Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tesla ફાઉન્ડર Elon Musk એ અચાનક ભારત મુલાકાત રદ્દ કરી, રાજકીય પંડિતોએ આપ્યું ચોંકાવનારુ કારણ

નવી દિલ્હી : ટેસ્લા ફાઉન્ડર એલોન મસ્કે અચાનક પોતાની ભારત મુલાકાતને રદ્દ કરી દીધી છે. આ મુલાકાતમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનાં હતા. તેમની મુલાકાત દરમિયાન એલોન મસ્ક ભારતમાં પોતાના પ્લાન્ટની સ્થાપના અંગે પણ જાહેરાત કરે તેવી શક્યતા...
tesla ફાઉન્ડર elon musk એ અચાનક ભારત મુલાકાત રદ્દ કરી  રાજકીય પંડિતોએ આપ્યું ચોંકાવનારુ કારણ

નવી દિલ્હી : ટેસ્લા ફાઉન્ડર એલોન મસ્કે અચાનક પોતાની ભારત મુલાકાતને રદ્દ કરી દીધી છે. આ મુલાકાતમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનાં હતા. તેમની મુલાકાત દરમિયાન એલોન મસ્ક ભારતમાં પોતાના પ્લાન્ટની સ્થાપના અંગે પણ જાહેરાત કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ટેસ્લા પોતાની ઇલેક્ટ્રીક કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ભારતમાં સ્થાપવા માંગે છે. જો કે આ ઉદ્યોગપતિએ કામના ભારે કામના દબાણનું કારણ ધરીને મુલાકાત રદ્દ કરવામાં આવી હોવાની જાણ કરી હતી.

Advertisement

એલોન મસ્કે ટ્વીટર પર મુલાકાત રદ્દ કર્યાની જાહેરાત કરી

એલોન મસ્કે ટ્વીટર પર જાહેરાત કરી કે, કામના ભારે દબાણને કારણે મારી ભારત યાત્રા થોડા સમ માટે ટાળી રહ્યો છું. પરંતુ હું ખુબ જ આશાન્વિત છું કે, આ વર્ષના અંત સુધીમાં ભારતની મુલાકાત લઇશ.મસ્ક આ વર્ષે પોતાના ખુબ જ આશાસ્પદ પ્રોજેક્ટના ગ્રાઉન્ડના કામને આ વર્ષના અંત સુધીમાં જાહેરાત કરી શકે છે. 2.3 બિલિયનનું રોકાણ ભારતમાં કરવા માંગે છે. જેમાં તેઓ પોતાના અત્યંત આશાસ્પદ ઇલેક્ટ્રીક કારનો સમગ્ર પ્રોડક્શન પ્લાન્ટઅહીં સ્થાપિત કરશે. આ ગાડી આશરે 25 લાખ રૂપિયામાં ભારતીય માર્કેટમાંલોન્ચ કરે તેવી શક્યતા છે.

ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સની સાથે મુલાકાત કરી શકે છે

આ ઉપરાંત તેઓ નવી દિલ્હીમાં અલગ અલગ સ્પેસ સ્ટાર્ટઅપ્સની સાથે પણ મુલાકાત કરવાના હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મસ્ક સરકારી પરવાનગીઓની રાહ જોઇ રહ્યા છે ત્યાર બાદ તેઓ ભારતમાં પોતાના સ્ટારલિંક સેટેલાઇટ દ્વારા ભારતમાં બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મસ્ક કે જેઓએ પોતે જ X પર પોતાની જ ભારતના કાર્યક્રમને કન્ફર્મ કર્યા હતા. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અંગે ખુબ જ આશાન્વિત છું.

Advertisement

રાજકીય પંડિતોએ મુલાકાત રદ્દ થવા પાછળના કારણો અંગે ચિંતા વ્યક્ત કરી

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક રાજકીય પંડીતોએ જણાવ્યું કે, ચૂંટણીની વ્યસ્તતાને કારણે ભારત સરકાર દ્વારા તેમને કાર્યક્રમ પોસ્ટપોન્ડ કરવા માટે જણાવાયું હોઇ શકે છે. બીજી તરફ કેટલાક નિષ્ણાંતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, હાલમાં ચૂંટણીમાં જે પ્રકારની રાજકીય સ્થિતિ છે તેને જોતા મસ્ક ઉતાવળ કરવા નથી માંગતા.આગામી જે પણ સરકાર આવે ત્યાર બાદ આગળ વધી શકે છે. તેઓ એક સ્માર્ટ ઇન્વેસ્ટર છે અને તેઓ રાજકીય અસ્થિરતાને જોતા આગામી સરકારની સાથે જ તેઓ પોતાના પ્રોજેક્ટને આગળ વધારી શકે છે. વર્ષના અંત સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થયા બાદતેઓ સમગ્ર આયોજન કરશે.

આ પણ વાંચો : Odisha: ઓડિશામાં બની મોટી દુર્ઘટના, મહાનદીમાં 50 લોકો ભરેલી બોટ પલટતા 7 ના મોત

Advertisement

આ પણ વાંચો : Punjab Sangrur District Jail: જેલમાં કેદીઓ વચ્ચે તિક્ષ્ણ હથિયાર વડે મારામારી! 2 ના મોત, બે ગંભીર રીતે ઘાયલ

Tags :
Advertisement

.