Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાશ્મીરમાં ફરી વધ્યો તણાવ! આતંકીઓ અને સેના વચ્ચેની અથડામણમાં 2 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં તણાવ અનંતનાગમાં 2 જવાન શહીદ, 3 ઘાયલ સર્ચ ઓપરેશન ચાલુ Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આજે ફરી આતંકીઓ (Terrorists) અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. શનિવારે અનંતનાગના દૂરના વિસ્તારના જંગલમાં આતંકવાદીઓ સાથેની ભીષણ અથડામણમાં સેનાના 2 જવાન...
કાશ્મીરમાં ફરી વધ્યો તણાવ  આતંકીઓ અને સેના વચ્ચેની અથડામણમાં 2 જવાન શહીદ
  • જમ્મુ-કાશ્મીરમાં તણાવ
  • અનંતનાગમાં 2 જવાન શહીદ, 3 ઘાયલ
  • સર્ચ ઓપરેશન ચાલુ

Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આજે ફરી આતંકીઓ (Terrorists) અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. શનિવારે અનંતનાગના દૂરના વિસ્તારના જંગલમાં આતંકવાદીઓ સાથેની ભીષણ અથડામણમાં સેનાના 2 જવાન શહીદ થયા હતા અને અન્ય 3 ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના કોકરનાગ વિસ્તારના અહલાન ગાગરમંડુ જંગલમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, જેના પગલે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ (Terrorists) એ સેના પર હુમલો કર્યો હતો.

Advertisement

સર્ચ ઓપરેશન દરમિયાન હુમલો

અધિકારીઓએ જણાવ્યું કે જંગલમાં છુપાયેલા આતંકવાદીઓ (Terrorists) એ સર્ચ કરી રહેલા સેનાના જવાનોને જોઈને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેના કારણે ભીષણ અથડામણ થઈ હતી. તેમણે કહ્યું કે, આતંકીઓના ગોળીબારમાં સેનાના બે જવાન શહીદ થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એક સેનાનો જવાન છે, જ્યારે અન્ય બે નાગરિક છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Advertisement

બે નાગરિકો અને એક સૈનિક ઘાયલ

આર્મીના શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વિશિષ્ટ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સામાન્ય વિસ્તાર કોકરનાગ, અનંતનાગમાં આજે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ (Terrorists) તરફથી ગોળીબાર શરૂ થયો હતો. સુરક્ષા દળો તરફથી પણ જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો. હાલમાં કોકરનાગ ઓપરેશનમાં 2 જવાન શહીદ થયા છે. બે નાગરિકો અને અન્ય એક સૈનિક ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો:  Jammu-Kashmir : અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે Encounter, એક જવાન ઈજાગ્રસ્ત

Advertisement

Tags :
Advertisement

.