Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Terror attack in Srinagar : સામાન્ય નાગરિકોને ટાર્ગેટ બનાવતા આતંકી, શ્રીનગરના માર્કેટમાં ગ્રેનેડથી કર્યો હુમલો

શ્રીનગરમાં આતંકીઓએ ફરી એકવાર હુમલો કર્યો છે. આ વખતે તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનની બહાર CRPF ના બંકર પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં 10 થી 12 લોકો ઘાયલ થયા છે.
terror attack in srinagar   સામાન્ય નાગરિકોને ટાર્ગેટ બનાવતા આતંકી  શ્રીનગરના માર્કેટમાં ગ્રેનેડથી કર્યો હુમલો
  • શ્રીનગરમાં ફરી ગ્રેનેડ હુમલો, 10 થી 12 લોકો ઘાયલ
  • શ્રીનગરમાં આતંકવાદીઓનો ભયાનક હુમલો, CRPF બંકર પર ગ્રેનેડ ફેંકાયો
  • શ્રીનગરમાં સંડે બજારમાં ગ્રેનેડ હુમલો, નાગરિકો પર હુમલો
  • શ્રીનગરમાં આતંકવાદીઓનો ગ્રેનેડ હુમલો, ભીડ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો

Terror attack in Srinagar : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. આ વખતે આતંકીઓએ ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનની બહાર CRPF ના બંકર પર ગ્રેનેડ હુમલો (grenade attack) કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલામાં 10 થી 12 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે.

Advertisement

નાગરિકો પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર જિલ્લામાં રવિવારના રોજ સંડે બજારમાં શોપિંગ કરી રહેલા લોકો પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં 10થી 12 નાગરિકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ માત્ર નાગરિકોને નિશાન બનાવ્યા હતા. જાણી જોઇને માર્કેટમાં એકઠી થયેલી ભીડ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોની સંખ્યા વધી શકે છે. સાથે જ પોલીસ અને સેનાની ટીમ આતંકીઓને શોધવામાં વ્યસ્ત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રેનેડ ટુરીઝમ રિસેપ્શન સેન્ટર (TRC)ના રમતના મેદાનની બહાર ફેંકવામાં આવ્યો હતો. આતંકીઓ ક્યાંથી આવ્યા, હુમલા બાદ ક્યાં ભાગી ગયા? પોલીસ અને સેના તેમને શોધવામાં વ્યસ્ત છે.

Advertisement

તાજેતરમાં લશ્કરનો કમાન્ડર માર્યો ગયો

તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે શ્રીનગરના ખાનિયાર વિસ્તારમાં સુરક્ષા દળોના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઉસ્માન ભાઈ માર્યો ગયો હતો. આઈજીપી કાશ્મીર વીકે બિરડીએ લશ્કર કમાન્ડર ઉસ્માનની હત્યાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે ઉસ્માન આતંકવાદ સાથે જોડાયેલા ઘણા મામલામાં સામેલ હતો. તે બિન-કાશ્મીરીઓ અને સુરક્ષા દળો પર હુમલામાં સામેલ હતો. તે ઈન્સ્પેક્ટર મસરૂરની હત્યામાં પણ સામેલ હતો.

વર્ષ 2022 માં પણ કર્યો હતો ગ્રનેડે હુમલો

ઉલ્લેખનીય છે કે, અગાઉ માર્ચ 2022માં પણ આતંકવાદીઓએ રવિવારના દિવસે શ્રીનગરના હરિ સિંહ હાઈ સ્ટ્રીટ માર્કેટમાં ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી સહિત 24 લોકો ઘાયલ થયા હતા. બાદમાં એક ઘાયલ વ્યક્તિનું મોત થયું હતું. પોલીસને આતંકવાદીઓ વિશે કોઈ સુરાગ ન હતો. આ હુમલો ભીડને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો:  Jammu & Kashmir : ખાનયારમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, એક આતંકી ઠાર

Tags :
Advertisement

.