Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tejas Fighter jet Upgrade: ભારતીય વાયુસેનાનું બ્રહ્માસ્ત્ર તેજસ ફાઈટર બનશે સૌથી ઘાતક એરક્રાફ્ટ

Tejas Fighter jet Upgrade: ભારતીય વાયુસેના (Indian Air Force) એ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ (Light Combat Aircraft Tejas) માટે ભવિષ્યના શસ્ત્રો અને સેન્સર માટે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) સાથે થયેલા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેજસ ફાઈટર જેટની ઓપરેશનલ ક્ષમતા...
10:06 PM Feb 22, 2024 IST | Aviraj Bagda
Indian Air Force's Brahmastra Tejas fighter will be the deadliest aircraft

Tejas Fighter jet Upgrade: ભારતીય વાયુસેના (Indian Air Force) એ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ (Light Combat Aircraft Tejas) માટે ભવિષ્યના શસ્ત્રો અને સેન્સર માટે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) સાથે થયેલા કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

તેજસ ફાઈટર જેટની ઓપરેશનલ ક્ષમતા ચકાસી શકાશે

Tejas Fighter jet Upgrade

Tejas Aircraft માં દુશ્મનના હથિયારોથી બચવા અને તેમના વિશે પહેલાથી માહિતી આપવા માટે સેન્સરની જરૂર છે. તેથી ADA આ શસ્ત્રો અને સેન્સર બનાવશે. જેથી Air Force Sensors, Weapon integration, ફ્લાઈટ ટેસ્ટિંગ કર્યા પછી સમયસર તેજસ ફાઈટર જેટની ઓપરેશનલ ક્ષમતા ચકાસી શકે.

વર્ષ 2023 માં Astra Mk-3 નું એકવાર પરીક્ષણ કરાયું

Astra Mk-3 Missile નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ એર-ટુ-એર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ (BVRAAM) છે. તેની રેન્જ 350 કિલોમીટર છે. તે મહત્તમ 66 હજાર ફૂટની ઊંચાઈએ જઈ શકે છે. તેની સ્પીડ 5557 કિમી પ્રતિ કલાક છે. આ મિસાઈલનું 2023 માં એકવાર પરીક્ષણ કરવામાં આવ્યું છે.

TARA Missile વિનાશકારી હથિયારથી સજ્જ

TARA Missile તેનું આખું નામ ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન છે. આ એક પ્રકારનું ચોકસાઇ સ્ટ્રાઇક સ્ટેન્ડ-ઓફ હથિયાર છે. તેની રેન્જ 50 થી 100 કિલોમીટર છે. તેમાં વિસ્ફોટક હથિયાર લગાડવામાં આવ્યા છે.

Light Combat Aircraft Tejas

NASM-MR Missile તેજસમાં ઈન્સ્ટોલ કરવાની યોજના

NASM-MR Missile તે મધ્યમ શ્રેણીની નૌકાદળ વિરોધી જહાજ Missile છે. જેની રેન્જ 250 થી 350 કિલોમીટરની હશે. તેની સ્પીડ 864 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ મિસાઈલને દેશના યુદ્ધ જહાજો અને Tejas Fighter Jet માં ઈન્સ્ટોલ કરવાની યોજના છે.

Light Combat Aircraft Tejas

Brahmos-NG સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ

Brahmos-NG નેક્સ્ટ જનરેશન Missile છે. તેની રેન્જ 290 કિલોમીટર છે. તેનું વજન 1.5 ટન, લંબાઈ 20 ફૂટ અને વ્યાસ 50 સેન્ટિમીટર છે. તેનો ઉપયોગ વિવિધ રીતે કઈ શકાય છે. જેમ કે જમીન, પાણી અને હવાથી ફાયર કરી શકાય છે. આ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (Supersonic cruise missile) છે.

આ પણ વાંચો: BSF Boot Camp: BSF દ્વારા યોજાયેલ બૂટ કેમ્પમાં ભાગ લેનાર યુવાનોની રાજ્યપાલે લીધી મુલાકાત

Tags :
ADAAstra Mk-3BrahMosBrahMos missileBVRAAMGujaratGujaratFirstIdian Air ForceIndian aircraftLight Combat Aircraft TejasNASM-MR MissileTARA MissileTejasTejas Fighter JetTejas Fighter jet Upgrade
Next Article