Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તેજસ એક્સપ્રેસ દોડી, એક એક કરીને પાટા પરથી ઉતરવા લાગ્યા કોચ, ગાઝીયાબાદ સ્ટેશન પર હડકંપ

ગાઝીયાબાદ : સ્ટેશન પર શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ભુવનેશ્વરથી નવી દિલ્હી આવી રહેલી તેજસ એક્સપ્રેસનું એક પૈડુ પાટા પરથી ઉતરી ગયું. માહિતી મળતાની સાથે જ તુરંત જ રેલવેના અધિકારીઓ અને એન્જિનિયર ઘટના સ્થળે પહોંચ્યા અને આશરે 1...
05:32 PM Jun 07, 2024 IST | KRUTARTH JOSHI
Tejas Express Accident

ગાઝીયાબાદ : સ્ટેશન પર શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ભુવનેશ્વરથી નવી દિલ્હી આવી રહેલી તેજસ એક્સપ્રેસનું એક પૈડુ પાટા પરથી ઉતરી ગયું. માહિતી મળતાની સાથે જ તુરંત જ રેલવેના અધિકારીઓ અને એન્જિનિયર ઘટના સ્થળે પહોંચ્યા અને આશરે 1 કલાક સુધી મહેનત કર્યા બાદ તેને રિપેર કરીને દિલ્હી માટે રવાના કરવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના ગાઝીયાબાદના સ્ટેશન પર થઇ હતી. જો રસ્તા વચ્ચે થઇ હોત તો તેના કારણે આખી લાઇન કલાકો સુધી બંધ કરવી પડી હોત . પોતાના ગંતવ્ય પર રવાના કરવામાં ઘણો લાંબો સમય લાગ્યો હોત.

ઓરિસ્સાના ભુવનેશ્વરથી નવી દિલ્હી આવી રહી હતી ટ્રેન

ગાઝિયાબાદ જંક્શન પર શુક્રવારે સવારે તે સમયે હડકંપ મચી ગયો જ્યારે ઓરિસ્સાના ભુવનેશ્વરથી આવી રહેલી તેજસ એક્સપ્રેસના એક કોચનું એક પૈડુ પાટા પરથી ઉતરી ગયું. તેની માહિતી મળતાની સાથે જ ટ્રેનને તત્કાલ રોકવામાં આવી અને જંક્શનના પ્લેટફોર્મ નંબર 4 પર જ તેનું રીપેરિંગ કરવામાં આવ્યું. કોચના પૈડા પાટા પરથી ઉતર્યા બાદ ધીરે ધીરે બીજા કોચના પૈડા પણ પાટા પરથી બહાર આવવા લાગ્યા હતા. જો કે ગાડી ધીમી સ્પીડ પરથી હોવાને કારણે કોઇ મોટી દુર્ઘટના ટળી હતી. તુરંત જ તેનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું.

તેજસ એક્સપ્રેસ ડિરેલ થતા અધિકારીઓમાં હડકંપ

ભુવનેશ્વરથી નવી દિલ્હી આવી રહેલી તેજસ એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતરવાની દુર્ઘટના ગાઝિયાબાદ જંક્શન પર થઇ હતી. પ્લેટફોર્મ 4 પર થયેલી ડિરેલની ઘટનાને એન્જિનિયરો દ્વારા તત્કાલ રિપેર કરવામાં આવી હતી. ટ્રેનને દિલ્હી માટે રવાના કરવામાં આવી હતી. રેલવે દ્વારા અધિકારીક રીતે જણાવાયું કે, આ દુર્ઘટનામાં તમામ લોકો સુરક્ષીત છે. તેજસ ટ્રેનનો એક કોચ ડિરેલ થયા બાદ તેને અલગ કરીને ટ્રેનને સવારે 10 વાગ્યે દિલ્હી માટે રવાના કરવામાં આવી હતી. આ દુર્ઘટના વહેલી સવારે 9 વાગ્યે બની હતી. માહિતી મળતા જ રેલવે તંત્ર દોડતું થયું હતું.

Tags :
BhubaneswarGhaziabad stationGujarat FirstGujarati NewsGujarati Samacharlatest newsMajor accidentNew-DelhiSpeed NewsTejas ExpressTEJAS express derailedTrending News
Next Article