Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Swati Maliwal Case Update: દિલ્હી પોલીસ મુખ્યમંત્રીના આવાસ પરથી પુરાવા મેળવવામાં રહી અસફળ?

Swati Maliwal Case Update: સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે થયેલી મારપીટના મામલામાં દિલ્હી પોલીસે (Delhi Police) ફરી એકવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના ઘરે તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ પ્રિન્ટર અને લેપટોપ સાથે મુખ્યમંત્રી (CM Arvind...
07:33 PM May 19, 2024 IST | Aviraj Bagda
Swati Maliwal Case Update , Vibhav Kumar, CM Arvind Kejriwal, Delhi Police

Swati Maliwal Case Update: સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે થયેલી મારપીટના મામલામાં દિલ્હી પોલીસે (Delhi Police) ફરી એકવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના ઘરે તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ પ્રિન્ટર અને લેપટોપ સાથે મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) આવાસ પર પહોંચી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) ના નિવાસસ્થાનેથી CCTV DVR લઈને નીકળી જોવા મળી હતી.

જોકે અગાઉ પણ Delhi Police ને ઘટના અંગે કોઈ CCTV Footage મળ્યા ન હતા. ત્યારે ફરી એકવાર Delhi Police મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને જઈને તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત Vibhav Kumar પોલીસ તપાસ અને પૂછપરછમાં સહકાર આપી રહ્યા નથી. આ પહેલા 18 May ના રોજ Delhi Police તરફથી હાજર થયેલા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અતુલ શ્રીવાસ્તવે Vibhav Kumar ની કસ્ટડી અંગે દલીલ કરતા કોર્ટને આ અંગે જણાવ્યું હતું.

આ પણ વાંચો: PM મોદીના TMC પર પ્રહાર, કહ્યું- BJP ના વાવાઝોડાએ TMC ના આતંકના કિલ્લાઓને નષ્ટ કરવાનું શરૂ કર્યું છે…

આગળની તમાસ માટે બિભવ કુમાર મુંબઈ લઈ જવાશે

Delhi Police ને શંકા છે કે ઘટનાસ્થળ પર પુરાવા નાશ કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત જ્યારે આરોપીનો ફોનનો પાસવર્ડ પૂછવામાં આવ્યો ત્યારે પણ આપ્યો ન હતો. દિલ્હી પોલીસ Vibhav Kumar ને તેના પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન મુંબઈ લઈ જશે. જોકે, પોલીસ ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી ફોનનો ડેટા રિકવર કરવાનો પણ પ્રયાસ કરશે. આ સિવાય Delhi Police બિભવ કુમારને ક્રાઈમ સ્પોટ એટલે કે સીએમ આવાસ પર પણ લઈ જશે.

આ પણ વાંચો: AAP નેતા Swati Maliwal ને Arvind Kejriwal ના કહેવાથી મારવામાં આવી : Manoj Tiwari

બિભવ કુમાર વિરુદ્ધ કેટલી કલમો દાખલ કરાઈ

હાલમાં, Delhi Police આઈપીસીની કલમ 308 (હત્યાનો પ્રયાસ), 323 (હુમલો), 341, 354 (અત્યાચાર કરવાના ઈરાદાથી હુમલો), 354B (મહિલાને નિવસ્ત્ર કરવાની કોશિશ) 506 (ગુનાહિત ધાકધમકી) અને 509 (મહિલાની સાથે ગેરવર્તન) લાગુ કરવામાં આવી છે. આ પછી 18 May એ પોલીસે વિભવની સીએમ આવાસ પાસેથી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Lok Sabha Election 2024 : પાંચમાં તબક્કામાં 8 રાજ્યોની 49 લોકસભા બેઠકો પર 20 મેના રોજ મતદાન…

Tags :
CM Arvind KejriwalDelhi PoliceSwati Maliwal Case UpdateVibhav Kumar
Next Article