Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sukhdev Singh Gogamedi : સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની મીડિયા સમક્ષ આવી કહી આ વાત

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે બુધવારે મીડિયા સામે આવીને નિવેદન આપ્યું હતું. ધરણા પર હાજર જનમેદનીને સંબોધતા, તેમણે સુખદેવ સિંહના હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી ધરણા સ્થળ પરથી કોઈને પણ ખસવા માટે...
09:51 AM Dec 07, 2023 IST | Hiren Dave

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે બુધવારે મીડિયા સામે આવીને નિવેદન આપ્યું હતું. ધરણા પર હાજર જનમેદનીને સંબોધતા, તેમણે સુખદેવ સિંહના હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી ધરણા સ્થળ પરથી કોઈને પણ ખસવા માટે આહવાન કર્યું હતું. વિરોધમાં હાજર ભીડે પણ તેમને પ્રતિસાદ આપ્યો અને કહ્યું કે તેઓ વિરોધ સ્થળ પરથી હટશે નહીં.

શીલા શેખાવતે કહ્યું કે, જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આપણે અહીંથી ખસવાનું નથી. અમને વચન આપો કે જ્યાં સુધી હત્યારાઓ પકડાશે નહીં ત્યાં સુધી તમે અહીંથી ખસશો નહીં. આવતીકાલે પણ રાજસ્થાન બંધ રહેશે. ભારતના રાજપૂતો, તમારી દીકરીને, તમારી બહેનને એક વચન આપો. તમે લોકો વધુમાં વધુ સંખ્યામાં આવજો. આજે નહીં તો ક્યારેય નહીં.”

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે એમ પણ કહ્યું જ્યાં સુધી હત્યારાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. જો અગાઉ અગાઉ આપવામાં આવી હોત તો આવું બન્યું ન હોત.

ગુરુવારે વતનમાં અંતિમ સંસ્કાર

કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીના અંતિમ સંસ્કાર ગુરુવારે તેમના વતન ગામ ગોગામેડીમાં કરવામાં આવશે. આ અંગે કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક અજીત સિંહ મંડોલીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ સૂર્યાસ્ત પછી કરવામાં આવતું નથી પરંતુ તે ખાસ પરિસ્થિતિઓમાં કરી શકાય છે. આ બાબતે કલેકટર સાથે ચર્ચા કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આવતીકાલે તેમના વતન ગામ ગોગામેડીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બુધવારે જયપુર પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જના નેતૃત્વમાં પરિવાર વતી સ્થાનિક ધારાસભ્યો અને તમામ સમાજના નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુખદેવ સિંહના પરિવારની અનેક માંગણીઓને ધ્યાનમાં લઈને તેમને સંમતિ આપવામાં આવી હતી. બેઠકમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીનું પોસ્ટમોર્ટમ કરાવવા પર સહમતિ સધાઈ હતી. જોકે, પોસ્ટ મોર્ટમ ક્યારે થશે? આ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. પોસ્ટ મોર્ટમનો સમય કલેક્ટર દ્વારા નક્કી કરવાનો રહેશે.

આ  પણ  વાંચો -છત્તીસગઢના નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 17 કલંકિત, 90માંથી 72 ધારાસભ્યો કરોડપતિ

 

Tags :
GogamediKarni Senarajasthan newsSheela ShekhawatSukhdev Singh Gogamedi
Next Article