Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ ફેમસ લોટ બનાવતી કંપની ગ્રાહકોને લોટ નહીં, પથ્થરનો ચૂરો ખવડાવે છે!

Uttar Pradesh ના Aligarhમાં FSDA થઈ સક્રિય પ્રખ્યાત લોટ બનાવતી કંપનીની ફેક્ટરી પર દરોડા પડ્યા FSDA ટીમે 400 કિગ્રા અલાબાસ્ટર સ્ટોન પાવડર જપ્ત કર્યો ફેક્ટરીમાં કામદારો લોટના પેકેટમાં સ્ટોન પાવડર ભેળવતા ઝડપાયા Aligarh Panchvati Atta: હાલ, લોકોનો બહારના ખોરાક...
07:09 PM Jul 31, 2024 IST | Aviraj Bagda
Stone Powder Found in Famous Flour Brand Factory in UP's Aligarh

Aligarh Panchvati Atta: હાલ, લોકોનો બહારના ખોરાક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. કારણ કે... અવાર-નવાર અલગ-અલગ હોટેલો, રેસ્ટોરન્ટ કે પછી રેકડી પર મળતી કોઈ પણ ખાવા-પીવાની વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. જોકે આ અંગે અનેકવાર ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં આવી ખોરાકને લઈને બેદરકારીના અહેવાલો અને કિસ્સાઓ સામે આવતા હોય છે.

Uttar Pradesh ના Aligarh માં FSDA થઈ સક્રિય

ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં આ વખતે ખાવાની વસ્તુની અંદરથી કોઈ જીવજંતુ નહીં, પરંતુ પથ્થરનો ચૂરો મળી આવ્યો છે. તો Uttar Pradesh ના Aligarh માંથી આ મામલો સામે આવ્યો છે. જેણે દેશના અનેક લોકોના જીવ હચમચાવી દીધા છે. કારણ કે... Uttar Pradesh ના Aligarh સહિત અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે આ ઘટના સંકળાયેલી છે. Uttar Pradesh ના સ્થાનિક ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય વિભાગ દ્વારા એક લોટ બનાવતી કંપની પંચવટી આટા નામની Factory પર દરોડા પાડવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો: પૂજા ખેડકરને મોટો ફટકો, ભવિષ્યમાં નહીં બની શકે IAS-IPS, UPSC ની મોટી કાર્યવાહી

પ્રખ્યાત લોટ બનાવતી કંપનીની ફેક્ટરી પર દરોડા પડ્યા

આરોગ્ય વિભાગની ટીમ જ્યારે લોટની ફેક્ટરમાં બનતા લોટની ગુણવત્તા અને મશીનોની તપાસ કરી રહી હતી. ત્યારે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એવું માલૂમ પડ્યું હતું કે, Factory માં લોટની અંદર પથ્થરનો ચૂરો ઉમેરવામાં આવતો હતો. તો સરકારી અધિકારીઓએ Factory માંથી કુલ 400 કિગ્રાથી પણ વધારે પથ્થરનો ચૂરો હાથ ધર્યો છે. Factory માંથી માલૂમ પડ્યું છે કે, લોટના પેકેટમાં થોડા પ્રમાણમાં લોટના કલર જેવો દેખાતો પથ્થરનો ચૂરો ઉમેરવામાં આવતો હતો.

FSDA ટીમે 400 કિગ્રા અલાબાસ્ટર સ્ટોન પાવડર જપ્ત કર્યો

FSDA ના આસિસ્ટન્ટ કમિશનર અજય જયસ્વાલે જણાવ્યું હતું કે, “Aligarh ના ઔદ્યોગિક વિસ્તારમાં પંચવટી અટ્ટા નામથી લોટ વેચતી એક Factory પર જિલ્લા અધિકારીઓ દ્વારા માહિતી મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતાં. અમે Factory માંથી 400 કિલોથી વધુ અલાબાસ્ટર સ્ટોન પાવડર જપ્ત કર્યો છે. Factory માં લોટની થેલીઓમાં પથ્થરનો પાવડર ભેળવવામાં આવી રહ્યો હતો. તો દરોડ દરમિયાન Factory ના કામદારો લોટની થેલીઓમાં પાવડર ભેળવતા ઝડપાયા હતાં.

આ પણ વાંચો: Wayanad landslides : ગૃહમંત્રી થયા ગુસ્સે, કહ્યું- 7 દિવસ પહેલા આપવામાં આવી હતી ચેતવણી છતાં...

Tags :
adulterated flourAlabaster Stone PowderAligarhAligarh Local NewsAligarh NewsFlourFlour AttaGujarat Firstpanchvati attaPanchvati Atta Brandstone in flourUttar Pradesh
Next Article