Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Telangana Election 2023 : BRS ના ભ્રષ્ટ લોકોને જેલ હવાલે કરવાનો અમે સંકલ્પ કર્યો છે: PM મોદી

PM મોદીએ તેલંગાણાના મહબૂબાબાદમાં ચૂંટણી રેલી કરતા કહ્યું કે, કેસીઆરને બીજેપીની વધતી તાકાતનો પરચો ઘણા સમય પહેલા જ થઈ ગયો હતો. લાંબા સમયથી કેસીઆર એ પ્રયત્ન કરી રહ્યા હતા કે, કેવી રીતે બીજેપી સાથે મિત્રતા કરવી. જ્યારે તેઓ એક વખત...
telangana election 2023   brs ના ભ્રષ્ટ લોકોને જેલ હવાલે કરવાનો અમે સંકલ્પ કર્યો છે  pm મોદી

PM મોદીએ તેલંગાણાના મહબૂબાબાદમાં ચૂંટણી રેલી કરતા કહ્યું કે, કેસીઆરને બીજેપીની વધતી તાકાતનો પરચો ઘણા સમય પહેલા જ થઈ ગયો હતો. લાંબા સમયથી કેસીઆર એ પ્રયત્ન કરી રહ્યા હતા કે, કેવી રીતે બીજેપી સાથે મિત્રતા કરવી. જ્યારે તેઓ એક વખત દિલ્હી આવ્યા હતા તો મારી સાથે મુલાકાત કરીને કેસીઆર એ રિકવેસ્ટ કરી હતી. પરંતુ બીજેપી તેલંગાણાના લોકોની ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ કામ ન કરી શકે. તેમણે આવો દાવો પહેલા પણ ઘણી વખત કર્યો છે.

Advertisement

PM મોદીએ આગળ કહ્યું કે, જ્યારથી બીજેપીએ કેસીઆરને ગઠબંધનનો ઈનકાર કરી દીધો છે ત્યારથી BRS અકળાયેલી છે અને મને અપ શબ્દો બોલવાની કોઈ તક નથી છોડતી. અમારી પાર્ટી તેલંગાણાને BRSના ચંગુલમાંથી છોડાવવાની પોતાની જવાબદારી સમજે છે.

Advertisement

PM મોદીએ શું કહ્યું?

Advertisement

PM મોદીએ નિશાન સાધતા કહ્યું કે, BRS ચીફ કેસીઆર એ અહીં જે પણ કૌભાંડ કર્યા છે તેનું બીજેપી સરકાર સત્તામાં આવ્યા બાદ તપાસ કરાવશે. BRSના ભ્રષ્ટ લોકોને જેલ હવાલે કરવાનો અમે સંકલ્પ કર્યો છે.

PM મોદીએ શું દાવો કર્યો?

PM મોદીએ દાવો કર્યો કે તેલંગાણાના લોકો KCR સરકારને ઉખેડી ફેંકવા માટે તૈયાર છે. કેટલાક લોકો તેલંગાણામાં કોંગ્રેસ અંગે પણ ભ્રમ ફેલાવી રહ્યા છે પરંતુ સત્ય એ છે કે, કોંગ્રેસ અને કેસીઆર બંને તેલંગાણાને બરબાદ કરવામાં સમાન પાપી છે. આ કારણોસર તેલંગાણાના લોકો એક બીમારીને હટાવીને બીજી બીમારીને પ્રવેશ ન આપી શકે.તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ છે અને 3 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.

આ  પણ  વાંચો -ચીનમાં રહસ્યમય બિમારી, ભારતમાં હોસ્પિટલોની તૈયારીની સમિક્ષા કરવા આદેશ

Tags :
Advertisement

.