપૂર્ણ ફી મેળવે છે અને બાળકોની હાજરી નોંધતા રહે છે.
ડૉ. અશોક સોશિયલ જ્યુરિસ્ટ નામની એક સામાજિક સંસ્થા ચલાવે છે, જે શિક્ષણના અધિકાર માટે કામ કરે છે.
આ પણ વાંચો : Delhi: યમુના નદીની સફાઈને લઈ PM મોદીએ કરી ઉચ્ચ સ્તરીય બેઠક