Cambridge-Oxford માં કર્યો અભ્યાસ, જાણો Dr. Manmohan Singh નાં પ્રેરણાદાયી જીવન અંગે
- ભૂતપૂર્વ વડાપ્રધાન 92 વર્ષીય ડૉ. મનમોહન સિંહનું દુ:ખદ અવસાન
- RTE, મનરેગા યોજના, RTI સહિત ઘણા મોટા નિર્ણયો કર્યા
- વર્ષ 2008 ની આર્થિક મંદીનાં આંચકામાંથી પણ અર્થતંત્રને ઉગાર્યું હતું
- કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો
Dr. Manmohan Singh : ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન 92 વર્ષીય ડૉ. મનમોહન સિંહનું (Dr. Manmohan Singh) દુ:ખદ અવસાન થયું છે. ગુરુવારે સાંજે તેમની તબિયત નાજુક થઈ જતાં મનમોહન સિંહને દિલ્હી AIIMS નાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી થોડા સમય પછી તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મનમોહન સિંહ ભારતનાં 14 માં વડાપ્રધાન હતા. તેઓ વર્ષ 2004 થી 2014 સુધી UPA સરકારમાં વડાપ્રધાન પદે રહ્યા હતા. મનમોહન સિંહ ભારતીય અર્થવ્યવસ્થાનાં પુનરુત્થાન માટે જાણીતા છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનાં નોંધપાત્ર કાર્યો
વડાપ્રધાન તરીકેનાં ડૉ. મનમોહન સિંહનાં (Former PM Dr. Manmohan Singh) 10 વર્ષનાં શાસનકાળ દરમિયાન તેમણે ઘણા મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા, જે ભારત અને તેની અર્થવ્યવસ્થાને વધુ ઊંચાઈઓ પર લઈ ગયા. શિક્ષણનો અધિકાર (RTE), મનરેગા યોજના, માહિતીનો અધિકાર (RTI) સહિત આવા ઘણા મોટા નિર્ણયો છે, જે તેમણે વડાપ્રધાન પદ પર રહીને લીધા હતા. આ સિવાય તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાએ નવા રેકોર્ડ બનાવ્યા હતા. તેમણે વર્ષ 2008 ની આર્થિક મંદીનાં આંચકામાંથી પણ અર્થતંત્રને ઉગાર્યું હતું. ડૉ. મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે કરોડો લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે.
આ પણ વાંચો - પૂર્વ PM મનમોહનસિંહનું નિધન, વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ
પૂર્વ PM મનમોહનસિંહનું નિધન
દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ#BreakingNews #ManmohanSingh #Delhi #AIIMS #RIP #PassesAway #GujaratFirst pic.twitter.com/L1f3QkIYRV— Gujarat First (@GujaratFirst) December 26, 2024
જન્મ અને શિક્ષણ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર, 1932 નાં રોજ અવિભાજિત ભારતનાં પંજાબ પ્રાંતનાં એક ગામમાં થયો હતો. ડૉ. મનમોહનસિંહે વર્ષ 1948 માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષા પૂર્ણ કરી હતી. UK ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં (Cambridge University) તેમણે વર્ષ 1957 માં અર્થશાસ્ત્રમાં (Economy) પ્રથમ શ્રેણી ઓનર્સની ડિગ્રી મેળવી હતી. વર્ષ 1962 માં તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીની (Oxford University) નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ કર્યું હતું. ડૉ. મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટી અને પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પણ ફેકલ્ટી તરીકે સેવા આપી હતી. આ સિવાય તેમણે UNCTAD સચિવાલયમાં પણ થોડા સમય કામ કર્યું હતું.
આ પોસ્ટ્સ પર સેવાઓ આપી
વર્ષ 1987 અને 1990 ની વચ્ચે તેમની Geneva માં દક્ષિણ આફ્રિકાનાં કમિશનનાં સેક્રેટરી-જનરલ તરીકે તેમની નિમણૂક કરાઈ હતી. વર્ષ 1971 માં, ડૉ. મનમોહનસિંહ (Dr. Manmohan Singh) ભારત સરકારનાં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા હતા. ત્યાર બાદ ટૂંક સમયમાં વર્ષ 1972 માં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી.
ડો. મનમોહન સિંહે અનેક સરકારી હોદ્દા પર સેવા આપી છે. તેમાં નાણાં મંત્રાલયમાં સચિવ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (RBI) ગવર્નર, આયોજન પંચના ઉપાધ્યક્ષ, વડાપ્રધાનનાં સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનાં અધ્યક્ષનો સમાવેશ થાય છે. તેઓ વર્ષ 1991 થી 1996 સુધી ભારતનાં નાણામંત્રી હતા. આર્થિક સુધારાની વ્યાપક નીતિ શરૂ કરવામાં તેમની ભૂમિકા હવે સમગ્ર વિશ્વમાં જાણીતી છે.
આ પણ વાંચો - ManMohan Singh Death:ભારતના અર્થતંત્રને નવી દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી
પુરસ્કારો અને સન્માન
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને (Dr. Manmohan Singh) તેમના જાહેર જીવનમાં ઘણા એવોર્ડ મળ્યા છે. તેમાંથી અગ્રણી ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મ વિભૂષણ (Padma Vibhushan) છે, જે તેમને વર્ષ 1987 માં એનાયત કરાયો હતો. ઉપરાંત, તેમને વર્ષ 1995 માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો જવાહરલાલ નહેરુ જન્મ શતાબ્દી પુરસ્કાર, વર્ષ 1993 અને 1994 નાં નાણામંત્રી માટે એશિયા મની એવોર્ડ, વર્ષ 1993 ના નાણામંત્રી માટે યુરો મની એવોર્ડ અને એડમ સ્મિથ એવોર્ડ મળ્યા હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટી અને સેન્ટ જ્હોન્સ કોલેજ, કેમ્બ્રિજનાં વિશિષ્ટ પ્રદર્શન માટે રાઈટ એવોર્ડ (1955) મળ્યો હતો.
આ સિવાય મનમોહન સિંહને કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી સહિત ઘણી યુનિવર્સિટીઓમાંથી માનદ ડિગ્રીઓ મળી છે. તેમણે ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેમણે સાઇપ્રસમાં કોમનવેલ્થ સરકારના વડાઓની બેઠક (1993) અને વર્ષ 1993 માં વિયેનામાં માનવ અધિકારો પર વિશ્વ પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
આ પણ વાંચો - પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ